Money9 Gujarati:
વાહન બનાવતી કંપનીઓ ઈચ્છે છે કે, સરકાર આ વખતના બજેટમાં પણ હરિત પરિવહનને પ્રોત્સાહન આપવાની નીતિ જાળવી રાખે. કંપનીઓની દલીલ છે કે, અર્થતંત્રના વિકાસ માટે કોર સેક્ટરનો વિકાસ ઝડપી બનાવવાની જરરૂ છે. ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ તેમનું છઠ્ઠું બજેટ રજૂ કરશે. આ બજેટ ચૂંટણીલક્ષી બની રહેવાની ધારણા છે.
દેશના અલગ અલગ ઉદ્યોગો પણ આ વચગાળાના બજેટને લઈને અપેક્ષા સેવી રહ્યાં છે. ઉદ્યોગોનું માનવું છે કે લોકસભાની ચૂંટણી પહેલાં રજૂ થનારું આ બજેટ લોકપ્રિય બની રહેશે.
ઈલેક્ટ્રિક સેક્ટરને અપેક્ષા છે કે, ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો થાય, જીએસટીમાં છૂટ આપવામાં આવે અને ટેક્સના સ્લેબમાં ઘટાડો કરવામાં આવે. સાથે જ ઈલેક્ટ્રિક સેક્ટરને મોબાઈલ મેન્યુફેક્ચર, ટેક્નોલોજી પ્રોડક્ટ, ડ્રોન કમ્પોનન્ટ સેક્ટરમાં PLI સ્કીમને પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે.
સોલર સેક્ટરને છે અપેક્ષા છે કે, દેશમાં વડાપ્રધાન મોદી સોલર ઉર્જાને પ્રોત્સાહિત કરવા ઈચ્છે છે, તેના માટે સરકારે સૂર્યોદય યોજના શરૂ કરી છે અને સરકાર આ યોજનામાં એક કરોડ ઘરમાં સોલર પેનલ દ્વારા વીજળીનું ઉત્પાદન કરવા ઈચ્છે છે. આ યોજના હેઠળ સોલર પ્લાન્ટ લગાવવા પર સબસિડી આપવામાં આવે છે. ત્યારે સોલર સેક્ટરને અપેક્ષા છે કે સરકાર 2024 વચગાળા બજેટમાં સોલર સેક્ટરમાં આપવામાં આવતી સબસિડીને વધારી શકે છે
ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મોબાઈલ ફોન કમ્પોનન્ટસ અને સબ-એસેમ્બલી પર લાગતા 2.75 ટકા ટેરિફને ખત્મ કરવાની માગ કરી છે, આઈસીઈએ મુજબ ટેરિફથી નિર્માતાઓ પર બોજ વધે છે અને ઘરેલુ ઉદ્યોગ જોખમમાં મુકાય છે.
દેશમાં ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ અને ગેજેટ્સ પર લાગતા 28 ટકાના જીએસટીને ઓછો કરવાની માગ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે હાલમાં દેશની અંદર મોટી સંખ્યામાં લેપટોપ, મોબાઈલ અને બીજા ગેજેટ્સની માગ છે. ત્યારે જો સરકાર આ ગેજેટ્સ પર લાગતા જીએસટીને ઓછો કરે છે તો સામાન્ય લોકોને મોટી સરળતા રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો