ગુજરાત ગેસે ભાવ ઘટાડો કરતા સિરામિક ઉદ્યોગને હાશકારો
ગુજરાત ગેસે ગેસમાં ક્યુબીક મીટરે પાંચ રૂપિયાનો ઘટાડો કરતા સિરામિક ઉદ્યોગને નવી આશા જાગી છે.. તેમાં પણ સુરેન્દ્રનગરના થાનગઢના સિરામિક ઉદ્યોગને તેનાથી મોટો ફાયદો થશે.
MONEY9 GUJARATI: ગુજરાત ગેસે ગેસમાં ક્યુબીક મીટરે પાંચ રૂપિયાનો ઘટાડો કરતા સિરામિક ઉદ્યોગને નવી આશા જાગી છે. તેમાં પણ સુરેન્દ્રનગરના થાનગઢના સિરામિક ઉદ્યોગને તેનાથી મોટો ફાયદો થશે.. સિરામિક ઉદ્યોગકારોનું કહેવું છે કે, મોરબી અને થાનગઢ સિરામિક ઉદ્યોગકારોનું કહેવું છે કે, સિરામિક બજાર ચાઇનાના બજારને ટક્કર આપે છે.. પરંતુ ગેસના ભાવ સતત વધવાના કારણે ચાઇનાનો માલ સસ્તો પડતો હતો. જો કે, હવે ગેસના ભાવ ઘટના સિરામિક ઉદ્યોગકારોને મોટો ફાયદો થશે. અને તેમનો માલ પણ હવે સસ્તામાં મળતો થશે. એટલું જ નહિં અનેક એવા કારખાના છે જે બંધ થતા અટકી જશે.
Published - May 10, 2023, 02:51 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો