Money9: સુરભિ દર મહિને SIPમાં પૈસા નાંખે છે. ગયા મહિને ડ્યૂ ડેટ સુધી પેમેન્ટ કરવાનું ભુલી ગઇ. આ ભૂલ તેને ભારે પડી..પેમેન્ટ તો મિસ થયું જ સાથે સાથે એક પેનલ્ટી પણ ભરવી પડી. સુરભિએ તેના એક દોસ્તને આ અંગે જણાવ્યું તો દોસ્તે તેને ઇ-મેન્ડેટની સુવિધાનો ઉપયોગ કરવાની સલાહ આપી. સુરક્ષિ જેવા લોકો માટે આ સુવિધા ઘણાં કામની છે અને તેના ઘણાં ફાયદા છે જે અંગે અમે આ વીડિયોમાં વાત કરીશું. પરંતુ સૌથી પહેલા સમજીએ કે E-Mandate છે શું?
E-Mandate હેઠળ તમે એક મેન્ડેટ એટલે કે મંજૂરી આપો છો કે તમારા બેંક ખાતામાંથી ઓટોમેટિકલી એટલે કે સીધા પૈસા ડિડક્ટ કરી દેવામાં આવે. આ મેન્ડેટ તમે રિકરિંગ પેમેન્ટ માટે આપો છો. આ સુવિધા હેઠળ મહિના એક ચોક્કસ તારીખે તમારા ખાતામાંથી એક એમાઉન્ટ આપમેળે ડિડક્ટ થઇ જશે. તમે કોઇ મંથલી SIP લઇને રાખી છે કે ક્રેડિટ કાર્ડના બિલ માટે ઓટો ડેબિટ ઓપ્શન પસંદ કરીને રાખ્યું છે તો પૈસા પોતાની મેળે એકાઉન્ટમાંથી કપાઇ જશે. પરંતુ તમારે એ ઇન્સ્યોર કરવું પડશે કે ચોક્કસ તારીખે તમારા ખાતામાં પૈસા હોય.
આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારે બેંક બ્રાન્ચમાં જવા કે કોઇ લાંબુ ફોર્મ ભરવાની જરૂર નથી. E-mandate માટે રજિસ્ટ્રેશન કરવું સહેલું છે. આના માટે તમારે તમારી બેંક અને કાર્ડની ડિટેલ્સ રજિસ્ટર કરવી પડશે. આ રજિસ્ટ્રેશનની સાથે તમે તમારા મર્ચન્ટ પ્લેટફોર્મ પર સરળતાથી રિકરિંગ પેમેન્ટ સેટઅપ કરી શકો છો.
માની લો તમારા હોમ લોનની 16,000 રૂપિયાની મંથલી EMI છે. અને તે દર મહિને 5 તારીખે ડ્યૂ થાય છે. E-mandate આપીને તમે બેંકને નક્કી કરેલી તારીખે ઓટોમેટિકલી એમાઉન્ટ ડેબિટ કરવાની મંજૂરી આપી દો છો. આનાથી તમે સમયસર પેમેન્ટ કરી દેશો અને લેટ પેમેન્ટ પર લાગતી પેનલ્ટી અને ચાર્જિસથી પણ બચી જશો.
આના ફાયદાની વાત કરીએ તો તે ઘણાં સરળ છે. તેમાં કોઇ રિમાન્ડર કે એલાર્મની જરૂરિયાત નથી હોતી. એકવાર તમે E-mandate આપી દીધો તો તમારે કંઇ નથી કરવાનું. ફક્ત એકાઉન્ટમાં પૈસા હોય, એ ઇન્શ્યોર કરવું પડશે. દર વખતે પેમેન્ટના દિવસે આપમેળે એકાઉન્ટમાંથી એમાઉન્ટ ડિડક્ટ થઇ જશે. આ સુવિધા સંપૂર્ણ રીતે ફ્રી છે. આના માટે કોઇ હિડન ચાર્જ કે એન્યુઅલ ફી નથી આપવી પડતી. તમે સરળતાથી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ SIP રોકાણ, લોનની EMI વગેરે ભરી શકો છો.
એક બીજો ફાયદો એ છે કે તે સિક્યોર છે. E-Mandate, National Payments Corporation of India એટલે કે NPCI તરફથી રજૂ કરવામાં આવેલા National Automated Clearing House ફંક્શનનો હિસ્સો છે. તે એડવાન્સ સિક્યોરિટી સુવિધાઓથી સજ્જ છે.
એક બીજો મોટો ફાયદો એ છે કે આનાથી તમે લોનની જાળમાં ફસાવાથી બચો છો. તમે તમારા બજેટના હિસાબે પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પસંદ કરો છો. ક્રેડિટ કાર્ડથી ખર્ચ પણ તે જ હિસાબે કરો છો. તમે મંથલી બજેટનો એક હિસ્સો પહેલેથી જ ઓટો ડેબિટ માટે એકાઉન્ટમાં છોડી દે છે. આનાથી તમારી ફાઇનાન્સિયલ હેલ્થ બરોબર રહે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો