Money9: અજાણ્યા નંબર પરથી આવેલા દરેક કોલને તમે ઉપાડી જ લેતા હોવ છો. કારણ કે શું ખબર એ કોઇ જરૂરી કોલ હોય…પરંતુ જો તમે આમ કરો છો તો થઇ જજો સાવધાન..અતુલની સાથે શું થયું એ જરા સાંભળો..
અતુલને શર્મા અંકલ યાદ ન આવ્યા પરંતુ જે રીતે એક પરીચિતની જેમ કોલરે વાત કરી, અતુલને વિશ્વાસ થઇ ગયો કે અંકલ ઓળખીતા છે. અતુલ પેમેન્ટ કરવાનો જ હતો કે તેને અચાનક મગજમાં લાઇટ થઇ..જો પોલિસી LICની છે તો પેમેન્ટ LICને કરવું પડે ન કે શર્મા અંકલને..અતુલે ફોન કાપ્યો અને પપ્પા સાથે વાત કરી..તો ખબર પડી કે આ પ્રકારની કોઇ પોલિસી તેમણે ક્યારેય લીધી જ નથી. અતુલ તો બચી ગયો પણ તમે સાવધાન રહેજો..
આવા કોલથી બચવાનો એક જ રસ્તો છે કે પેમેન્ટ કરતા પહેલા ચેક કરો આવી કોઇ પોલિસી તમે કે તમારા પરિવારે ક્યારેય લીધી છે કે નહીં..તમારા અને ફ્રોડ કોલની વચ્ચે ફક્ત એક કોલનું જ અંતર હોય છે. નોકરીના નામે પણ આ પ્રકારના ફ્રોડ કોલની જાળ ફેલાવાઇ રહી છે. મોહિત આવા જ વર્ક ફ્રોમ હોમની ફ્રોડ જાળમાં ફસાઇ ગયો. જો કે આ ફ્રોડની શરૂઆત વોટ્સએપના મેસેજથી થઇ..મોહિતના ફોનમાં મેસેજ આવ્યો..જેમાં લખ્યું હતું-હું પૂજા ભાટીયા, MNC ની HR તરફથી મેસેજ કરી રહી છું..જો તમે ગ્રેજ્યુએટ છો અને દિવસના કેટલાક કલાક જ ફ્રી રહો છો તો અમારી સાથે જાડાઓ અને ઘેર બેઠા કમાણી કરો.
એટલે કે ફ્રોડ કરનારા તમારો સંપર્ક નહીં કરે પરંતુ મેસેજ વાંચીને તમે તેને સામેથી ફોન કરશો. જો તમે તેને ફોન કર્યો એટલે કે વર્ક ફ્રોમ હોમનો જે દાણો તેમણે ફેંક્યો તેનો તમે શિકાર થઇ ગયા. આ પ્રકારના કોલમાં કેટલાક સહેલા કામ બતાવવામાં આવે છે જેમ કે કન્ઝ્યુમર સર્વેના સામાન્ય સવાલોના જવાબ ભરો કે ટ્યુબ વીડિયો લાઇક કરવાનું કામ આપવામાં આવે છે. ટોકન તરીકે 500 કે 1000 રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. પછી મેમ્બરશિપ લઇને એકાઉન્ટ ખોલવાની લાલચ આપવામાં આવશે. લાલચ એવી અપાશે કે તમે અત્યારે તો એક દિવસમા 1 હજાર રૂપિયા કમાઇ રહ્યા છો પરંતુ જો મેમ્બર બનશો તો 15 થી 20 હજાર રૂપિયાની કમાણી થશે. મેમ્બરશિપ માટે 5 થી 10 હજાર રૂપિયાની ફી લેવામાં આવશે. નકલી મેમ્બરશિપના એકાઉન્ટમાં તમને પૈસા ક્રેડિટ થતા દેખાતા રહેશે પરંતુ આ રકમ ફક્ત દેખાડવા પૂરતી જ હોય છે. ક્યારેય મળશે નહીં અને રાતોરાત કંપની ગાયબ થઇ જશે.
એક બીજો કોલ જેનાથી તમારે સાવધાન રહેવાની જરૂર છે અને તે છે KYC કોલ..KYC એટલે Know Your Customer ની પ્રોસેસને પૂરી કરવા માટે કોઇ નાણાકીય સંસ્થા, જેવી કે બેંક કે ઇ-વોલેટનું નામ લઇને ફોન કરવામાં આવી રહ્યા છે. અરજન્સી બતાવીને કહેવામાં આવશે કે તમારી આઇડેન્ટિટી વેરીફાઇ ન થઇ તો આવતા 24 કલાકમાં તમે કોઇ પેમેન્ટ નહીં કરી શકો. તમારુ બેંક એકાઉન્ટ બ્લોક થઇ જશે. આમ ન થાય એટલા માટે એક લિંક મોકલી રહ્યા છીએ તેને ક્લિક કરો અને KYC અપડેટ કરાવી લો.
આવા કોલ સાંભળો ત્યારે એક વાત બરોબર ગળે ઉતારી લો….કે કોઇપણ અજાણ્યા નંબરથી આવેલી લિંક પર ક્લિક ન કરો. આ લિંક એક નકલી એપ કે સાઇટની હોય છે. જેને ખોલવા માટે OTP માંગવામાં આવશે. સાયબર ફ્રોડ કરનારા પાસે પહેલથી જ તમારા કાર્ડની કે બેંકની ડિટેલ હોય છે. અને તે OTP કોઇ વેબસાઇટનો નહીં પરંતુ તમારી બેંક એકાઉન્ટથી થઇ રહેલા ટ્રાન્ઝેક્શનનો હશે જેને તમે શેર કરી દેશો..
આવા ફ્રોડ કોલથી રહેજો સાવધાન..અને જો આવા ફ્રોડ કોલના શિકાર બની જાઓ છો તો તેની ફરિયાદ National cyber crime reporting portal – cybercrime.gov.in પર કે toll-free national helpline number 1930 પર નોંધાવો.. સાયબર ઠગ દિવર-રાત તમને લૂંટવાની નવી નવી રીતો શોધતા રહે છે. અને તેનાથી બચવા માટેની એક જ રીત છે કે તમે દિવસ-રાત એલર્ટ રહો..જાગતા રહો..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો