Money9: iPhone launch ની સાથે જ તેના ચાહકોમાં અલગ અલગ પ્રકારની દિવાનગી શરૂ થઇ થાય છે. આ ઠીક એવું જ છે જેવું પોતાના ફેવરિટ હીરોની ફિલ્મ રિલીઝ થાય ત્યારે પહેલા દિવસના શોની તૈયારી વખતે થાય છે. iPhoneનો ચાહક વર્ગ જ અલગ છે. આ વર્ગ એવું માને છે કે સામાન્ય લોકો ચાઇનીઝ ફોન વાપરે છે જ્યારે ખાસ લોકો iPhone યૂઝ કરે છે. આમાં પણ બે વર્ગ છે. એક જે નવી એડિશન લોન્ચ થાય ત્યારે તરત જ ખરીદી લે છે અને બીજા એવા લોકો જે તેના ડિસ્કાઉન્ટની રાહ જુએ છે કે પછી જુની એડિશન ખરીદે છે. હવે ભારતમાં લોકો એવું માને છે કે દુબઇમાં ભારત કરતાં સસ્તા આઇફોન મળે છે. વાત કેટલેક અંશે સાચી પણ છે પરંતુ આઇફોનના પ્રો વર્ઝનમાં જ તેની ખરીદી સસ્તી પડે છે. આવો એક નજર કરીએ આઇફોન 15ના ભાવો પર.
iPhone 15 price
ભારતમાં- 79,900 રૂપિયાથી શરૂ
દુબઇમાં- 76,750 રૂપિયાથી શરૂ
એટલે કે, 2250 રૂપિયા સસ્તો
iPhone 15 plus price
ભારતમાં- 89,900 રૂપિયાથી શરૂ
દુબઇમાં- 85,782 રૂપિયાથી શરૂ
એટલે કે 4118 રૂપિયા સસ્તો
પરંતુ કિંમતોમાં તફાવતનો અસલી ખેલ શરૂ થાય છે આઇફોનના Pro મોડલ્સથી…
iPhone 15 pro price
ભારતમાં- 1,34,900 રૂપિયાથી શરૂ
દુબઇમાં- 97,072 રૂપિયાથી શરૂ
એટલે કે, 37,828 રૂપિયા સસ્તો
iPhone 15 pro max price
ભારતમાં- 1,59,900 રૂપિયાથી શરૂ
દુબઇમાં- 1,15,132 રૂપિયાથી શરૂ
એટલે કે, 44,768 રૂપિયા સસ્તો
ભારતની સરખામણીમાં દુબઇમાં iPhone 15 આટલો સસ્તો કેમ?
હવે તમારા મનમાં સૌથી મોટો સવાલ એ આવે છે કે અરબસાગરને પેલે પાર અને આ પાર વચ્ચે કિંમતોમાં આટલો તફાવત કેમ? એપલની રણનીતિના જાણકાર તેના બે કારણો ગણાવે છે. પહેલું એ કે ભારત જેવા દેશમાં કરન્સીની વેલ્યૂના ઉતાર-ચડાવને ધ્યાનમાં રાખીને ઉંચી કિંમતો નક્કી કરવામાં આવે છે. જો ભારતીય કરન્સીની વેલ્યૂ એકદમ ઘટી જાય તો એપલના પ્રોફિટ પર અસર ન પડે. બીજું કારણ iPhoneના બ્રાન્ડ સાથે જોડાયેલું છે. ભારતીય કન્ઝ્યુમર્સમાં દરેક આવક વર્ગના લોકો સામેલ છે. એપલ પોતાની બ્રાન્ડની ચિંતા કર છે એટલે તેને બાકીની પ્રોડક્ટથી પ્રીમિયમ રાખવા માંગે છે. હવે, દુબઇ (UAE) એક અમીર દેશ છે, એટલે એપલ ઇચ્છે છે કે ત્યાંના દરેક વ્યક્તિ પાસે iPhone હોય. જ્યારે ભારતમાં તે એવું ઇચ્છે છે કે ચાઇનીઝ બ્રાન્ડ અને સેમસંગ ખરીદનારાથી iPhone યૂઝર્સ અલગ તરી આવે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો