બાબા રામદેવની મુશ્કેલી વધી રહી છે. ઉત્તરાખંડ સ્ટેટ લાયસન્સિંગ ઓથોરિટીએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે, તેણે પતંજલિ આયુર્વેદ અને દિવ્યા ફાર્મસીની 14 પ્રોડક્ટ્સ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે.
હરિદ્વારના ઔષધિ વિભાગે જણાવ્યું છે કે, બાબા રામદેવની કંપનીએ આ પ્રોડક્ટની માહિતી આપી નહોતી તેમજ જવાબ પણ સંતોષજનક નહોતો. કંપનીએ ગેરમાર્ગે દોરતી જાહેરાતો પણ ફેલાવી હતી. આથી, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1945ની કલમ 159 (1) હેઠળ તેના ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ 14 પ્રોડક્ટમાં શ્વાસરિ ગોલ્ડ, શ્વાસરિ વટી, બ્રોન્કોમ, શ્વાસરિ પ્રવાહી, શ્વાસરિ અવલેહ, મુક્તા વટી એક્સ્ટ્રા પાવર, લિપિડોમ, બીપી ગ્રિટ, મુધગ્રિટ, મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર, લિવામૃત એડવાન્સ, લિવોગ્રિટ, આઈગ્રિટ ગોલ્ડ અને પતંજલિ દ્રિષ્ટિ આઈ ડ્રોપનો સમાવેશ થાય છે.
પ્રતિબંધિત પ્રોડક્ટની યાદી
Swasari Gold
Swasari Vati
Bronchom
Swasari Pravahi
Swasari Avaleh
Mukta Vati Extra Power
Lipidom
Bp Grit
Madhugrit
Madhunashini Vati Extra Power
Livamrit Advance
Livogrit
Eyegrit Gold
Patanjali Drishti Eye Drop
સર્વોચ્ચ અદાલત પણ બગડી
સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ રામદેવને ઉત્પાદનોની અસરકારકતા અંગે કંપની દ્વારા સતત પ્રસારિત કરવામાં આવતી ભ્રામક જાહેરાતો માટે ઠપકો આપ્યો છે. આ સંબંધમાં, બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ વતી માફી પત્ર પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
Published - April 30, 2024, 06:57 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો