MONEY9 GUJARATI: કેન્દ્ર સરકારે તાજેતરમાં મહાદેવ બેટિંગ એપ (Mahadev Betting App) સહિત ગેરકાયદે સટ્ટાબાજી (Illegal betting) કરતી 22 એપ અને વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. IT એક્ટની કલમ 69A હેઠળ આ એપ્સ પર આદેશ જારી કરવામાં આવ્યો છે. આ પછી, આ કેસમાં વધુ એક મોટો ખુલાસો થયો… “મહાદેવ ખિલાડી” નામની સબસિડિયરી એપ દ્વારા મેચ ફિક્સિંગ સિન્ડિકેટમાં સામેલ હોવા બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મહાદેવ ગેમિંગ એપ યુઝર્સને પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ અને ક્રિકેટ જેવી ઘણી ગેમ પર બેટિંગ (Batting) કરવાની તક આપી રહી હતી.
થોડા સમય પહેલા જ ક્રિકેટ વર્લ્ડ કપ પૂરો થયો છે… અને તે દરમિયાન સટ્ટાબાજીનું બજાર પણ ગરમ હતું.. આ ઉપરાંત, Dream11, MPL, Vision11, MyFab 11 જેવા ઘણા ફેન્ટસી ગેમિંગ પ્લેટફોર્મ છે જેના પર લોકો પૈસા કમાવવા માટે પોટેન્શિયલ પ્લેઈંગ 11 અથવા બીજા એક્વિઝિશન પર દાવ લગાવે છે. The Weekના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં 40 ટકા ઈન્ટરનેટ યુઝર્સ બેટિંગ કરે છે. અન્ય એક અહેવાલ મુજબ, 80 ટકા ભારતીય લોકો પુખ્ત વયમાં વર્ષમાં ઓછામાં ઓછા એક વખત બેટિંગ કરે છે.
આ એપ્સ પર તમારે એકાઉન્ટ બનાવવું પડશે. આ પછી, જ્યારે પણ કોઈ લાઈવ મેચ આવશે, ધારો કે ક્રિકેટ મેચ થઈ રહી છે, તો તમને નોટિફિકેશન આવશે. તમારી પોટેન્શિય પ્લેઈંગ 11 કઈ છે તે તમે કહી શકો છો. જો તમારું અનુમાન સટીક હશે તો તમને પૈસા મળશે. તેવી જ રીતે, તમે પ્રોજેક્ટેડ સ્કોર, સદી, વિકેટ વગેરે પર સટ્ટો લગાવી શકો છો. એ જ રીતે પોકર, સ્પોર્ટ્સ ગેમ્સ અને કસિનો ગેમ્સ પણ રમી શકાય છે. યૂઝર ક્રેડિટ/ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગ અથવા UPI જેવી ઑનલાઇન પેમેન્ટ પદ્ધતિઓ દ્વારા બેટ પ્લેસ કરી શકે છે. આ એપ્સ યોગ્ય રીતે કામ કરે છે…પરંતુ મહાદેવ એપની જેમ ઘણી એપ્સ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી જોવા મળી છે.
ભારતમાં સટ્ટાબાજીને લગતા કાયદાઓ અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. આવું એટલા માટે કેમ કે ગેમ્સ ઑફ સ્કિલ્સ અને ગેમ્સ ઑફ ચાન્સ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. કાયદા હેઠળ, ગેમ્સ ઑફ ચાન્સ પર બેટિંગ ગેરકાયદેસર છે જ્યારે ગેમ્બ ઑફ સ્કિલ્સ પર બેટિંગ કાયદેસર છે. હવે એ નક્કી કરવું મુશ્કેલ છે કે કોઈ ગેમ આ બેમાંથી કઈ કેટેગરીમાં આવે છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં રમીને ગેમ ઑફ ચાન્સ ગણવામાં નથી આવી. આ એટલા માટે છે કારણ કે રમીમાં એક ચોક્કસ સ્તર પર સ્કિલવાળા પ્લેયર જોઈએ.. તેથી કોઈપણ રમતમાં જેમાં ખેલાડી પાસે ચોક્કસ સ્કિલ એટલે કે કૌશલ્યની જરૂરી હોય તે કાયદેસર છે. પરંતુ બેટિંગ એપ્સનું ભવિષ્ય પેમેન્ટ પ્લેટફોર્મ અને રાજ્ય સરકારો પર નિર્ભર કરે છે, જે કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ ના હોવાના કારણે કોઈપણ એપને બ્લોક કરી શકે છે… તેથી બેટિંગ એપ્સનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો