होम » Breaking Briefs
LPG Price Cut: ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં Rs 20 સુધીનો ઘટાડો કર્યો છે જ્યારે વિમાની ઈંધણના ભાવ વધાર્યા છે.
GST collection in April 2024: સરકારને GST કલેક્શન દ્વારા થતી આવકનો આંકડો રેકોર્ડ ઊંચાઈ પહોંચી ગયો છે અને નાણાકીય વર્ષના પ્રથમ મહિને જ Rs 2 લાખ કરોડથી વધારે GST કલેક્શન નોંધાયું છે.
ઉત્તરાખંડની લાયસન્સિંગ ઓથોરિટીએ પતંજલિ ગ્રૂપના 14 ઉત્પાદનો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.
ભારતના બે મુખ્ય સ્ટૉક એક્સચેન્જ BSE & NSE મે મહિનામાં કુલ 10 દિવસ માટે ટ્રેડિંગ બંધ રાખશે. મહારાષ્ટ્ર દિવસ અને ચૂંટણીના લીધે તેમજ શનિવાર અને રવિવારના લીધે શેરબજારોમાં 10 દિવસની રજા આવશે.
બ્રોકરેજ કંપની પ્રબુદાસ લીલાધરે રિપોર્ટમાં જણાવ્યું છે કે, ડિસેમ્બર 2024 સુધીમાં નિફ્ટી 25,800એ પહોંચવાની શક્યતા છે. અત્યારે નિફ્ટી ઈન્ડેક્સ 22,500ની આસપાસ છે.
જર્મનીની કાર કંપની ઓડીએ જૂન મહિનાથી કિંમતમાં 2 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.
ભારતનો વૃદ્ધિદર ઝડપી હોવાથી રોકાણકારોમાં REIT અને InvIT વૈકલ્પિક રોકાણ સાધનો તરીકે આકર્ષણ જમાવી રહ્યાં છે. ખાસ કરીને શ્રીમંત લોકોમાં તેમની લોકપ્રિયતા વધી રહી છે.
Agri exports: લાલ સમુદ્રમાં કટોકટી (Red Sea Crisis), રશિયા-યુક્રેન યુદ્ધ અને સરકારે ઘઉં, ચોખા, ખાંડ તથા ડુંગળી જેવી મહત્ત્વપૂર્ણ ખાદ્ય ચીજવસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા હોવાથી નિકાસ પર અસર પડી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમે માર્ચ-2024 ક્વાર્ટરમાં બજારની અપેક્ષા મુજબ પરિણામ જાહેર કર્યાં છે. કંપનીની આવક 11% જ્યારે નફો 13% વધ્યો છે.
21 એપ્રિલ, 2024ના રોજ એક જ દિવસમાં ભારતનો હવાઈ ટ્રાફિક કોવિડ પહેલાંની સરેરાશ કરતાં 14 ટકા વધારે નોંધાયો છે.