Money9: કલાને નવું ક્રેડિટ કાર્ડ લેવું છે. તેની પાસે પહેલેથી જ એક ક્રેડિટ કાર્ડ છે. પણ હવે બીજું કાર્ડ લેવાનું વિચારી રહી છે. પરંતુ કયું ક્રેડિટ કાર્ડ લેવું તે અંગેનો નિર્ણય હજુ નથી લીધો. માર્કેટમાં ઘણા બધા કાર્ડ ઉપલબ્ધ છે, વિવિધ બેંકો અને કાર્ડ કંપનીઓ ઉપરાંત અલગ અલગ પ્રકારના ક્રેડિટ કાર્ડ પણ છે. કલાની જેમ કદાચ તમારી પણ આવી જ મૂંઝવણ હશે. તેથી, એ જાણવું જરૂરી છે કે ક્રેડિટ કાર્ડ કેટલા પ્રકારના હોય છે?
આજે આપણે બે બેંકોના ક્રેડિટ કાર્ડ વિશે વાત કરીશું. આમાંથી એક છે SBI કાર્ડ્સ અને બીજું છે Axis Bank. બંને પાસે અલગ-અલગ કેટેગરીમાં અલગ-અલગ કાર્ડ છે, જેમ કે લાઇફસ્ટાઇલ કાર્ડ, રિવોર્ડ કાર્ડ, ટ્રાવેલ કાર્ડ, ફ્યુઅલ કાર્ડ, કેશબેક કાર્ડ, શોપિંગ કાર્ડ વગેરે. આમાં પણ દરેક કેટેગરીમાં 3-4 કે તેથી વધુ કાર્ડ છે, જેમાં બેનિફિટ પણ જુદા જુદા પ્રકારના છે. તો ચાલો આમાંથી કેટલીક પોપ્યુલર કેટેગરી અને કાર્ડ્સ વિશે વાત કરી લઇએ.
લાઇફ સ્ટાઇલ કાર્ડ્સની વાત કરીએ તો તેમાં SBI Cardનું SBI Card ELITE, Axis Bankનું Axis Bank MY Zone Credit Card સહિત અન્ય કાર્ડ સામેલ છે. SBI Card ELITEના ફિચર્સની વાત કરીએ તો તેમાં 5,000 રૂપિયાનું વેલકમ ઇ-ગિફ્ટ વાઉચર, દર વર્ષે 6,000 રૂપિયાની કિંમતની ફ્રી મૂવી ટિકિટ, શોપિંગમાં 5X રિવોર્ડ પોઇન્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ લાઉન્જ એક્સેસ વગેરે સામેલ છે. તેની એન્યુઅલ ફિ 4,999 રૂપિયા પ્લસ GST છે.
Axis Bank MY Zone Credit Card માં Swiggy, movie benefits, complimentary lounge access, OTT benefits સહિત અન્ય ફાયદા મળે છે. તેની જોઇનિંગ ફી અને એન્યુઅલ ફી બન્ને 500-500 રૂપિયા છે. રિવોર્ડ્સ કાર્ડ્સની વાત કરીએ તો તેમાં CASHBACK SBI Card, Axis Bank REWARDS Credit Card સહિત અન્ય કાર્ડ આવે છે.
વિવિધ કાર્ડ્સમાં શોપિંગ પર કેશબેક, ઓફલાઈન-ઓનલાઈન વેલકમ બેનિફિટ, 10 ગણા રિવોર્ડ પોઈન્ટ્સ, ફ્યૂઅલ સરચાર્જ વેવર, મેમ્બરશિપ બેનિફિટ સહિત અન્યનો સમાવેશ થાય છે. જોઇનિંગ ફી અને એન્યુઅલ ફી પણ છે. કેટલાક કાર્ડ્સમાં એક ચોક્કસ રકમ ખર્ચ્યા પછી વાર્ષિક ફી માફ પણ કરી દેવામાં આવે છે.
ટ્રાવેલ કાર્ડ અને ફ્યુઅલ કાર્ડ વિશે વાત કરીએ તો, BPCL SBI કાર્ડ OCTANE કાર્ડ, Axis Bank Magnus Credit Card સહિત અન્યનો સમાવેશ થાય છે. જેમાં અલગ-અલગ કાર્ડ પર સ્પેશિયલ મેમ્બરશિપ, વેલકમ ગિફ્ટ્સ, ફ્યૂઅલની ખરીદી પર રિવોર્ડ પોઈન્ટ્સ સહિત અન્ય સુવિધાઓ મળે છે. વાર્ષિક ફી અલગ અલગ છે.
શોપિંગ કાર્ડ્સ વિશે વાત કરીએ તો, તેમાં FABINDIA SBI CARD SELECT, Axis Bank Privilege Credit Card સહિત અન્યનો સમાવેશ થાય છે. FABINDIA SBI CARD SELECTમાં 1,500 રૂપિયાનું ગિફ્ટ વાઉચર, ફેબઇન્ડિયા સ્ટોર્સ પર દરેક 100 રૂપિયાના શોપિંગ પર 10 રિવોર્ડ પોઈન્ટ, ડોમેસ્ટિક લોન્જ એક્સેસ સહિત અન્ય લાભો મળે છે. વાર્ષિક ફી 1,499 રૂપિયા છે. બીજી તરફ, એક્સિસ બેંક પ્રિવિલેજ ક્રેડિટ કાર્ડમાં રિવોર્ડ પોઈન્ટ્સ, એન્યુઅલ બેનિફિટ વગેરે સામેલ છે અને જોઇનિંગ, એન્યુઅલ ફી બન્ને 500-500 રૂપિયા છે.
તો અહીં અમે તમને કેટલાક કાર્ડ્સ વિશે વિગતવાર માહિતી આપી. આ ઉપરાંત પણ ઘણી કેટેગરીમાં કાર્ડ્સ ઉપલબ્ધ છે. તેમાંથી તમે તમારી જરૂરિયાત મુજબ કાર્ડ પસંદ કરી શકો છો. અહીં તમારે એ ધ્યાનમાં રાખવું પડશે કે જે હેડમાં ખર્ચ વધારે છે, તેની સાથે સંબંધિત ફાયદો અપાવનારુ ક્રેડિટ કાર્ડ જ લો. જો તમારી પાસે બાઇક કે કાર ન હોય તો ફ્યુઅલ ક્રેડિટ શા માટે લેવું? જો વધારે ફરવાનું નથી થતું તો પછી ટ્રાવેલ કાર્ડ લેવાથી કોઈ ફાયદો થશે નહીં. તેથી માત્ર નામ માટે નહીં પરંતુ કામ માટે ક્રેડિટ કાર્ડ લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો