MONEY9: શેર બજારને લૉંગ ટર્મમાં પૈસા બનાવવાનો એક શાનદાર રસ્તો માનવામાં આવે છે. લોંગ ટર્મમાં ઘણી કંપનીઓએ શાનદાર રિટર્ન આપ્યું છે. તેમાંથી એક છે GMM ફોડલર. આ શેરે છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 686%નું રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં આ શેરમાંથી અંદાજે 26%નું રિટર્ન મળ્યું છે. પરંતુ શું આ શેરમાં ખરીદી કરવાની તક છે ખરી? અને શું છે આ શેર અંગે બ્રોકર્સનો મત?
કંપની કરે છે શું, આ કંપનીનો બિઝનેસ કેટલો મજબૂત છે અને કંપનીનો પ્લાન શું છે?
તો કંપની કાટ ના લાગે એટલે કે કોરોઝન રેઝિસ્ટન્ટ ટેક્નોલોજીસ સિસ્ટમ્સ અને સર્વિસિઝમાં ગ્લોબલ લીડર છે. આ કેમિકલ કંપનીઓ માટે ઇક્વિપમેન્ટ પણ બનાવે છે. આ કેમિકલ, ફાર્મા, ફૂડ એન્ડ બેવરેજિસ, એનર્જી સેક્ટરની કંપનીઓ માટે ગ્લાસ લાઇન્ડ ઇક્વિપમેન્ટ બનાવે છે. ગ્લાસ લાઇન્ડ ઇક્વિપમેન્ટ કાટ વિરોધી એક એવો પદાર્થ હોય છે જે ઘણા પ્રકારની દવાઓ, કેમિકલ અને પોલીમર વગેરેના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
અત્યારે જો બ્રાન્ડેડ પ્રોડક્ટ લાઇન્સની વાત કરીએ તો તેમાં ફોડલર, નોર્મેગ, મવાગ, મિક્સન, ઇન્ટરસીલ, ઇક્વિલોય અને એડલોન સામેલ છે. આખી દુનિયામાં તેના 1800થી વધુ કર્મચારી છે અને દુનિયાભરમાં 15 મેન્યુફેક્ચરિંગ એકમો છે.
કંપનીના બિઝનેસમાં ટેક્નોલોજીસનો હિસ્સો 58%, Systemsનો હિસ્સો 15% અને Servicesનો હિસ્સો 27% છે. આવકનો અંદાજે 29 ટકા હિસ્સો ભારતમાંથી અને 71 ટકા હિસ્સો અન્ય દેશોમાંથી આવે છે. GMM ફોડલર અંદાજે 40% ગ્લોબલ માર્કેટ શેર સાથે ગ્લાસ લાઇન્ડ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે.
હવે એ પણ જોઇ લઇએ કે બ્રોકર્સ આ શેર અંગે શું દ્રષ્ટિકોણ રાખે છે. તો JM Financial એ આ શેર અંગે ખરીદીના મતને જાળવી રાખીને ટાર્ગેટ 1900 રૂપિયાથી વધારીને 2300 રૂપિયા કર્યો છે.
બ્રોકર્સ આ શેરને લઇને આટલા બુલિશ કેમ છે?
તો સૌથી પહેલી વાત એ છે કે 40%ના ગ્લોબલ માર્કેટની સાથે કંપની ગ્લાસ લાઇન્ડ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે. ભારત, ચીન જેવા હાઇ ગ્રોથ માર્કેટ્સમાં વિસ્તાર અને દક્ષિણ-પૂર્વી એશિયા એટલે કે SEA જેવા નવા માર્કેટ્સ પર ફોકસ વધારવાથી કંપનીનો ઇરાદો માર્કેટ શેરમાં વધારે વૃદ્ધિ કરવાનો છે. એટલું જ નહીં, આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે
કંપની US અને EUમાં સ્થાનિક ક્ષમતા વધારવા પર ફોકસ કરી રહી છે.
આ ઉપરાંત કંપની મેનેજમેન્ટે ‘Vision 2025’ રણનીતિ હેઠળ આવતા 3 વર્ષ માટે 45 %થી વધુ આવક ગ્રોથનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. કંપની આ લક્ષ્યને આ જ કારણે પ્રાપ્ત કરવાની આશા રાખી રહી છે કારણ કે ભારત, ચીન જેવા ઉંચા ગ્રોથવાળા માર્કેટ્સ પર ફોકસથી FY22-25 દરમિયાન 13% CAGR આવક ગ્રોથનું અનુમાન છે. ભારત, બ્રાઝિલ જેવા દેશો પાસેથી કાચા માલની ખરીદી, ચીન અને જર્મનીમાં ટર્ન અરાઉન્ડ અને નવા પ્લાન્ટ્સની ક્ષમતા વધવાથી માર્જિનમાં સુધારાનું લક્ષ્ય છે. ગ્રોથ માટે અધિગ્રહણ, ગ્રુપ કંપનીઓમાં ક્રોસ સેલિંગ અને diversification (ડાયવર્સિફિકેશન) કંપનીનું ફોકસ છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ 7 અધિગ્રહણ પૂરા કર્યા છે.
એ પણ જોઇ લઇએ કે કંપનીનું નાણાકીય પ્રદર્શન કેવું છે. છેલ્લા 5 વર્ષમાં મોટા અધિગ્રહણ અને ફોડલરના ગ્લોબલ બિઝનેસમાં 100 ટકા હિસ્સેદારીની ખરીદી છતાં કેશફ્લોમાં સુધારો થયો છે. મેનેજમેન્ટને બીજા છમાસિકમાં સુધારાની આશા છે. માર્જિનમાં સુધારાથી નફામાં સુધારાની આશા છે.
ફાર્મા અને કેમિકલના ખર્ચથી સ્થાનિક માંગને પ્રોત્સાહન મળવાની આશા છે. મેનેજમેન્ટને લોકલ કારોબારની માંગ મજબૂત રહેવાનું અનુમાન છે. કેમિકલ સેક્ટરમાં રોકાણ ચાલુ રહેવાથી અને ફાર્મા સેક્ટરમાં રોકાણ વધવાથી આવક ગ્રોથમાં મજબૂતી સંભવ છે. અત્યારે કેમિકલ સેક્ટરનો કંપનીની આવકમાં 61% અને ફાર્મા સેક્ટરમાં 32% ફાળો છે. પરંતુ મેનેજમેન્ટને ફાર્મા સેક્ટરની આવકમાં ફાળો 32%થી વધીને 40-45% થવાનું અનુમાન છે.
કંપની માટે ભવિષ્યમાં પડકારો શું છે?
એક પડકાર એ છે કે કંપનીની આવકનો અંદાજે 93 ટકા હિસ્સો ફક્ત બે સેક્ટર કેમિકલ અને ફાર્મામાંથી આવે છે. આ ઉપરાંત, મેનેજમેન્ટને બીજા ત્રિમાસિકમાં પણ માર્જિન પર દબાણ રહેવાની આશંકા છે. આંતરરાષ્ટ્રીય કારોબારમાં ઉંચા પાવર અને ફ્યુઅલ ખર્ચથી ટૂંકાગાળામાં સુધારાની આશા નથી.
શું હવે કંપનીના શેર પર દાવ લગાવવો જોઇએ?
તો મજબૂત ઓર્ડર બુક, માર્કેટ લીડર પોઝિશન અને કેમિકલ, ફાર્મામાં થતા રોકાણને ધ્યાનમાં રાખીને GMM ફોડલરના ગ્રોથની ઘણી સંભાવનાઓ છે. આ શેરમાં લાંબાગાળાના દ્રષ્ટિકોણથી દરેક ઘટાડે થોડી-થોડી ખરીદી કરી શકાય છે. પરંતુ અંતિમ નિર્ણય લેતા પહેલા તમારા રોકાણ સલાહકારની મદદ જરૂર લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો