Money9: Vivo ભારતમાં પોતાના બે નવા સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહ્યું છે. આ ફોન ભારતમાં 7 માર્ચના રોજ લોન્ચ થશે. આ ફોનના નામ Vivo V30 અને Vivo V30 Pro છે. કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ લોન્ચિંગ ડેટની જાણકારી આપી. આ ઉપરાંત આ ફોન માટે એક માઇક્રોસાઇટ તૈયાર કરી છે, જેનાથી હેન્ડસેટની ડિઝાઇન અને કેમેરાની માહિતી મળી છે. આવો આ અંગે ડિટેલ્સ જાણીએ છે.
ભારતમાં 7 માર્ચના રોજ Vivo V30 અને Vivo V30 Pro લોન્ચ થશે. આ ફોન સેલ માટે Flipkart અને Vivo.com પર ઉપલબ્ધ હશે. કંપની પ્રથમવાર જર્મન કેમેરા ટેક્નોલોજીને V- Seriesમાં રજૂ કરવા જઇ રહી છે. Vivo V30 Proમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે, જેની સાથે Aura Light OIS Portrait ફીચર મળશે. વીવોએ કેટલાક ફિચર્સની જાણકારી શેર કરી છે. આ અંગે જાણીએ.
Vivo V30 Proમાં ખાસ કેમેરા ફિચર્સ મળશે
Vivo V30 Proની સાથે ZEISS Distagon Style Bokeh ફીચર રજૂ કરવામાં આવશે, જે Anamorphic Lens ઇફેક્ટ આપશે. સાથે જ આ પોર્ટેટ ફોટોગ્રાફીને પણ સુંદર કરશે. લો લાઇટમાં આ જબરજસ્ત ફોટો ક્લિક કરવામાં મદદ કરશે.
Vivoએ કરી પોસ્ટ
સ્લિમ, એટ્રેક્ટિવ ડિઝાઇન અને 5000mAhની બેટરી
વીવોનો આ અપકમિંગ સ્માર્ટફોન ઘણો સ્લિમ હશે. આવા સંજોગોમાં સ્માર્ટફોનમાં સારી ગ્રિપ મળશે. સાથે જ કંપનીએ જણાવ્યું કે આમાં 5000mAhની બેટરી આપવામાં આવશે. આ હેંડસેટ 120Hz 3D કર્વ્ડ પેનલની સાથે આવશે. આ હેન્ડસેટ Andaman Blue, Peacock Green અને Classic Black કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે.
Vivo V29 સીરીઝનું અપગ્રેડ મોડલ
Vivoના આ અપકમિંગ ફોન Vivo V29 અને Vivo V29 Proના અપગ્રેડ મોડલ હશે. આ ફોનમા સ્લીક અને સ્ટાઇલિશ ડિઝાઇન આપવામાં આવી હતી. આ ફોનમાં કર્વ્ડ સ્ક્રીન અને પ્રીમિયમ લુક આપવામાં આવ્યો છે. આમાં બેક પેનલ પર ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં LED Flash અને Smart Aura Light આપવામાં આવી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો