MONEY9 GUJARATI: હવે જલ્દી જ તમે બોલીને યુપીઆઈથી પેમેન્ટ એટલે કે Conversation Payment કરી શકશો. વાસ્તવમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા Conversation Paymentsનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે જો ડિજિટલ ઈકોનોમી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હાથ મિલાવશે, તો કન્ઝ્યૂમરને સરળતા રહેશે અને UPI જેવી સિસ્ટમની પહોંચ વધશે… તેથી, Conversation Payments દ્વારા RBI,, AI અને UPIને જોડીને એક નવું અને સરળ પેમેન્ટ સિસ્ટમ લઈને આવશે..
RBIના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની મદદથી UPIમાં એવી સિસ્ટમ તૈયાર કરવામાં આવશે જે યુઝરને બોલીને એટલે કે Conversation દ્વારા પેમેન્ટ કરવાની મંજૂરી આપશે. એક્સપર્ટ માને છે કે આ પ્રકારના વૉઇસ કમાન્ડનો ઉપયોગ તે UPI વપરાશકર્તાઓ માટે સરળ બનશે જેઓ વાંચતા અને લખતા નથી જાણતા. આવા લોકો બોલીને પૈસા ચૂકવી શકશે. આ સુવિધા શરૂઆતમાં હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં ઉપલબ્ધ થશે. બાદમાં તે અન્ય ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ થશે.
જુલાઈ 2023 સુધીમાં UPI ટ્રાન્ઝેક્શનનો આંકડો લગભગ 10 અબજ સુધી પહોંચી ગયો છે. વૉઇસ પેમેન્ટ સુવિધા શરૂ કરવાથી UPIની પહોંચ વધારવામાં વધુ મદદ મળશે. Conversation Payment ઉપરાંત, RBI UPIનો ઉપયોગ સરળ બનાવવા માટે ઘણા અન્ય પગલાં પણ લઈ રહી છે. જે અંતર્ગત આરબીઆઈએ નાની રકમના ડિજિટલ પેમેન્ટની મર્યાદા વધારી દીધી છે.
UPI Lite થી અત્યાર સુધી 200 રુપિયા સુધીનું પેમેન્ટ થઈ શકતું હતું,, જે વધીને 500 રુપિયા થઈ ગયું છે.. National Payments Corporation of India એટલે કે NPCIએ સપ્ટેમ્બર 2022માં UPI Lite લૉન્ચ કર્યું હતું. UPI LITE બેલેન્સને ડેબિટ કરી સીધું ટ્રાન્ઝેક્શન પુરુ કરે છે. તેના માટે રિયલ ટાઈમમાં કસ્ટમરની બેંકના કોર બેંકિંગ સિસ્ટમની જરુરિયાત નથી હોતી.. UPI LITE ફીચર દ્વારા તમામ મોટી બેંકોના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે.અને તેને તમામ UPI મર્ચન્ટ અને QR એક્સેપ્ટ કરે છે. ટ્રાન્ઝેક્શન માટે પિનની જરુર નથી પડતી અને આ કારણે ટ્રાન્ઝેક્શન પણ ફાટફટ થઈ જાય છે. UPI ની ટ્રાન્ઝેક્શન લિમિટમાં ફેરફાર ચોક્કસ થયા છે પરંતુ UPI LITE બેલેન્સ રાખવાની મર્યાદા હજુ પણ 2,000 રુપિયા જ છે..
UPI ના ઉપયોગને સરળ બનાવવા માટે RBI વધુ એક મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. ખુબ જલ્દી જ UPI ટ્રાન્ઝેક્શન કરનારાને PIN રાખવાની જરુર નહીં પડે.. RBI એ Near-field communication એટલે કે NFC technology દ્વારા ઑફલાઈન UPI પેમેન્ટ્સની સુવિધા આપવાની જાહેરાત કરી છે. આ પેમેન્ટ પણ UPI Lite દ્વારા થઈ શકશે..જેનાથી પેમેન્ટ કરવું સરળ બનશે કેમ કે યૂઝરે માત્ર point-of-sale એટલે કે PoS machine પર પોતાનો સ્માર્ટફોન ટેપ કરવો પડશે..PIN આપ્યા વગર તમે પેમેન્ટ કરી શકશો તે પણ એવી જગ્યાએ જ્યાં નેટવર્ક કનેક્ટિવિટી ખરાબ છે અથવા તો છે જ નહીં… ત્યાં આ ટેક્નોલૉજી દ્વારા ઑફલાઈન પેમેન્ટ કરી શકાશે.. વાસ્તવમાં NFC એક શૉર્ટ રેન્જ વાયરલેસ કનેક્ટિવિટી છે જ્યાં નજીકમાં હાજર બે વાયરલેસ ડિવાઈસને એક બીજા સાથે કનેક્ટ કરી શકાશે અને આ રીતે પેમેન્ટ થશે..
UPI નો વ્યાપ સતત વધી રહ્યો છે અને આ નવા ફેરફારો સાથે ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ સરળ બની જશે. આ જ આરબીઆઈ પણ ઈચ્છે છે કે કેશલેસ ઈકોનોમીમાં રોકડ વ્યવહારો ઓછા અને UPI જેવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધુ થાય…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો