MONEY9 GUJARATI: સાર્વજનિક ક્ષેત્રની બેંક,, બેંક ઓફ ઈન્ડિયાએ (Bank of India) થોડા દિવસો પહેલા એક અનોખું બચત ખાતું એટલે કે સેવિંગ્સ એકાઉન્ટ (Savings Account) રજૂ કર્યું છે… તેનું નામ છે ‘નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ’ (Nari Shakti Savings Account)… જે ખાસ કરીને 18 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓ માટે છે,, જેમની પાસે પોતાની કમાણીનો સ્ત્રોત છે. બેંકનું કહેવું છે કે નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ કોઈ સામાન્ય બચત ખાતું નથી… તે એક ફાઈનાન્શિયલ ટૂલ (Financial Tool) છે, જે વર્કીંગ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે તૈયાર કરાયું છે.. ચાલો જાણીએ કે નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટમાં મહિલાઓને કઈ સુવિધાઓ મળે છે…
નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવી છે… આ સેવિંગ્સ એકાઉન્ટ 1 કરોડ રુપિયા સુધીના કૉમ્પ્રિહેન્સિવ પર્સનલ એક્સીડેન્ટલ ઈન્સ્યોરન્સ કવર સાથે આવે છે…
નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતી મહિલાઓ હેલ્થ ઈન્સ્યોરન્સ અને વેલનેસ પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. વધતી જતી મોંઘવારી વચ્ચે, હેલ્થ ઈન્સ્યોરન્સ સારવારના ખર્ચનો બોજ ઘટાડે છે. સાથે જ વેલનેસ પ્રોડક્ટ્સ તમારી હેલ્થ જાળવવામાં મદદ કરી શકે છે…
નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવનારી મહિલાઓ પર્સનલ લોન, હોમ લોન અથવા કાર લોન જેવી લોન પર વિશેષ રાહત દરો મેળવવા માટે હકદાર હશે… નારી શક્તિ એકાઉન્ટ ખોલાવનારી મહિલાઓને અન્ય કરતા થોડા ઓછા વ્યાજ દરે લોન ઓફર કરવામાં આવશે… આનાથી મહિલાઓ માટે લોન લેવાનું સરળ અને વ્યાજબી બનશે…
વ્યાજ દરમાં છૂટ ઉપરાંત, આ એકાઉન્ટનો વધુ એક બેનિફિટ છે… મહિલા ખાતાધારકોએ રિટેલ લોન પર કોઈ પ્રોસેસિંગ ફી નહીં ચૂકવવી પડે.. આનાથી તેમનું Financial Burden એટલે કે નાણાકીય બોજ ઘટશે.. પર્સનલ લોનના કિસ્સામાં પ્રોસેસિંગ ફી સામાન્ય રીતે લોનની રકમના 0.5 થી 2.50 ટકા હોય છે… આ ચાર્જ દરેક બેંકમાં અલગ-અલગ હોય છે…
જે મહિલાઓ નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવે છે તેઓ ફ્રી ક્રેડિટ કાર્ડની સુવિધાનો લાભ લઈ શકે છે… આનાથી ટ્રાન્ઝેક્શનમાં સરળતા રહેશે અને એકાઉન્ટમાં પૈસા ન હોવા છતાં પણ તમે વ્યવહારો કરી શકશો…
મહિલાઓ પાસે સોના, ચાંદી કે હીરાથી બનેલા કિંમતી ઘરેણાં હોય છે… જો તેને ઘરમાં રાખવામાં આવે તો ચોરી કે ખોવાઈ થવાનું જોખમ રહેલું છે… તેથી જ તેમને બેંક લોકરની જરૂર પડે છે…આ સ્કીમ હેઠળ, ગોલ્ડ અને ડાયમંડ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સ લોકર સુવિધા પર આકર્ષક ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે જ્યારે પ્લેટિનમ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સ ઘણી બધી ફ્રી સુવિધાઓનો લાભ મેળવી શકે છે…
બેંક ઓફ ઈન્ડિયાનું નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ તમારા માટે ઉપયોગી છે કે નહીં.. તે તેના ફિચર્સ અને ફેસિલિટી જાણીને તમે સમજી જ ગયા હશો… જે મહિલાઓ નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવા માંગે છે,, તેઓ બેંકની 5132 શાખાઓ દ્વારા આ એકાઉન્ટ ખોલાવી શકે છે. તમે બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ દ્વારા સરળતાથી એકાઉન્ટ ખોલી શકો છો… બેંક આ સ્કીમ હેઠળ, ખોલવામાં આવેલા દરેક ખાતા માટે CSR ફંડમાં 10 રૂપિયાનું યોગદાન આપે છે… જેનો ઉપયોગ જરૂરિયાતમંદ મહિલાઓ અને છોકરીઓના આર્થિક વિકાસ માટે કરવામાં આવશે..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો