Money9: મામાઅર્થના કો-ફાઉન્ડર ગઝલ અલઘે કહ્યું કે મોદી સરકારના સહયોગને કારણે તેમની કંપની આગામી 10 વર્ષમાં લાખો નવી રોજગારીની તકો ઊભી કરશે. મોદી સરકારના વખાણ કરતા ગઝલ અલઘે કહ્યું કે સરકારના સપોર્ટથી છેલ્લા સાત વર્ષમાં તેમણે તેમની કંપનીને પબ્લિક કરવાની સાથે સાથે 10,000 લોકોને રોજગારી આપી છે. વાસ્તવમાં, ગઝલ અને તેના પતિ વરુણ અલઘે સ્ટાર્ટઅપ ઈન્ડિયાની શરૂઆત પછી મામાઅર્થ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું.
પીએમનો માન્યો આભાર
પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનતા તેમણે લખ્યું કે, ‘ધન્યવાદ નરેન્દ્ર મોદી, તમારા આશીર્વાદ અને તમારી સરકારના સહયોગથી અમે આગામી 10 વર્ષમાં લાખો નવી રોજગારીની તકો ઊભી કરીશું.’ એટલું જ નહીં તેમણે લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંપનીની સફળતા માટે તેમને શુભકામનાઓ પાઠવી અને સાથે એમ પણ કહ્યું કે અમારી સરકાર સ્ટાર્ટઅપ અને વેલ્થ ક્રિએશનને પ્રોત્સાહિત કરે છે.
Thank you @narendramodi ji 🙏
Aapke aashirvaad aur Modi sarkaar ke support ke sath lakhon jobs create karenge agle 10 saal mein.
This truly fuels our passion and makes us even more determined to succeed. We will take Indian beauty to the world and place the Bharat flag… pic.twitter.com/GzuEU6Qrfc