HOME » Breaking Briefs
LICની સ્પેશિયલ રિવાઈવલ સ્કીમ હેઠળ તમે અમુક શરતો અને મર્યાદાનું પાલન કરીને પૉલિસી ફરીથી ચાલુ કરાવી શકો છો અને વીમા કવર મેળવી શકો છો.
SEBIએ ડિમેટ ખાતાધારકોને પાન કાર્ડ અને બેન્ક માહિતી આપવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર સુધી લંબાવી છે. ટ્રેડિંગ એકાઉન્ટ્સ માટે નોમિનેશન ઉમેરવાના નિયમમાં પણ રાહત આપી છે અને તેને સ્વૈચ્છિક જરૂરિયાત બનાવી છે.
અમેરિકા, યુરોપમાં ડાયમંડની ડિમાન્ડ ઘટી છે. ચીનમાં પણ હજુ સુધી જોઈએ તેવી માંગ વધી નથી. આથી ડાયમંડની નિકાસ ઘટવાનો અંદાજ રેટિંગ એજન્સી ICRAએ વ્યક્ત કર્યો છે.
સરકારે તુવેર અને અડદના ભાવ અંકુશમાં રાખવા માટે સ્ટૉક લિમિટ ઘટાડી છે પરંતુ નિયમ વધુ બે મહિના માટે લંબાવ્યો છે.
હળદરના ભાવ પ્રતિ ક્વિન્ટલ Rs 18,000ની સપાટીએ પહોંચ્યા બાદ હવે ઘટવા લાગ્યા છે. શક્યતા છે કે, તહેવારો બાદ હળદરના ભાવ હજુ નીચે જશે.
વૈશ્વિક સ્તરે ખાંડના ભાવ નવી ટોચ બનાવી રહ્યાં છે ત્યારે ભારતમાં ખાંડ કડવી ના થઈ જાય તે માટે સરકારે કેટલાક પગલાં ભર્યાં છે.
Bank Holidays In October: ઓક્ટોબર મહિનામાં પાંચ રવિવાર અને બીજા તથા ચોથા શનિવારની કુલ સાત રજા છે. આ ઉપરાંત અન્ય તહેવારોની રજાઓ સાથે કુલ 16 દિવસ બેન્ક બંધ રહેશે.
JPMorganએ જણાવ્યું છે કે, 28 જૂન, 2024થી ભારતનાં બોન્ડ્સને ગ્લોબલ ઈન્ડેક્સમાં સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા 10 માસ સુધી ચાલશે.
ટ્રેડર્સને 'ફ્રીક ટ્રેડ'થી બચાવવા માટે BSEએ સ્ટૉપ-લૉસ માર્કેટ (SL-M) ઑર્ડર બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી નાના ટ્રેડર્સને ફાયદો થશે.
ઓક્ટોબર 2021માં ભારતનું વિદેશી હૂંડિયામણ 645 અબજ ડૉલરના સર્વોચ્ચ સ્તરે નોંધાયું હતું, પરંતુ ત્યારથી તે ઘટીને હવે 593.04 અબજ ડૉલર થયું છે.