કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજુ કર્યું. બજેટમાં શિક્ષણ માટે અનેક જાહેરાતો કરવામાં આવી. નાણામંત્રીએ બજેટ ભાષણમાં ડિજિટલ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો. યુવાઓ માટે નવી નોકરીઓની જાહેરાત કરવામાં આવી. તો આવો જાણીએ શિક્ષણ બજેટની ખાસ વાતો.
-ડિજિટલ યૂનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે જેમાં પર્સનલાઇઝ્ડ લેંગ્વેજ (લોકલ ભાષા)માં ICT(ઇન્ફોર્મેશન કોમ્યૂનિકેશન ટેક્નોલૉજી) ફૉર્મેટ પર કોર્સિસ હશે. -યૂનિવર્સિટી એક નેટવર્ક હબ પર સ્પોક મૉડલની સાથે તૈયાર થશે. જેમાં બેસ્ટ પબ્લિક યૂનિવર્સિટીઝની સાથે કોલોબરેશન હશે. -નેચરલ, ઝીરો-બજેટ ઓર્ગેનિક ફાર્મિંગ અને મોર્ડન ડે એગ્રિકલ્ચર માટે યૂનિવર્સિટી કોર્સિસ સિલેબસમાં ફેરફાર કરવામાં આવશે. -કોરોનાને કારણે અભ્યાસને થયેલા નુકસાન માટે પ્રધાનમંત્રી ઇ-વિદ્યા સ્કીમ હેઠળ ફ્રી ચેનલ 12 થી વધીને 200 કરવામાં આવશે -બધા રાજ્યોમાં રીઝનલ ભાષામાં ધોરણ 1 થી 12 માટે 200 ફ્રી ટીવી ચેનલ્સના માધ્યમથી અભ્યાસ થશે. -વર્તમાનની જરૂરિયાતોને ધ્યાનમાં લેતા શિક્ષકોને ડિજિટલ ટૂલ્સથી સજ્જ કરવામાં આવશે. -સ્કીલ ડેવલપમેન્ટ માટે ડિજિટલ ઇકોસિસ્ટમ લૉન્ચ કરવામાં આવશે. જેનો ઉદ્દેશ ઑનલાઇન ટ્રેનિંગના માધ્યમથી નાગરિકો માટે સ્કિલ, રીસ્કિલ અને અપસ્કિલ પ્રદાન કરવાનો રહેશે. -રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય પારિસ્થિતિકી તંત્ર માટે એક ઓપન પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. -આવતા પાંચ વર્ષ દરમિયાન 60 લાખ નવી રોજગારી અને 30 લાખ કરોડની વધારાની ઉત્પાદન ક્ષમતા સાથે, આત્મનિર્ભર ભારતને બળ આપવામાં આવશે. -એગ્રિકલ્ચર યૂનિવર્સિટીના સિલેબસમાં ગ્રામીણ ક્ષેત્રોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવશે. AICTE અર્બન પ્લાનિંગ કોર્સિસનો વિકાસ કરશે.
મહામારીના કારણે બંધ થયેલી સ્કૂલ-કૉલેજથી લર્નિંગ આઉટકમને મોટુ નુકસાન થયું છે. ત્યારે સરકારે ડિજિટલ એજ્યુકેશન પર વધારે ભાર મૂક્યો છે અને લર્નિગને ઑનલાઇન કે હાઇબ્રિડ મોડમાં શિફ્ટ કરવાનો પણ પ્રયાસ કર્યો છે. હાયર એજ્યુકેશનના કોર્સિસને વધારે જૉબ ઓરિએન્ટેડ બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો