MONEY9: આજે આપણે જાણીશું સિમ્પલ અને એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય? મૂવિંગ એવરેજની દિશા જોઇને એ બેઝિક આઇડિયા મળી જાય છે કે શેરોની કિંમતો ક્યાં જશે. મૂવિંગ એવરેજનો સૌથી સામાન્ય ઉપયોગ કોઇ ટ્રેન્ડની દિશા ઓળખવા અને સપોર્ટ તેમજ રેઝિસ્ટન્સ લેવલ શોધવામાં થાય છે.
મૂવિંગ એવરેજ આમ તો ઘણાં પ્રકારની હોય છે પરંતુ તેમાં સૌથી ખાસ છે સિમ્પલ મૂવિંગ એવરેજ એટલે કે SMA અને એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજ એટલે કે EMA. આનું મહત્વ તો તમે સમજી લીધું. હવે ગુરુ તમને જણાવશે કે આને કેવી રીતે કાઢી શકાય.
સિમ્પલ મૂવિંગ એવરેજ એટલે કે SMA સૌથી સરળ રીતે કાઢી શકાતી મૂવિંગ એવરેજ હોય છે. તેમાં આપણે ફક્ત અત્યારના આંકડાઓને જોડી દઇએ છીએ. અને તેનો સમયગાળા સાથે ભાગાકાર કરીએ છીએ. જો તમારે પાંચ દિવસની સિમ્પલ ડેઇલી મૂવિંગ એવરેજ કાઢવી છે તો તેની પાંચ દિવસની ક્લોઝિંગ પ્રાઇસ કાઢીને તેને પાંચ વડે ભાગી દેવાની છે. ઉદાહરણ તરીકે માની લો કે કોઇ કંપનીના શેરની છેલ્લા પાંચ દિવસની બંધ કિંમત જો 100 રૂપિયા, 100 રૂપિયા 50 પૈસા, 103 રૂપિયા, 104 રૂપિયા 80 પૈસા, અને 108 રૂપિયા 10 પૈસા છે તો તેની સિમ્પલ મૂવિંગ એવરેજ એટલે કે SMA કાઢવા માટે આ બધાનો કુલ સરવાળો કરીને તેને 5 વડે ભાગી નાંખો.
આ જ રીતે 10, 20, 50 અને 200 દિવસની મૂવિંગ એવરેજ કાઢી શકાય છે. જેટલા દિવસની એવરેજ કાઢવી છે તેટલા દિવસની ક્લોઝિંગ પ્રાઇસ લઇને તેનો સરવાળો કરી અને પછી દિવસોની સંખ્યા સાથે તેનો ભાગાકાર કરી દો. બીજી તરફ, એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજ એટલે કે EMAમાં હાલના પ્રાઇસ પોઇન્ટને વધારે વેઇટેજ આપવામાં આવે છે. અને તેને હાલના ડેટા પોઇન્ટ્સ અંગે રિસ્પોન્સિવ બનાવાય છે. એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજની ગણતરીમાં 3 તબક્કા સામેલ હોય છે-
પહેલો તબક્કો…, એક ચોક્કસ અવધિ માટે સિમ્પલ મૂવિંગ એવરેજની ગણતરી કરવામાં છે. બીજો…, એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજના મૂલ્યાંકન માટે મલ્ટીપ્લાયર ગણતરી કરવામાં આવે છે. ત્રીજા અને અંતિમ ચરણમાં કિંમત, મલ્ટીપ્લાયર અને છેલ્લી અવધિની EMA વેલ્યૂનો ઉપયોગ કરીને પ્રારંભિક EMAથી સૌથી છેલ્લા ટાઇમ પીરિયડને લઇને હાલની EMAની ગણતરી કરવામાં આવે છે.
EMAની આ ફૉર્મ્યૂલા તમને થોડીક જટીલ જરૂર લાગશે પરંતુ રાહતની વાત એ છે કે તેમાં તમને મેન્યુઅલી ગણતરી કરવાની જરૂર નહીં પડે, કારણ કે મોટાભાગના ચાર્ટિંગ પ્લેટફોર્મ પર આ પ્રકારના ઇનબિલ્ટ ટૂલ આપવામાં આવ્યા હોય છે જેનાથી તમે ફક્ત વિકલ્પ પસંદ કરીને તત્કાળ રિઝલ્ટ મેળવી શકો છો.
તો તમે એ સમજી લીધું કે મૂવિંગ એવરેજ કેવી રીતે કાઢી શકાય. હવે તમે પણ ભવિષ્યમાં શેરની મૂવિંગ એવરેજ જોઇને તેની ચાલનો અંદાજો લગાવી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો