Money9: મોબાઈલ પ્લેટફોર્મ ઉપરાંત લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppનો ઉપયોગ મોટી સ્ક્રીન પર પણ થઈ શકે છે અને તેનું વેબ વર્ઝન પણ ઉપલબ્ધ છે. આ પ્લેટફોર્મ પર એપનું ઈન્ટરફેસ તાજેતરમાં બદલવામાં આવ્યું છે અને આ ફેરફારો તમામ યુઝર્સ માટે લાઈવ થઈ ગયા છે. હવે યુઝર્સને ચેટ વિન્ડોમાં એક ક્લિક પર ઘણા બધા વિકલ્પો જોવા મળશે અને તેમાં કેટલાક નવા વિકલ્પો પણ સામેલ કરવામાં આવ્યા છે.
WhatsApp વેબ પ્લેટફોર્મ પર યૂઝર્સને મિનિમલ ડિઝાઇનની સાથે ચેટિંગનો અનુભવ મળે છે. અગાઉ, ચેટ વિન્ડો પર એક અટેચમેન્ટ આઇકોન દેખાતું હતું, જેના પર ટેપ કર્યા પછી ફોટા, વીડિયો, કોન્ટેક્ટ અને લોકેશન વગેરે શેર કરી શકાય છે. આ વિકલ્પો હજુ પણ દેખાઈ રહ્યા છે પરંતુ આ સિવાય કેટલાક નવા વિકલ્પો પણ મેનુનો એક ભાગ બનાવવામાં આવ્યા છે.
શું તમે જોયા આ ફેરફાર?
મોટી સ્ક્રીન પર વોટ્સએપ વેબ ઓપન કર્યા બાદ, ડાબી તરફ લિસ્ટ અને જમણી બાજુએ ચેટ વિન્ડો દેખાય છે. હવે કોઈપણ ચેટ વિન્ડો ખોલ્યા પછી કમ્પોઝ બારની બાજુમાં ડાબી બાજુએ પ્લસ ‘+’ આઇકોન દેખાય છે. આ આઇકોન પર ક્લિક કરવાથી એક નવું મેનુ ખુલશે. આ મેનૂમાં છ જેટલા વિકલ્પો દેખાય છે, જે ફોટોઝ એન્ડ વીડિયોઝ, કેમેરા, કોન્ટેક્ટ, ડોક્યુમેન્ટ, પોલ અને ન્યૂ સ્ટીકર છે.
આ ફીચર્સને મળશે બુસ્ટ
પહેલા યુઝર્સને આ મેનૂમાં પોલ અને નવા સ્ટીકર ઓપ્શન મળતા ન હતા. નવા ઇન્ટરફેસથી એ સ્પષ્ટ છે કે યૂઝર્સ આ સુવિધાઓનો સરળતાથી ઉપયોગ કરી શકશે અને તેમને પ્રમોટ કરવામાં આવશે. યુઝર્સને પોલ ઓપ્શન દ્વારા કોન્ટેક્ટ્સથી અથવા ગ્રુપમાં કોઈપણ પ્રશ્ન પર અભિપ્રાય લેવાનો વિકલ્પ મળશે. તેની પર ટેપ કર્યા પછી, તેઓ પ્રશ્ન અને તેના વૈકલ્પિક જવાબો લખી શકશે. વિકલ્પો પર ટેપ કરીને સરળતાથી જવાબ આપી શકાશે.
નવા સ્ટીકર ફીચર દ્વારા યુઝર્સ કોઈપણ ફોટોને સરળતાથી સ્ટીકરમાં કન્વર્ટ કરી શકે છે. તેના પર ક્લિક કર્યા પછી, ફોટો પસંદ કરવાનો રહેશે અને તેને સ્ટીકરમાં કન્વર્ટ કરતા પહેલા તેને એડિટ કરવા માટે ઘણા વિકલ્પો હશે. પોતાની પસંદગી અનુસાર, યૂઝર્સ ઇમોજી અને ટેકસ્ટને પણ સ્ટીકરનો હિસ્સો બનાવી શકશે અને ચેટ વિન્ડોમાં મોકલી શકશે. આવો વિકલ્પ હાલમાં મોબાઈલ એપ વર્ઝનમાં પણ નથી મળતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો