Money9: કાર્તિકની હોંશિયારીએ મોહિતને તો બચાવી લીધો…પણ દરેકની પાસે કાર્તિક જેવો મિત્ર હોય જે સમય આવ્યો ખભેથી ખભો મિલાવીને ઉભો રહે તે જરૂરી નથી. તેથી, આવી છેતરપિંડીથી બચવા માટે જાગતા રહો.. ઘણા લોકો મહેનતથી કમાયેલા પૈસા સતત ગુમાવી રહ્યા છે કારણ કે નાણાકીય છેતરપિંડીમાં સૌથી મોટી ભૂલ તમે પોતે કરી બેસો છો. 2023માં થયેલા ફાઇનાન્સિયલ ફ્રોડ પર નજર નાંખીએ અને જોઇએ કે તમે તેમાંથી શું શીખી શકો છો જેથી 2024 માં આવા સ્કેમનું લક્ષ્ય તમે ન બનો.
2023 એ વર્ષ હતું જ્યારે સાયબર ફ્રોડમાં AI બેઝ્ડ ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ જોવા મળ્યો. ફ્રોડજીપીટી અથવા વોર્મજીપીટી નામના ફ્રોડમાં લોકોના અવાજની કોપી કરવામાં આવી અને પછી કોલ કરીને લોકોને વિશ્વાસ અપાવવામાં આવ્યો કે આ કોલ તેમના કોઈ ઓળખીતાએ કર્યો છે. ટેક્નોલોજીનો ઉપયોગ એવો કે અસલી નકલીની ઓળખ કરવી મુશ્કેલ છે. પછી એક દુઃખદ વાર્તા સંભળાવીને પૈસાના રોદણાં રોવામાં આવે છે અને મિત્રને મદદ કરવાના નામે પૈસા પડાવવામાં આવે છે. 2023માં, કેરળમાં 300 થી વધુ લોકો સાથે છેતરપિંડી થઇ જેમાં લોકોએ કુલ 4 કરોડ રૂપિયા ગુમાવ્યા. આ ફ્રોડે આપણને શિખવ્યું કે ઇનકમિંગ કૉલ્સ પર આંધળો વિશ્વાસ ન કરો. ભલે કોઇ પરીચિતનો અવાજ સંભળાય પરંતુ પૈસા આપતા પહેલા જાતે કોલ કરો અને કોમન લોકો સાથે વાર્તાને ક્રોસ-ચેક કરી લો
ડિજિટલ અરેસ્ટ ફ્રોડ- આ ફ્રોડે પણ 2023માં ઘણા લોકોને ચૂનો લગાડ્યો. આમાં સ્કેમર કોલ કરીને લોકોને કહે છે કે તેઓ એક કુરિયર કંપનીમાંથી વાત કરી રહ્યા છે અને તેમનું કુરિયર કસ્ટમ વિભાગે પકડી લીધું છે. લોકોના આધાર નંબર વાંચી સંભળાવે છે અને કહે છે કે તેમની આ આઈડીનો ઉપયોગ ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં કરવામાં આવ્યો છે, જેનાથી લોકો ડરી જાય છે. ત્યારબાદ કહેવામાં આવે છે કે કોલ પોલીસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. હવે Skype કૉલમાં જોડાવા માટે કહેવામાં આવશે. પછી કહેશે કે તમારા આધાર નંબર સાથે મની લોન્ડરિંગના ઘણા કેસો લિંક્ડ છે.. હવે ચેક કરવા કે તમારું બેંક એકાઉન્ટ મની લોન્ડરિંગ સાથે લિંક્ડ નથી. તેઓ પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે અને વચન આપે છે કે તે પરત કરી દેવામાં આવશે… પરંતુ પૈસા જેવા ટ્રાન્સફર થયા, આ લોકો ગાયબ થઇ જશે. તાજેતરમાં નોઈડામાં એક મહિલા સાથે આવી જ એક ઘટના બની હતી, જેમાં તેની સાથે 11 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હતી… આવા કૉલ્સમાં તમારા ડરનો ફાયદો ઉઠાવવામાં આવે છે. કસ્ટમ, પોલીસ ક્રાઈમ બ્રાન્ચ, મની લોન્ડરિંગ જેવા શબ્દો કોઈના પણ હોશકોશ ઉડાવી શકે છે પરંતુ જો તમે કોઈ ગેરકાયદેસર કામ નથી કર્યું હોય તો આવા કૉલ્સને ઇગ્નોર કરો.
2023માં, કુરિયર ઉપરાંત નોકરીના નામે પણ છેતરપિંડીના ઘણાં કોલ આવ્યા. યુટ્યુબ પર વીડિયો લાઈક કરવા, ઓનલાઈન રેટિંગ આપવા અથવા સોશિયલ મીડિયા પોસ્ટને લાઈક કરવા જેવા કામ કરીને વર્ક ફ્રોમ હોમના નામે છેતરવામાં આવ્યા. ફસાવવા માટે શરૂઆતમાં 500-700 રૂપિયા પણ આપી દેવામાં આવ્યા. પરંતુ ત્યારબાદ મેમ્બરશિપના નામે પેમેન્ટ વસૂલવા લાગે છે. મુંબઇમાં રહેનારા એક સોફ્ટવેર એન્જિનિયર સાથે આવી જ એક ઘટના બની. તેને હોટેલ રેટિંગના નામે પાર્ટ ટાઈમ જોબની ઓફર આપવામાં આવી હતી. આ સાથે 18 લાખથી વધુની છેતરપિંડી થઈ.
વીજળીનું બિલ ભરો નહીંતર તમારે અંધકારમાં જીવવું પડશે.. આ મેસેજ 2023માં ઘણાબધા લોકોને હેરાન કર્યા. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો આ છેતરપિંડીનો આસાન શિકાર બન્યા. ફોન પર બિલ બાકી હોવાનું દર્શાવીને વીજ પુરવઠો બંધ કરી દેવાની ધમકી આપતો મેસેજ મોકલવામાં આવ્યો. મેસેજમાં બિલની ચુકવણી કરવા માટેની લિંક પણ મોકલવામાં આવતી હતી. લિંક પર ક્લિક કરતાની સાથે જ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ થઈ જતી હતી અને પછી નેટ બેન્કિંગ દ્વારા ટ્રાન્ઝેક્શન થઈ જતું હતું. મુંબઈમાં એક સીનિયર સિટીઝનની સાથે થયેલી એક આવી જ એક ઘટનામાં 11 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હતી.
ગૃહ મંત્રાલયે સંસદની સ્થાયી સમિતિને જણાવ્યું કે 2022માં 2296 કરોડ રૂપિયાનો ઓનલાઈન ફાઇનાન્સિયલ ફ્રોડ થયો અને 2023માં તેનું કદ વધીને 5574 કરોડ રૂપિયા પર પહોંચી ગયું. તાળા ચાવી વગરની આ એક એવી ચોરી છે જેમાં પીડિત પોતે જ પોતાની ડિટેલ્સ શેર કરી બેસે છે અથવા પેમેન્ટ કરી દે છે. OTP જણાવી દે છે અથવા તો છેતરપિંડી કરતી એપ ડાઉનલોડ કરી બેસે છે. તો આને રોકવા માટેનું સૌથી મોટું શસ્ત્ર એ છે કે તમે જાગતા રહો અને એલર્ટ રહો, નહીંતર 2023માં થયેલો 5574 કરોડ રૂપિયાનો ફ્રોડ 2024માં ક્યાંક અઢી ગણો વધી ન જાય. એટલે ગયા વર્ષે લોકોએ જે ભૂલો કરી, એવી ભૂલો જેનો સાયબર ઠગોએ ફાયદો ઉઠાવ્યો. તમે તે ભૂલો કરવાથી બચો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો