Bajaj Auto Q4 Result: ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર બનાવતી કંપની બજાજ ઓટોએ માર્ચ 2024માં પૂરા થયેલા ક્વાર્ટરમાં 11,555 કરોડ રૂપિયાની આવક અને 2,011 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ જાહેર કર્યો છે. એનાલિસ્ટ્સના અંદાજ કરતાં પણ કંપનીએ સારા પરિણામ જાહેર કર્યાં છે. બજાજ ઓટોના બોર્ડે શેર દીઠ 80 રૂપિયા ડિવિડન્ડને મંજૂરી આપી છે. બજાજ ઓટોનો શેર BSE પર 18 એપ્રિલે 1.61 ટકા વધીને 9,062 રૂપિયાએ બંધ રહ્યો હતો.
નફો 18%, આવક 30% વધી
પૂણે સ્થિત બજાજ ઓટોએ 2023ના માર્ચ ક્વાર્ટરમાં 1,704.74 કરોડ રૂપિયાનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, એટલે તેની સરખામણીએ માર્ચ-2024 ક્વાર્ટરનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 18 ટકા વધારે છે. કંપનીએ આવકમાં 30 ટકા વૃદ્ધિ કરી છે, કારણ કે, માર્ચ-2023 ક્વાર્ટરમાં કંપનીની આવક 8,660 કરોડ રૂપિયા રહી હતી. કંપનીની કુલ આવક માર્ચ-2023 ક્વાર્ટરમાં 9,192.73 કરોડથી 29.6 ટકા વધીને માર્ચ-24 ક્વાર્ટરમાં 11,914.94 કરોડ રૂપિયા થઈ છે.
નાણાકીય વર્ષનું પ્રદર્શન
નાણાકીય વર્ષ 2023-24માં બજાજ ઓટોનો ચોખ્ખો નફો 7,708.24 કરોડ રૂપિયા થયો હતો, જે નાણાકીય વર્ષ 2022-23ના 6,060.21 કરોડ રૂપિયાની સરખામણીએ 27 ટકા વધારે છે. આવકની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2022-23માં કંપનીની આવક 35,391.5 કરોડ રૂપિયાથી 23.7 ટકા વધીને 43,782.08 કરોડ રૂપિયા થઈ હતી. કંપનીએ વાહનોના વેચાણમાં તેમજ સ્પેર્સના વેચાણમાં મજબૂત વૃદ્ધિ કરી હોવાથી તેને આવક વધારવામાં મદદ મળી છે.
Published - April 18, 2024, 10:03 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો