MONEY9 : મોહિતના આનંદની કોઈ સીમા નથી…ક્રેડિટ કાર્ડ અપગ્રેડ થયું…વધારેલી ક્રેડિટ લિમિટની સાથે હવે એરપોર્ટ વીઆઈપી લાઉન્જનું ઍક્સેસ અને દરેક કાર્ડ સ્વાઈપ પર ડબલ રિવોર્ડ પોઈન્ટ્સ મળવાના છે.. પરંતુ કાર્ડ અપગ્રેડેશનની આ ખુશી માટે મોહીતને કેટલી કિંમત ચુકવવી પડશે તે મોહિત સમજી શક્યો નથી.. કારણ કે કાર્ડ એજન્ટે વારંવાર માત્ર સુવિધાઓ વિશે જ વાત કરી..તેણે એ તો જણાવ્યું જ નહીં કે કેટલા એકસ્ટ્રા પૈસા ભરવાના છે.
ક્રેડિટ કાર્ડ અપગ્રેડેશનના કૉલમાં ફક્ત ફાયદાઓ ના સાંભળો.. એ પણ સમજો કે શું તમારે કાર્ડ અપગ્રેડની જરૂર છે કે નહીં? શું તમે જાણો છો કે ક્રેડિટ કાર્ડ અપગ્રેડેશનની ઓફર ક્યારે મળે છે? દરેક વ્યક્તિને કાર્ડ અપગ્રેડ કરવા માટે કૉલ આવતો નથી, તે ફક્ત તેમને જ ઑફર કરવામાં આવે છે જેમની પાસે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટનો સારો રેકોર્ડ હોય છે.
હવે એ સમજીએ કે કાર્ડ અપગ્રેડેશન હોય છે શું?
વાસ્તવમાં, ક્રેડિટ કાર્ડ અપગ્રેડેશનનો અર્થ છે સારા રિવોર્ડ પોઈન્ટ્સ, ડિસ્કાઉન્ટ, પ્રમોશન અને અન્ય લાભો સાથે નવું/અપગ્રેડ કરેલું કાર્ડ મેળવવું…મોટા ભાગના કિસ્સાઓમાં ક્રેડિટ મર્યાદા પણ વધી જાય છે. જ્યારે તમારી આવક ઓછી હોય છે, ત્યારે તમને એન્ટ્રી લેવલનું ક્રેડિટ કાર્ડ મળે છે, પરંતુ તમારી આવક વધવાની સાથે તમારી ક્રેડિટ હિસ્ટ્રી સારી થઈ જાય છે ત્યારે તમને અપગ્રેડની ઑફર મળે છે.
જો કે, ફક્ત એટલા માટે કાર્ડને અપગ્રેડ કરશો નહીં કારણ કે કંપની તમને ઑફર કરી રહી છે… અથવા તમે તેમના સારા ગ્રાહક છો… અથવા પેમેન્ટનો રેકોર્ડ સારો રહ્યો છે… કંપનીના વિશ્વાસના આધારે તમે તમારી જવાબદારીમાં વધારો કરી લો તેમાં કોઈ ડહાપણ નથી.
શું તમે વધારાના ખર્ચ માટે તૈયાર છો?
ક્રેડિટ કાર્ડને અપગ્રેડ કરતા પહેલા, તમે જાતે જ જુઓ કે શું તમે વધેલા ખર્ચ માટે તૈયાર છો? જો ભૂતકાળનો પેમેન્ટ રેકોર્ડ સારો હોય, તો તેની શું ગેરંટી કે ભવિષ્યનો રેકોર્ડ સારો જ રહેશે. જો તમે તમારી ક્ષમતા કરતા વધુ ખર્ચ કરો છો તો તે તમને ભારે પડી શકે છે..
કેવા પ્રકારના કાર્ડની તમને જરૂરિયાત છે?
કાર્ડ અપગ્રેડ કરતા પહેલા વ્યક્તિએ પોતાની ખર્ચ પેટર્નને તપાસવી જોઈએ. એટલે કે, તમે કઈ વસ્તુ પર કેટલા પૈસા ખર્ચો છો તે ધ્યાનમાં રાખીને તમારું ક્રેડિટ કાર્ડ પસંદ કરવું જોઈએ.. જો તમારે દર મહિને પેટ્રોલ-ડીઝલ ભરવાનું હોય તો તમને કેશબેક આપતું ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ સારું રહેશે, એવું કાર્ડ નહીં કે જે તમને એરપોર્ટના VIP લાઉન્જનું એક્સેસ આપે… જો તમે વર્ષમાં માત્ર 2-3 વખત જ હવાઈ મુસાફરી કરો છો, તો તમે એરપોર્ટના VIP લાઉન્જનું એક્સેસ લઈને શું કરશો?
ફી અને ચાર્જિસ
ક્રેડિટ કાર્ડ અપગ્રેડ કરવાથી તમારા કાર્ડના ઓપરેટિંગ ખર્ચમાં વધારો થશે. 500 થી 3000 રૂપિયાનું વાર્ષિક પેમેન્ટ કરવું પડી શકે છે. તેમાં જોઈનિંગ ફી, એન્યુઅલ ફી, ઈન્ટરેસ્ટ, રિન્યુઅલ ફી, ATM વિડ્રૉલ ફી, લેટ પેમેન્ટ ફી, ફૉરેન ટ્રાન્ઝેક્શન ફી વગેરેનો સમાવેશ થાય છે. અપગ્રેડ કરતા પહેલા તમારે નવા કાર્ડ સાથે સંકળાયેલા તમામ ચાર્જિસની જાણકારી મેળવી લેવી જોઈએ. અપગ્રેડની સાથે, ફી અને ચાર્જિસ, રિવોર્ડ પોઈન્ટ્સ અને બીજા બેનિફિટ, ક્રેડિટ લિમિટ જેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
શું વધેલી ક્રેડિટ લિમિટ લેવામાં સમજદારી છે?
દરેક ક્રેડિટ કાર્ડ અપગ્રેડ સાથે ક્રેડિટ લિમિટમાં વધારો થવો જરૂરી નથી. ક્રેડિટ લિમિટ ઘણી બાબતો પર આધારે રાખે છ, જેમ કે તમારી મંથલી ઈનકમ, વર્તમાન ક્રેડિટ કાર્ડ લિમિટ અને અન્ય દેવા..વધેલી ક્રેડિટ લિમિટ ત્યારે જ તમારા માટે ફાયદાકારક છે જ્યારે તમારા ક્રેડિટ કાર્ડમાંથી વધુ ખર્ચ થઈ રહ્યો હોય અને આ ઊંચા ખર્ચને કારણે, તમારો ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો એટલે કે CUR ઊંચો હોય.. સામાન્ય રીતે CUR 30 ટકા અથવા તેનાથી ઓછો હોવો જોઈએ…તમને જે ક્રેડિટ લિમિટ મળે છે તમે તેના જેટલા ટકાનો ઉપયોગ કરો છો તેને જ CUR કહેવામાં આવે છે. જો તમારો CUR સતત ઊંચો જઇ રહ્યો છે તો તે તમારો ક્રેડિટ સ્કોર બગડશે અને આ વર્તનને ક્રેડિટ હંગ્રી કહેવામાં આવે છે. તેથી, આવી સ્થિતિમાં, તમારા માટે અપગ્રેડેડ કાર્ડ મેળવવું યોગ્ય છે જેથી તમને વધુ ક્રેડિટ લિમિટ મળે.
MyMoneyMantra.comના ફાઉન્ડર અને એમડી રાજ ખોસલા કહે છે કે અપગ્રેડેશન પહેલા તમારી જાતને થોડા પ્રશ્નો પૂછો. જેમ કે તમારી જરૂરિયાતો શું છે, નવા કાર્ડના ફાયદા શું હશે? જો તમને જે ફિચર મળશે તેના માટે એક્સ્ટ્રા પેમેન્ટ કરવાથી તમને વધુ ફાયદો મળી રહ્યો છે, તો જ કાર્ડ અપગ્રેડનો વિકલ્પ પસંદ કરો.
હવે તમને જ્યારે પણ કાર્ડ અપગ્રેડ કરવાનો કોલ આવશે, ત્યારે અમે આશા રાખીએ છીએ કે તમે Money9ના આ ચેકલિસ્ટને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેશો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો