Motorola Edge 50 Fusion ભારતમાં લોન્ચ, મળી રહ્યું છે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ, આમાં છે ઘણાં દમદાર ફિચર્સ
Motorola Edge 50 Fusion ભારતમાં લોન્ચ થઇ ચૂક્યો છે, જેમાં ઘણાં દમદાર ફિચર્સ, પ્રોસેસર અને કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આજે આ સ્માર્ટફોનનું પહેલું સેલ શરુ થઇ ગયું છે. જેમાં ઘણી સારી ઓફર અને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
Money9: Motorola Edge 50 Fusion ભારતમાં લોન્ચ થઇ ચૂક્યો છે, જેમાં ઘણાં દમદાર ફિચર્સ, પ્રોસેસર અને કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આજે આ સ્માર્ટફોનનું પહેલું સેલ શરુ થઇ ગયું છે. જેમાં ઘણી સારી ઓફર અને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલ આજે બપોરે 12 વાગેથી ફ્લિપકાર્ટ પર શરુ થઇ ગયું છે. Motorola Edge 50 Fusionને ભારતમાં બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં બેઝ મોડલની કિંમત 22999 રૂપિયા છે, જેમાં 8GB Ram અને 128Gbનું ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. તો બીજું વેરિએન્ટ 12Gb Ram અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આવે છે. જેની કિંમત 24,999 રૂપિયા છે. Flipkart પર લિસ્ટેડ ડિટેલ્સ અનુસાર ફોનને 20,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
Motorola Edge 50 Fusionના ફિચર્સ
Motorola Edge 50 Fusionમાં 6.7-inch full-HD+ pOLED curved ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. આની પર Gorilla Glass 5નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ ફોન Qualcomm Snapdragon 7s Gen 2 ચિપસેટ સાથે આવે છે. આમાં 12GB of LPDDR4X RAM અને 256GB સુધી ઇન્ટરનલ સ્ટોરેજ મળશે.
Motorola Edge 50 Fusionની બેટરી
Motorola Edge 50 Fusionમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 68W TurboPower charging સપોર્ટ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે આ એકવાર ફુલ ચાર્જિંગ બાદ આખા દિવસનો બેટરી બેકઅપ આપી શકે છે.
Motorola Edge 50 Fusionનો કેમેરા
Motorola Edge 50 Fusionના કેમેરા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. તેમાં પ્રાઇમરી કેમેરા 50-megapixelનો છે. 13MPનો અલ્ટ્રા વાઇડ એંગલ લેંસ આપવામાં આવ્યો છે. જે મેક્રો સેન્સરની જેમ કામ કરી શકે છે. તેમાં 32MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
Published - May 22, 2024, 07:08 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો