Money સેન્ટ્રલ

  • શું ડેબિટ કાર્ડ લુપ્ત થઇ જશે?

    કોવિડ-19 પછી ડેબિટ કાર્ડનો વપરાશ ઓછો થયો છે. તેનું કારણ છે UPI. પેમેન્ટ એગ્રીગેટર્સ અને વિઝા અને માસ્ટરકાર્ડ જેવી કાર્ડ કંપનીઓ પાસેથી આવક મેળવતી બેંકો હવે ફરિયાદ કરી રહી છે. કારણ કે તેમના ગ્રાહકો હવે ડેબિટ કાર્ડમાંથી યુપીઆઈમાં માઈગ્રેટ થઈ ગયા છે.

  • FIIની ખરીદીને પગલે બજારમાં તેજી

    મે મહિનામાં વિદેશી રોકાણકારો એટલે કે FIIએ શેરબજારમાં ભારે રોકાણ કર્યું છે... આ દરમિયાન રોકાણકારોએ રૂ. 43,838 કરોડના શેર ખરીદ્યા હતા, જે નવ મહિનામાં સૌથી મોટી ખરીદી છે... આ વર્ષે છેલ્લા 3 મહિનાથી સતત ખરીદીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે પરંતુ મે મહિનામાં વિદેશી રોકાણકારોની ખરીદીનો આંકડો ઓગસ્ટ 2022 પછી ઉચ્ચતમ સ્તરે છે... ગયા વર્ષે ઓગસ્ટમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં રૂ. 51,204 કરોડના શેર ખરીદ્યા હતા.

  • સેક્ટોરલ MFમાં રોકાણ કેટલું સુરક્ષિત?

    સેક્ટોરલ બેંક મ્યુચ્યુઅલ ફંડ એવા ફંડ હોય છે જે ખાસ કરીને ભારતીય બેંકોમાં રોકાણ કરે છે. જો બેંકિંગ સેક્ટર સારું પ્રદર્શન કરે છે તો આ ફંડ્સ પણ સારું રિટર્ન આપે છે. જો કે સેક્ટોરલ બેંક ફંડમાં તે જ રોકાણકારોએ રોકાણ કરવું જોઈએ જેમનામાં જોખમ લેવાની ક્ષમતા વધુ હોય

  • વધુ વીમા કંપનીઓ કેટલી ફાયદાકારક?

    ઈરડાએ આ વર્ષે લગભગ એક ડઝન વીમા કંપનીઓને લાયસન્સ આપવાની યોજના બનાવી છે. વીમા ક્ષેત્રમાં નવી કંપનીઓ આવવાથી માર્કેટમાં સ્પર્ધા ઉભી થશે. જેનાથી ગ્રાહકો માટે કંપનીઓમાં નવી અને આકર્ષક પ્રોડક્ટ લૉન્ચ કરવાની હોડ લાગશે. સાથે જ કંપનીઓ વીમા પ્રીમિયમના દરમાં પણ ઘટાડો કરી શકે છે.

  • કેમ ઘટી રહી છે સોનાની માંગ?

    કૂદકેને ભૂસકે વધતા સોનાના ભાવે તેની માંગ પર ગ્રહણ લગાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે જેમજેમ સોનાનો ભાવ દરરોજ તેની સર્વોચ્ચ સપાટી વટાવી રહ્યો છે. તેમતેમ તેનું લોકોમાં આકર્ષણ ઘટી રહ્યું છે. તેની માંગમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

  • આવી ગઇ પ્રોફિટ બુકિંગની તક?

    એપ્રિલમાં વિદેશી રોકાણકારોએ 11,631 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. FIIsના પાછા ફરવાથી ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ બનતો દેખાયો

  • સિંગલ પ્રીમિયમ પોલિસીની વધી રહી છે માંગ

    ઈ-કોમર્સે આપણી જીંદગી સરળ તો કરી દીધી છે. પરંતુ તેને આપણી બચત ઉપર ફેરવી દીધી છે કાતર. ત્યારે ઈ-કોમર્સ સાઈટ્સ પર મળતી પ્રિમિયમ મેમ્બરશીપનો ઉપયોગ કરી તમે તમારી સેવિંગ્સ જાળવી શકો છો.

  • લાર્જ કેપ ફંડથી સલામત અંતર જાળવો

    એપ્રિલમાં જાહેર થયેલા એસએન્ડપી ડાઉજોન્સ ઇન્ડાઇસિસના એક રિપોર્ટ અનુસાર દેશના 88 ટકા એક્ટિવલી મેનેજ લાર્જ કેપ ફંડે એસએન્ડપી બીએસઇ 100 ઇન્ડેક્સને 2022માં અંડર પર્ફોર્મ કર્યા છે.

  • કેમ સોનું ખરીદી રહી છે દુનિયાભરની બેંકો?

    2022 દરમિયાન આખી દુનિયાની કેન્દ્રીય બેંકોએ રેકોર્ડ 1136 ટન સોનાની ખરીદી કરી હતી. જે 2021માં થયેલી ખરીદીની સરખામણીમાં 152 ટકા વધુ છે. અને 55 વર્ષોમાં કેન્દ્રીય બેંકો દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી ખરીદી છે.

  • રોકાણકારોને બ્લોક ડીલમાં રસ જાગ્યો

    શેર બજારના સતત ઘટાડાથી નાના રોકાણકારો ભલે નિરાશ હોય પરંતુ ઘણાં મોટા રોકાણકારો અને પ્રમોટર્સે હિસ્સો વેચીને મોટી રકમ એકત્ર કરી લીધી છે. માર્ચ મહિનામાં બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચીને પ્રમોટર્સ અને મોટા રોકાણકારોએ 33,000 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરી છે જે નવેમ્બર મહિના બાદ સૌથી વધુ છે.