• પતિ-પત્નીએ Rs 200 કરોડ દાનમાં આપ્યા

  બિલ્ડર ભાવેશ ભંડારી અને તેમના પત્નીએ સન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. અગાઉ તેમના બાળકોએ પણ સન્યાસ લીધો હોવાથી તેમણે આ નિર્ણય લીધો છે.

 • GST કલેક્શનમાં ગુજરાત ત્રીજા ક્રમે

  જુલાઈ 2017માં GSTની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં બીજું સૌથી મોટું GST કલેક્શન નોંધાયું છે. વાર્ષિક ધોરણે GST કલેક્શન 11.5% વધ્યું છે અને માસિક સરેરાશ પણ વધી છે.

 • એક્સિસ બેન્કની ડૉલર FD સ્કીમ

  ખાનગી સેક્ટરની Axis Bankએ ડિજિટલ US dollar Fixed Depisit (FD) Scheme લૉન્ચ કરી છે. બેન્કે જણાવ્યું છે કે, GIFT City ખાતે ડૉલર FD સ્કીમ રજૂ કરનારી તે ભારતની પ્રથમ બેન્ક બની ગઈ છે.

 • કાલુપુર કમર્શિયલ કોઓપરેટિવ બેન્કને દંડ

  રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની 5 સહકારી બેન્કોને કુલ 46.65 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સૌથી વધુ દંડ અમદાવાદની કાલુપુર કોમર્શિયલ સહકારી બેન્કને થયો છે.

 • ગુજરાતમાં અદાણી ગ્રૂપ સૌથી મૂલ્યવાન

  '2023 Burgundy Private Hurun India 500'ની યાદીમાં ગુજરાતની 31 કંપનીઓને સ્થાન મળ્યું છે, જેમનું સંચયી મૂલ્ય સૌથી વધારે છે. કંપનીઓની સંખ્યાની રીતે કર્ણાટકની ઓછામાં ઓછી 61 કંપનીને યાદીમાં સ્થાન મળ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળની 25 કંપની યાદીમાં સામેલ થઈ છે. 

 • ઘર ખરીદનારને સરળતાથી મળી જશે પૈસા

  બિલ્ડરના ડિફોલ્ટ થવાના કિસ્સામાં ઘર માટે પૈસા ભરનારા ગ્રાહકને સરળતાથી ફટાફટ રિફન્ડ આપવાની કવાયતના ભાગરૂપે સરકારે તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરી છે અને ગુજરાત રેરા મૉડલ સમકક્ષ નિયમો બનાવવા જણાવ્યું છે.

 • ગિફ્ટ સિટીમાં ડાયરેક્ટ લિસ્ટિંગની મંજૂરી

  ભારતીય કંપનીઓને વિદેશના સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટિંગની મંજૂરી નથી. તેના માટે ડિપોઝિટરી રિસિપ્ટ્સનો સહારો લેવો પડે છે. પરંતુ ગિફ્ટ સિટીમાં ડાયરેક્ટ લિસ્ટિંગની મંજૂરી મળ્યા બાદ ભારતીય કંપનીઓનો ફોરેનમાં લિસ્ટિંગનો માર્ગ મોકળો થયો છે અને તેમને ફોરેન ફંડ મેળવવામાં મદદ મળશે.

 • જમીનોના સોદામાં અમદાવાદ નંબર-1

  વર્ષ 2023માં સમગ્ર દેશમાં 2,707 એકરથી પણ વધારે જમીન માટેના ઓછામાં ઓછા 97 અલગ-અલગ સોદા નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 739.8 એકર જમીન માટે સોદા થયા હતા.

 • 5 સહકારી બેન્કોને દંડ

  RBIએ ગુજરાતની 3 અને તેલંગાણા તથા તામિલનાડુની 1-1 સહકારી બેન્કો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે. આ તમામ બેન્કોએ RBIના વિવિધ નિયમોનો ભંગ કર્યો હતો.

 • જીરુંના ભાવ હજુ ઘટવાની શક્યતા

  જીરુંનું વાવેતર વધવાની અપેક્ષા અને માંગમાં નરમાઈને કારણે જીરુંના ભાવ સતત ઘટવા લાગ્યા છે. ઓગસ્ટમાં Rs 65,000ની ટોચ બનાવ્યા બાદ હાજરમાં ભાવ Rs 40,000ની નીચે જ્યારે વાયદા બજારમાં Rs 30,000ની નજીક પહોંચી ગયા છે.