Money9 Gujarati:
ગુજરાત સરકારની શહેરી ગેસ વિતરણ કંપની ગુજરાત ગેસ (Gujarat Gas Ltd.) માટે શેરબજારના નિષ્ણાતોએ મત વ્યક્ત કર્યો છે. છેલ્લાં 1 વર્ષમાં ગુજરાત ગેસનો શેર 14 ટકા ઘટ્યો છે જ્યારે 2023માં તેમાં 6 ટકા જેટલો ઘટાડો થયો છે. 10 મેના રોજ, ગુજરાત ગેસનો શેર 0.70 ટકા ઘટીને રૂ. 463.25એ બંધ રહ્યો હતો. ગુજરાત ગેસે તેના ગેસની કિંમતમાં ક્યુબીક મીટરે પાંચ રૂપિયાનો ઘટાડો કરતા સિરામિક ઉદ્યોગને નવી આશા જાગી છે. તેમાં પણ સુરેન્દ્રનગરના થાનગઢના સિરામિક ઉદ્યોગને તેનાથી મોટો ફાયદો થશે.
પ્રભુદાસ લીલાધર | Hold | Target Price: Rs 450
બ્રોકરેજ હાઉસ પ્રભુદાસ લીલાધરે ગુજરાત ગેસ માટે ‘હોલ્ડ’ રેટિંગ આપ્યું છે અને રૂ.450નો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે. પ્રભુદાસ લીલાધરે 9 મેના રોજ જાહેર કરેલા રિપોર્ટમાં નોંધ્યું છે કે, મોરબીની સેલ્સ ચેનલના ડેટા અનુસાર, Q3FY23માં ગુજરાત ગેસનું જે સેલ્સ વોલ્યુમ હતું, તે બમણું થઈ ગયું છે, કારણ કે, ગેસની કિંમત ઘટી છે એટલે ઉપાડ વધ્યો છે. સસ્તા ગેસને કારણે પ્રોપેનની સામે Rs 0.5-1/scmના લેવલે સ્પર્ધા થઈ રહી છે. જોકે, ઈન્ડસ્ટ્રીયલ ગ્રોસ માર્જિન લગભગ Rs 2.7/scm રહેવાની શક્યતા લાગે છે.
લગભગ 85 ટકા ક્લાયન્ટ પાસે ડ્યુઅલ ફ્યુઅલ (પ્રોપેન અને ગેસ) કેપેસિટી છે અને તેઓ દરરોજ જરૂરિયાત અનુસાર ફેરફાર કરતા રહે છે. RIL, Adani સહિતની કંપનીઓ દ્વારા વેચવામાં આવતો પ્રોપેન માર્કેટમાં રેડી અવેઈલેબલ હોવાથી ગુજરાત ગેસના પ્રોફિટેબલ વોલ્યુમ ગ્રોથ એક મર્યાદાની અંદર રહેવાની શક્યતા છે. પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે Rs 40નો ભાવ ધ્યાનમાં રાખીએ તો, અમારી ગણતરી મુજબ અને Q3ના Rs 14.8ના બ્લેન્ડેડ ગ્રોસ માર્જિનના આધારે ઈન્ડસ્ટ્રીયલ ગ્રોસ માર્જિન Rs 2.7/scm બેસે છે.
સિરામિક પ્રોડક્ટ્સના ડીલર્સનો ઉપાડ નીચો છે, કારણ કે, ભાવમાં ભારે ઉતારચઢાવ છે. ડોમેસ્ટિક ડિમાન્ડ પણ નરમ છે. જોકે, સિરામિકની નિકાસને (FY23 at Rs 15,000 crore) કારણે ડિમાન્ડ વધવાની શક્યતા છે. ગેસની કિંમત ઘટી રહી છે અને ફ્રેઈટ (નૂરભાડાં)નો ખર્ચ નીચે જઈ રહ્યો છે તેમજ અમેરિકા, યુરોપના દેશોમાં અને ગલ્ફ કન્ટ્રીઝમાં ડિમાન્ડ નીકળી હોવાથી નિકાસ માંગ વધવાની શક્યતા લાગે છે.
આ પરિબળોને ધ્યાનમાં રાખીને અમે ગુજરાત ગેસના વોલ્યુમ અને અર્નિંગ્સના અંદાજ યથાવત્ રાખીએ છીએ, પરંતુ સાથે સાથે તીવ્ર સ્પર્ધાને જોતાં માર્જિન અને વોલ્યુમ અંકુશમાં રહેવાની શક્યતા પણ વ્યક્ત કરીએ છીએ.
પ્રભુદાસ લીલાધરે ગુજરાત ગેસ માટે DCF-આધારે ‘Hold’ રેટિંગ યથાવત્ રાખ્યું છે અને Rs 450નો ટાર્ગેટ પણ યથાવત્ રાખ્યો છે.
સ્વસ્તિકા ઈન્વેસ્ટમાર્ટ | Avoid | Target Price: Rs 520-530 | Stop Loss: Rs 460
Swastika Investmartના સીનિયર ટેકનીકલ એનાલિસ્ટ પ્રવેશ ગૌર જણાવે છે કે, ગુજરાત ગેસનો શેર લોંગ કોન્સોલિડેશન તરફ ખસી રહ્યો છે અને Rs 440ના લેવલની આસપાસ બેઝ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. મુખ્ય મૂવિંગ એવરેજિસ કરતાં તે નીચેના લેવલે ટ્રેડ થઈ રહ્યો હોવાથી એકંદર સ્ટ્રક્ચર બગડ્યું છે, પરંતુ આ શેર માટે Rs 440થી Rs 450ના લેવલ પાસે ડિમાન્ડ ઝોન છે. ઉપરના લેવલે Rs 500નું લેવલ તાત્કાલિક સંવેદનશીલ એરિયા છે અને જો શેર આ લેવલ તોડશે તો પછી Rs 520ના લેવલ તરફ આગળ વધી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માત્ર સમાચાર પૂરતી મર્યાદિત છે, તેને રોકાણની સલાહ તરીકે ગણતરીમાં લેવી નહીં. આ ખબર લખનાર વ્યક્તિ પાસે તેના શેર નથી. રોકાણ કરવા માટે રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સલાહ લેવી.)
સંબંધિત ખબરઃ ગુજરાત ગેસે ભાવ ઘટાડો કરતા સિરામિક ઉદ્યોગને હાશકારો
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો