Money9: ધોરણ 3માં ભણતી અનિકાને એટીએમ કાર્ડ જોઈએ છે જેમાં તેનો ફોટો હોય… તે પણ નકલી નહીં, બિલકુલ રિયલ કાર્ડ જોઈએ… અનિકાએ તેની ફ્રેન્ડનું ફોટોવાલું એક એટીએમ કાર્ડ જોયું છે અને ત્યારથી તેના મનમાં આ વાત ફિટ થઇ છે.
હવે એટીએમ કાર્ડ તો ત્યારે જ બનશે જ્યારે બેંકમાં ખાતું હશે… અને અનિકાના માતા-પિતાને સમજાતું નથી કે આઠ વર્ષની બાળકીનું બેંક ખાતું ખોલાવવું કે નહીં?
જો તમને પણ ઘણી વખત આવા પ્રશ્નનો સામનો કરવો પડે છે કે તમારા બાળકનું બેંક ખાતું હોવું જોઈએ કે નહીં…તો Money9 ની સલાહ હશે કે જો બાળક સહી કરી શકે તો તેનું બચત ખાતું જરૂર ખોલાવું જોઈએ…
માઇનરનું સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવાના ઘણા ફાયદા થઈ શકે છે…ચાલો સમજીએ…
બેંકનું બચત ખાતું એ નાણાકીય દુનિયાનું પ્રથમ પગલું હોય છે…કોઈપણ બેંકિંગ ટ્રાન્ઝેક્શન માટે બચત ખાતું જરૂરી છે. નાની ઉંમરે બચત ખાતું ખુલવાથી બાળક સેવિંગ્સ એકાઉન્ટને મેનેજ કરવા અને તેને લગતી સુવિધાઓ અંગે સમજી શકે છે.
બાળકને ગિફ્ટ તરીકે મળેલી રકમને આ એકાઉન્ટમાં જમા કરો… અને બાળકને બચતનું મહત્વ સમજાવો…
બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા બાદ બાળકના નામે રોકાણ શરૂ કરી શકાય છે…
નાની બચત યોજનાઓ, મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં રોકાણ કરવા માટે બચત ખાતું હોવું જરૂરી છે.
ઓનલાઈન શોપિંગ અને યુપીઆઈ દ્વારા પેમેન્ટ માટે પણ બચત ખાતું કામ આવે છે…એટલા માટે સેવિંગ્સ એકાઉન્ટને નાણાકીય સફરનું પ્રથમ પગલું માનવામાં આવે છે.
ટેક્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બળવંત જૈન કહે છે…કે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે માતા-પિતા તેમના બાળકો સાથે ફિલ્મો, વેબ સિરીઝ અને સંબંધીઓના લગ્ન-પ્રસંગ વિશે ઘણી ચર્ચાઓ કરે છે… પરંતુ પૈસાના મહત્વ વિશે ચર્ચા નથી કરતા.
માતા-પિતાની ફરજ છે કે તેઓ તેમના બાળકોને નાણાકીય રીતે સમજદાર બનાવે… બાળકોને પૈસા વિશે સમજણ આપે.. તેની શરૂઆત બચત ખાતાની સાથે થઈ શકે છે.
એટલું જ નહીં, બાળકના નામે પણ રોકાણ કરવું જોઈએ.
જો કે, આ રોકાણથી થતી આવક માતા-પિતામાંથી જેમની વાર્ષિક આવક વધુ હશે તેમાં ક્લબ થઇ જશે અને તેની પર સ્લેબ મુજબ ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ જ્યારે બાળક મોટો થશે ત્યારે તેના નામે મોટી મૂડી ભેગી થઈ જશે…
આ રકમથી બાળકના હાયર એજ્યુકેશન, લગ્ન અને ઘર ખરીદવા જેવા લક્ષ્યોને પૂરા કરવામાં ઘણી મદદ મળી શકે છે. બચત ખાતું સગીરને મની મેનેજમેન્ટ વિશે શીખવી શકે છે…
હવે પ્રશ્ન એ છે કે બાળકનું બચત ખાતું કેવી રીતે ખોલવું… બેંકમાં બચત ખાતું ખોલાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે…
લગભગ તમામ બેંકો માઇનર સેવિંગ્સ એકાઉન્ટની સુવિધા પૂરી પાડે છે.
ઉદાહરણ તરીકે, દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI સગીરો માટે બે પ્રકારના બચત ખાતાઓ ઓફર કરી રહી છે – ‘પહલા કદમ’ અને ‘પહલી ઉડાન’…
આ બંને ખાતા ખોલવા માટે બાળકનું જન્મ પ્રમાણપત્ર અને વાલીના KYC દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.
SBIના ‘પહલા કદમ’ અને ‘પહલી ઉડાન’ બચત ખાતા માટે લઘુત્તમ એવરેજ બેલેન્સ રાખવાની કોઈ આવશ્યકતા નથી…
જો કે, મોટાભાગની બેંકોમાં સગીરના બચત ખાતામાં ન્યૂનતમ જમા રાખવાનો નિયમ છે…
માઇનર સેવિંગ્સ એકાઉન્ટમાં સુવિધાઓ વિશે વાત કરીએ તો, તેમાં ડેબિટ કાર્ડ, ચેકબુક, પાસબુક, મોબાઇલ બેંકિંગ અને નેટબેંકિંગની સુવિધાઓ મળે છે… SBI જેવી કેટલીક બેંકો ખાસ ડિઝાઇન કરેલા ડેબિટ કાર્ડ અને ચેકબુક પ્રદાન કરે છે…
તેની પર બાળકનો ફોટો પણ લાગેલો હોય છે. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું ખાતું ગાર્ડિયન સાથે સંયુક્ત રીતે ખોલવામાં આવે છે.
જ્યારે 10 વર્ષથી વધુ ઉંમરનું બાળક જાતે ટ્રાન્ઝેક્શન કરી શકે છે…જો કે દૈનિક ટ્રાન્ઝેક્શનની અમુક મર્યાદા હોઈ શકે છે…
જ્યારે બાળક 18 વર્ષનું થાય, ત્યારે માઇનર એકાઉન્ટને સામાન્ય ખાતામાં ફેરવી શકાય છે. તે દરમિયાન, ખાતાધારકે KYC માટે આધાર, પાન કાર્ડ વગેરેની કોપી આપવાની રહેશે.
તમારા બાળકના નામે બચત ખાતું ખોલાવતા પહેલા, તેને સુરક્ષિત બેંકિંગ સિસ્ટમ વિશે જણાવો.
માતા-પિતાએ તેમનો મોબાઈલ નંબર સગીરના બચત ખાતા સાથે લિંક કરવો જોઈએ. આમ કરવાથી તેઓ બાળકના ખાતામાંથી થતા દરેક વ્યવહાર પર નજર રાખી શકે છે.
બચત ખાતાની સુવિધાઓ અને તેના પર લાગતા ચાર્જ વિશે જાણકારી મેળવો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો