• ક્યારથી બેસશે સત્તાવાર ચોમાસું?

  હવામાન વિભાગે આગાહી કરી છે કે, નૈઋત્યનું ચોમાસું 31 મે સુધીમાં કેરળ આવી પહોંચે તેવી શક્યતા છે. આ આગાહીમાં ± 4 daysની ત્રુટિ હોઈ શકે છે. સામાન્ય રીતે, કેરળમાં ચોમાસું બેસવાની સત્તાવાર તારીખ 1 જૂન છે.

 • ભારતની વેપાર ખાધ વધી

  એપ્રિલ 2024માં વેપાર ખાધ 19.1 અબજ ડૉલર થઈ ગઈ હતી, જે માર્ચ 2024ના અંતે 15.6 અબજ ડૉલર અને એપ્રિલ 2023માં 14.44 અબજ ડૉલર હતી.

 • સોનાની કિંમતમાં વધારો, કોપર પણ વધ્યું

  અમેરિકામાં રેટ કટ માટે છેક 2024ના અંત સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિને જોતાં ગોલ્ડની કિંમત ફરી વધવા લાગી છે.

 • US-ચીન વેપાર યુદ્ધની અસર ભારત પર પડશે?

  ગ્લોબલ થિન્ક-ટેન્ક GTRIના જણાવ્યા પ્રમાણે, અમેરિકાએ ચીનના ઉત્પાદનો પર ઊંચા વેરા લાદ્યા હોવાથી ચીન પોતાની પ્રોડક્ટ્સ ભારત સહિતના દેશોમાં ડમ્પ કરે તેવી શક્યતા છે. ચીન ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ, સોલર સેલ અને બેટરીનું ડમ્પિંગ કરી શકે છે.

 • ભારત પાસે સોનાનો ભંડાર કેટલો છે?

  RBI પાસે માર્ચ 2024ના અંત સુધીમાં કુલ 822 મેટ્રિક ટન સોનાનો સ્ટોક હતો, જેમાંથી 408 મેટ્રિક ટન સોનું દેશમાં રાખવામાં આવ્યું હતું. માર્ચ 2019ના અંતે કુલ સોનાનો ભંડાર 612 મેટ્રિક ટન હતો, જેમાંથી 292 મેટ્રિક ટન સ્થાનિક સ્તરે હતો.

 • એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 1.26% થયો

  સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર, એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો (wholesale Inflation) 1.26%ના 13 મહિનાના ઊંચા સ્તરે પહોંચી ગયો છે. સતત છ મહિનાથી જથ્થાબંધ ફુગાવો પોઝિટિવ રહ્યો છે.

 • ઘઉંની ખરીદી ધીમી પડી

  કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર, પાક વર્ષ 2023-24માં ઘઉંનું ઉત્પાદન 1,120.19 લાખ ટન થશે, જે ગયા વર્ષે 1,105.54 લાખ ટન હતું. સરકારે માર્કેટિંગ વર્ષ 2024-25 માટે 196 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે.

 • REIT, InvITનું આકર્ષણ વધ્યું

  ભારતનો વૃદ્ધિદર ઝડપી હોવાથી રોકાણકારોમાં REIT અને InvIT વૈકલ્પિક રોકાણ સાધનો તરીકે આકર્ષણ જમાવી રહ્યાં છે. ખાસ કરીને શ્રીમંત લોકોમાં તેમની લોકપ્રિયતા વધી રહી છે.

 • કૃષિ નિકાસ 8.8% ઘટીને $43.7 bn થઈ

  Agri exports: લાલ સમુદ્રમાં કટોકટી (Red Sea Crisis), રશિયા-યુક્રેન યુદ્ધ અને સરકારે ઘઉં, ચોખા, ખાંડ તથા ડુંગળી જેવી મહત્ત્વપૂર્ણ ખાદ્ય ચીજવસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા હોવાથી નિકાસ પર અસર પડી છે.

 • શેરબજાર માટે કેવું રહ્યું સપ્તાહ?

  BSE Sensex 599 પોઈન્ટ્સ વધીને 73,088એ બંધ રહ્યો જ્યારે NSE Nifty50 ઈન્ડેક્સ 151 પોઈન્ટ્સ વધીને 22,147ના લેવલં બંધ રહ્યો હતો.