Money9 Gujarati: રજત છેલ્લા ત્રણ વર્ષથી SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડ (Mutual fund)માં રોકાણ કરી રહ્યો છે પરંતુ તેને જોઈતું રિટર્ન નથી મળી રહ્યું.. તેને સમજાતું નથી કે ભૂલ ક્યાં થઈ રહી છે… રજતની જેમ ઘણા રોકાણકારો SIP દ્વારા રોકાણ (investment) તો કરી રહ્યા છે પરંતુ તેઓ આવી ઘણી ભૂલો કરે છે,, જેના કારણે તેમને યોગ્ય રિટર્ન (Return) મળતું નથી અથવા તો ટારગેટ પૂરો થતો નથી… ચાલો સમજીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં કઈ સામાન્ય ભૂલો છે જે તમામ રોકાણકારોએ ટાળવી જોઈએ.
આ સૌથી સામાન્ય ભૂલ છે… તમે જેટલી વહેલી SIP શરૂ કરશો… તમને તેટલો વધુ ફાયદો મળશે… વહેલા રોકાણ શરૂ કરવાથી કમ્પાઉન્ડિંગના ફાયદાથી તમારી આવક વધતી જાય છે…
જો તમે લાંબા ગાળા માટે SIP રોકાણ કરો છો… તો તમારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે સંકળાયેલા કેટલાક જોખમોને સહન કરવા માટે તૈયાર રહેવું જોઈએ… ઉદાહરણ તરીકે, સેક્ટર અને થીમેટિક ફંડ્સમાં વધુ જોખમ હોય છે… જો તમે તમારા ઇક્વિટી ફંડને ડાયવર્સિફાય કરો છો,, તો તમે લૉન્ગ ટર્મમાં ઉચ્ચ સ્તરનું રક્ષણ જાળવીને તમારી વેલ્થમાં વૃદ્ધિ કરવાનું ચાલુ રાખી શકો છો…
જો તમે એવું ઈચ્છો છો કે દર ત્રણ મહિને કે છ મહિને તમને નિયમિત રકમ મેળતી રહે,, તો તમારે માત્ર ડિવિડન્ડ પ્લાન પસંદ કરવો જોઈએ… જો તમે લૉન્ગ ટર્મમાં સારું ફંડ બનાવવાનું લક્ષ્ય રાખતા હોવ તો,, ગ્રોથ પ્લાન યોગ્ય છે…
જો તમે SIP ચલાવી રહ્યા છો, તો તેને અધવચ્ચે બંધ કરવાથી તમારું લક્ષ્ય હાંસલ કરવું તમારા માટે મુશ્કેલ બની શકે છે. તેથી, નાણાકીય પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય,, પ્રયત્ન કરો કે કોઈ પણ situationમાં SIP બંધ ન થાય…
ઘણા રોકાણકારો આ ભૂલ કરે છે… તેઓ મ્યુચ્યુઅલ ફંડના નામથી પ્રભાવિત થઈ જાય છે.. ખાસ કરીને જો કોઈ વિદેશી કંપની AMC સાથે સંકળાયેલી હોય,, તો પ્રભાવ ઘણો વધારે રહે છે.. કોઈપણ સ્કીમમાં રોકાણ કરતા પહેલા તે સ્કીમના ભૂતકાળના રિટર્ન, જોખમ, ફંડ મેનેજરની પ્રતિષ્ઠા જેવા તમામ પાસાઓ પર ધ્યાન આપો..
તમારા લૉન્ગ ટર્મના લક્ષ્ય પ્રમાણે તમારી SIPની પ્રગતિ પર નજર રાખો… અને ખાતરી કરો કે,, તે તમારા લક્ષ્યોને અનુરૂપ છે કે નહીં… SIP રોકાણના કિસ્સામાં એ વાત પર પણ નજર રાખો કે ફંડ સંબંધિત કોઈ નિયમનકારી ફેરફારો તો નથી થયા ને… જેમ કે મેનેજમેન્ટમાં વારંવાર ફેરફાર અને પોલિસીમાં વારંવાર ફેરફાર… જો ફંડનું પ્રદર્શન તમારા અનુસાર ન હોય,, તો તમે તેમાંથી બહાર નીકળી શકો છો.
ઘણીવાર લોકો બે કે ત્રણ વર્ષ પછી જ તેમની SIP પ્રદર્શનનું મૂલ્યાંકન કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે… આનાથી સાચું ચિત્ર સામે નથી આવતું.. જો ફંડ સારું પ્રદર્શન કરી રહ્યું હોય,,તો SIP રોકાણ માટે ટાઈમ હોરાઈઝોન 10થી 12 વર્ષનો હોવો જોઈએ.. તેનો ફાયદો એ છે કે,, આટલા લાંબા સમયગાળામાં, તમારું SIP રોકાણ બજારના તમામ ચક્ર એટલે કે cyclesને સહન કરી લે છે,, અને તમારી wealthમાં વધારો કરે છે.
તમારી SIPનો કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય અથવા ગોલ હોવો જોઈએ… જેમ કે રિટાયરમેન્ટ, બાળકોનું ઉચ્ચ શિક્ષણ, લગ્ન, વિદેશમાં અભ્યાસ વગેરે… આ પછી જ તમે ચોક્કસ અંદાજ લગાવી શકશો કે તમારા રોકાણનો હોરાઈઝોન શું હોવો જોઈએ…
Madhuban Finvestના સ્થાપક દીપક ગગરાણી કહે છે,, કે એમ જ SIP શરૂ ના કરો.. એક સ્પષ્ટ યોજના બનાવો જેમાં તે નક્કી કરવામાં આવે,, કે તમારા પોર્ટફોલિયોમાં દરેક રોકાણની ભૂમિકા શું છે… જો તમારી આવક વધે તો ટોપ-અપનો ઉપયોગ કરો… એક સુનિયોજિત SIP રોકાણ જ તમને તમારા નાણાકીય લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરી શકે છે…
SIPનો અર્થ એ થાય છે કે લન્ગ ટર્મમાં રોકાણ જાળવી રાખીને સમય સાથે ચાલવું.. રજત જેવા રોકાણકારો માટે પાઠ એ છે કે,, શેરબજારનો અંદાજ લગાવવાનો પ્રયાસ ન કરો… અને પોતાના રોકાણ પેસિવ રીતે ચાલવા દો. જો તમે તમારા રોકાણને શિસ્તબદ્ધ રીતે જાળવી રાખશો, તો જ તમે SIPના લાભો મેળવી શકશો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો