• વોલેટિલિટી ઈન્ડેક્સ 20ને પાર

  ચૂંટણીના પરિણામો અગાઉના મહિનામાં દલાલ સ્ટ્રીટમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. મે મહિનામાં સેન્સેક્સ 2,000 પોઈન્ટ્સ તૂટ્યો છે અને વોલેટિલિટી ઈન્ડેક્સ (India VIX) છેલ્લાં 13 સેશનમાં ડબલ થઈ ગયો છે.

 • SME IPO દ્વારા પૈસા પડાવવાનો ખેલ

  Siphoning SME IPO Proceeds: કંપનીઓના માલિકો રોકાણકારોને ગેરમાર્ગે દોરીને કંપનીની ભાવિ વૃદ્ધિનું ખોટું ચિત્ર રજૂ કરીને ઊંચા ભાવે શેર પધરાવી દેતા હોય છે. આવો એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં સેબીએ કંપની અને તેના પ્રમોટર સામે કડક પગલાં ભર્યાં છે.

 • 1.3 કરોડ મ્યુ. ફંડ ખાતા હૉલ્ડ

  SEBIના કાર્યક્ષેત્ર હેઠળ આવતા 11 કરોડ રોકાણકારોમાંથી લગભગ 1.3 કરોડ રોકાણકારોના ખાતા KYCના નિયમોને અનુરૂપ ન હોવાનું જાણવા મળ્યું છે અને આથી આ ખાતા ‘on hold’ કરી દેવાયા છે.

 • બજાજ ઓટોએ અપેક્ષાથી સારા પરિણામ આપ્યા

  પૂણે સ્થિત ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર કંપની બજાજ ઓટોએ માર્ચ 2024માં પૂરા થયેલા ક્વાર્ટરમાં 11,555 કરોડ રૂપિયાની આવક અને 2,011 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ જાહેર કર્યો છે.

 • ઈન્ફોસિસે અપેક્ષાથી સારા પરિણામ આપ્યા

  બેંગાલુરુ સ્થિત ઈન્ફોસિસે માર્ચ 2024માં પૂરા થયેલા ક્વાર્ટરમાં Rs 37,923 કરોડની આવક અને Rs 7,969 કરોડનો ચોખ્ખો નફો જાહેર કર્યો છે. નાણાકીય વર્ષ 2023-24માં ચોખ્ખો નફો 8.87% વધી Rs 26,248 કરોડ જ્યારે આવક Rs 1,53,670 કરોડ થઈ છે.

 • FY24માં દર મહિને ખુલ્યા 30 લાખથી વધુ ડિમ

  રસપ્રદ વાત એ છે કે ગયા નાણાકીય વર્ષ 2023-24માં પ્રથમ વખત ડીમેટ ખાતાધારકોની કુલ સંખ્યા 15 કરોડને વટાવી ગઈ હતી.

 • NSE શરૂ કરશે 4 નવા ઈન્ડેક્સ

  NSE કેપિટલ માર્કેટ અને F&O સેગમેન્ટમાં 4 નવા ઈન્ડેક્સની શરૂઆત થશે. આ ઈન્ડેક્સમાં Nifty Tata Group 25 percent Cap, Nifty 500 Multicap India Manufacturing 50:30:20, Nifty 500 Multicap Infrastructure 50:30:20 અને Nifty MidSmall Healthcareનો સમાવેશ થાય છે.

 • મ્યુચ્યુઅલ ફંડમાં Rs250ની SIP થઈ શકશે

  SEBIના ચેરપર્સન માધબી પુરી બુચે જણાવ્યું છે કે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે FMCG ઉદ્યોગના "sachetization"માંથી શીખ લેવી જોઈએ અને Financial Productsને બહોળા વર્ગ સુધી કેવી રીતે પહોંચાડવી તે દિશામાં કામ કરવું જોઈએ.

 • વિદેશી ETFમાં નવા રોકાણ પર પ્રતિબંધ

  વિદેશમાં લિસ્ટ ETFમાં રોકાણ કરનારા મ્યુચ્યુઅલ ફંડ્સને SEBIએ નવું રોકાણ લેવાની ના પાડી છે. વિદેશી સિક્યોરિટીઝમાં રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ્સ માટે $7bની ટોચમર્યાદા છે. વિદેશી ETFમાં રોકાણ કરવા માટે $1bની પણ અલગ મર્યાદા છે અને આ મર્યાદા નજીક છે.

 • હવે સોદો કરશો તે જ દિવસે જમા થશે શેર

  ભારતીય સ્ટૉક એક્સચેન્જ અત્યારે T+1 trade settlement સિસ્ટમનું પાલન કરે છે. પરંતુ 28 માર્ચ સુધીમાં વૈકલ્પિક ધોરણે T+0 સેટલમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમ શું છે અને તેનાથી શું ફાયદો થશે, તે સમજીએ.