MONEY9: જો તમે એમ વિચારો છો કે કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટરનો અર્થ એવા રોકાણકાર સાથે છે જે ફક્ત ડેટમાં રોકાણ કરે છે તો કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ તમને ખોટા સાબિત કરી દેશે. આ એક એવું ફંડ છે જે ડેટની સાથે ઇક્વિટી એટલે કે શેરોમાં પણ રોકાણનો ફાયદો અપાવે છે. એવા રોકાણકાર જે સુરક્ષિત રોકાણ કરવા માંગે છે અને ઉંચા રિટર્ન તેમજ કમાણીની તકની સાથે જ સ્થિરતાને પ્રાથમિકતા આપે છે. તેમના કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડમાં રોકાણ કરવું સારો વિકલ્પ હોઇ શકે છે.
આ ફંડ શું હોય છે?
કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ એવા મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે મુખ્યત્વે ડેટમાં રોકાણ કરે છે. તેમની એસેટના 75 થી 90% સુધી ડેટમાં, જ્યારે બાકી હિસ્સો એટલે કે 10 થી 25% શેરમાં રોકાણ કરવામાં આવે છે. એટલે આ ફંડ્સની મોટાભાગની એસેટનું બોન્ડ, ડિબેન્ચર, ટ્રેઝરી બિલ જેવી ડેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરવામાં આવે છે. આ એસેટ ફાળવણીના કારણે જ કન્ઝર્વેટિવ ફંડ્સને સુરક્ષિત રોકાણ સાધન માનવામાં આવે છે. આ ડેટના હાઇ વેઇટેજના કારણે કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર્સ માટે યોગ્ય હોય છે.
તેમાં ઇક્વિટી ફાળવણી ઓછી હોય છે એટલે કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ્સ હકીકતમાં કન્ઝર્વેટિવ સ્વભાવના હોય છે. જો કે, નિયમ અનુસાર કોઇ ઇક્વિટી ફંડ માટે ઇક્વિટી ફાળવણી 65 ટકાથી ઓછી ન હોવી જોઇએ, એટલે કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ ડેટ ફંડ જ માનવામાં આવે છે.
કન્ઝર્વેટિવ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડનું સૌથી સારુ ફિચર એ હોય છે કે તેમાં એ બધી ખાસિયતો હોય છે જે કન્ઝર્વેટિવ રોકાણકારો માટે યોગ્ય હોય, કે એવા લોકો માટે પણ જેઓ થોડુક જોખમ સહન કરવા તૈયાર હોય છે.
શું મારે કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડમાં રોકાણ કરવું જોઇએ?
તો જો તમે એવા ઓછા જોખમવાળા રોકાણ વિકલ્પ જોઇ રહ્યાં છો જેમાં નિયમિત રીતે રિટર્ન મળતું રહે અને જે તમને મધ્યમથી લોંગ ટર્મના ફાઇનાન્સિયલ ગોલને પ્રાપ્ત કરવામાં મદદ કરે તો તમારે કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડમાં રોકાણ કરવાનો વિચાર કરવો જોઇએ.
કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ કોઇ પ્યોર ડેટ ફંડની સરખામણીએ સારુ રિટર્ન આપે છે, કારણ કે તે શેરોમાં પણ રોકાણ કરે છે. તેનો અર્થ એ છે કે તેનાથી એક તો તમને કોઇ બોન્ડ ફંડ જેવી સ્થિરતા પ્રાપ્ત થાય છે અને કોઇ સ્ટોક ફંડ જેવુ ઉંચુ રિટર્ન પણ મળવાની શક્યતા રહે છે.
આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સના હેડ, ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ એન્ડ એડવાઇઝરી અમર રાનૂ કહે છે, આ કેટેગરી એવા રોકાણકારો માટે યોગ્ય છે જે એવુ ઇચ્છે કે તેમના રોકાણનો મોટાભાગનો હિસ્સો ડેટમાં જાય અને નાના હિસ્સામાં ઇક્વિટીનો પણ આનંદ મળે. આવા લોકોને ઇન્ડેક્સેશનનો ફાયદો લેવા માટે 3 વર્ષથી વધુ સમય માટે આવું રોકાણ કરવું પડશે.
એસ મ્યુચ્યુઅલ ફંડના મતે કન્ઝર્વેટિવ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સે છેલ્લા એક વર્ષ, 3 વર્ષ અને પાંચ વર્ષમાં અનુક્રમે 7%, 10% અને 6%નું રિટર્ન આપ્યું છે. એટલે કે સામાન્ય ડેટ ફંડની તુલનામાં આ ફંડ મોટાભાગે એક થી બે ટકા વધારે રિટર્ન આપે છે.
તો કુલ મળીને વાત એમ છે કે જો કોઇ એવો કન્ઝર્વેટિવ રોકાણકાર છે જે વધારે રિટર્ન કમાવવા માંગે છે તો તે આવી વધારે રિટર્ન અપાવનારી યોજનામાં પૈસા લગાવી શકે છે.
તમે એ જાણતા જ હશો કે પરંપરાગત રોકાણ સાધનોની સરખામણીમાં ઇક્વિટી કે શેરના રોકાણમાં વધારે રિટર્ન મળે છે. પરંતુ ઇક્વિટી સાધનોમાં વધારે જોખમ હોવાના કારણે ઘણાં લોકો તેનાથી બચીને ચાલે છે. આવા લોકો માટે કન્ઝર્વેટિવ ફંડ એક સારો વિકલ્પ છે. કારણ કે તેમાં ડેટવાળા હિસ્સાના કારણે જોખમ ઘટી જાય છે. ડેટ અને ઇક્વિટી બન્ને જગ્યાએ પૈસા લાગવાના કારણે તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઇ પણ થઇ જાય છે. પરંતુ આ સાધનોમાં રોકાણ કરતાં પહેલાં તમને એ વાતની ખબર હોવી જોઇએ કે તેમાં ઇક્વિટીના કારણે થોડુક જોખમ જરૂર હોય છે. એટલે જો કોઇ કન્ઝર્વેટિવ રોકાણકાર જે વધારે રિટર્ન પ્રાપ્ત કરવા માંગે છે તો તે આ પ્રકારના ફંડમાં પોતાના રોકાણ સલાહકારની મદદથી રોકાણ કરી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો