Money9 Gujarati:
iPhones બનાવતી કંપની Apple સામે અમેરિકાના ન્યાય વિભાગ અને 16 રાજ્યના એટર્ની જનરલે 21 માર્ચે અવિશ્વાસનો દાવો દાખલ કર્યો હતો. અમેરિકાના સર્વોચ્ચ ન્યાય વિભાગે Appleની પહોંચ અને પ્રભાવ સામે સૌથી મહત્વપૂર્ણ પડકાર ફેંક્યો છે અને જણાવ્યું છે કે, Apple તેની આઈફોન ઈકોસિસ્ટમ દ્વારા એકાધિકાર ઊભો કર્યો છે. કંપનીએ ગ્રાહકો, ડેવલપર્સ અને હરીફ ફોન ઉત્પાદકોના ભોગે પોતાનો વિકાસ કર્યો છે અને ફોનની કિંમતને અતિ ઊંચા સ્તરે પહોંચાડી છે.
આ હિલચાલને પગલે ગુરુવારે Appleનો શેર 4 ટકાથી પણ વધુ તૂટ્યો હતો. મુકદ્દમામાં દાવો કરવામાં આવ્યો છે કે Appleની સ્પર્ધા વિરોધી પ્રથાઓ માત્ર iPhone પૂરતી સીમિત નથી, પરંતુ Apple Watch બિઝનેસમાં પણ પ્રસરી છે કારણ કે, કંપની જાહેરાત, બ્રાઉઝર, ફેસટાઇમ અને ન્યૂઝ ઓફરિંગ પણ આપે છે.
ન્યુ જર્સીની ફેડરલ કોર્ટમાં ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ (DOJ) અને 16 એટર્ની જનરલ દ્વારા દાખલ કરાયેલા દાવા અનુસાર, “એપલના આચરણના દરેક પગલાએ તેના સ્માર્ટફોન એકાધિકારને વધુ મજબૂત બનાવ્યો છે.”
Apple તેના આઈફોનના બિઝનેસ દ્વારા અઢળક કમાણી કરે છે. 2023માં કંપનીએ આ બિઝનેસમાં 200 અબજ ડૉલરથી પણ વધારે આવક મેળવી હતી. એપલ વોચ બિઝનેસ દ્વારા કંપનીને 85 અબજ ડૉલરની આવક થાય છે. હવે, કંપનીએ તેના આ સૌથી મૂલ્યવાન બિઝનેસમાં કેટલાક ફેરફાર કરવા પડશે અને તેની અસર કંપનીની આવક તથા નફા પર પડી શકે છે.
યુ.એસ. એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ એકાધિકાર શક્તિને “ભાવોને નિયંત્રિત કરવાની અથવા સ્પર્ધાને બાકાત રાખવાની શક્તિ” તરીકે વ્યાખ્યાયિત કરી છે. “અમારી ફરિયાદમાં દર્શાવ્યા મુજબ, એપલ પાસે સ્માર્ટફોન માર્કેટમાં તે શક્તિ છે,” ગારલેન્ડે કહ્યું. “જો પડકાર વિના છોડી દેવામાં આવે તો, એપલ ફક્ત તેના સ્માર્ટફોન એકાધિકારને મજબૂત કરવાનું ચાલુ રાખશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો