Money9: દેશનો પહેલો અને સૌથી મોટો સ્વતંત્ર પર્સનલ ફાઇનાન્સ સર્વે. જેમાં છુપાયેલાં છે, તમારી કમાણી, ખર્ચ અને રોકાણના લેખાજોખા.. શું તમને ખબર છે કે ભારતમાં એવા કેટલા લોકો છે જેમની પાસે આવી સંપત્તિ છે. જો નથી ખબર તો મની9નો આ સર્વે એ પણ બતાવશે કે ભારતમાં ખરેખર કેટલા પરિવારો પાસે આવી વસ્તુઓ છે..
દેશના લોકો કેટલો ખર્ચ કરે છે
ભારતના લોકો કેટલો ખર્ચ કરે છે અને કઈ સુવિધાઓ પર ખર્ચ કરે છે.. તેમનું જીવનસ્તર તેમના પગારની સાથે સાથે કેવી રીતે બદલાય છે.. તે જાણવા માટે અમે 28 મોટી એસેટ્સને લિસ્ટ કરી છે.. તમે જોઇ શકો છો કે આ 28 ચીજોમાં પ્લાઝમા ટીવી અને બેઝિક સ્માર્ટફોનથી લઇને, ડેસ્કટોપ, વેબકેમથી માંડીને રેફ્રિજરેટર સુધીની 28 મોટી એસેટ્સ સામેલ છે..
અમે પરિવારને 3 ભાગમાં વહેંચ્યો છે. જેમની પાસે 4 એસેટ્સ છે, તેમને બેઝિક કેટેગરીમાં મૂક્યા છે… એટલે કે, જેમની પાસે વીજળીનું કનેક્શન, પંખો, ગેસની સગડી અને મોબાઇલ ફોન, એમ ચાર એસેટ છે, તે બેઝિક જીવન જીવી રહ્યાં છે, તેવું માનીને અમે તેમને બેઝિક કેટેગરીમાં રાખ્યા છે..
અન્ય કેટેગરી છે કમ્ફર્ટ., એટલે કે આ ચાર એસેટની સાથે બીજી 7 ચીજો જોડાઇ જાય. તો તે પરિવાર કમ્ફર્ટ કેટેગરીમાં આવે છે. ચાર બેઝિક એસેટની સાથે જો ટુ વ્હીલર, ફ્રિજ અને કલર ટીવી ઉમેરવામાં આવે તો, તે પરિવાર કમ્ફર્ટ કેટેગરીમાં આવે છે. હવે, વાત કરીએ લક્ઝરી કેટેગરીની. જ્યારે આ 7 એસેટની સાથે સાથે વધુ 3 એસેટ જોડાઈ જાય ત્યારે પરિવાર લક્ઝરી કેટેગરીમાં આવી જાય છે. જો તમારા ઘરમાં કાર, એસી કે વોશિગ મશીન આવી જાય, તો તમે લક્ઝરી લાઈફ જીવી રહ્યાં છો, એવું કહી શકાય… હવે જો તમારા ઘરમાં કાર છે, તમારા ઘરમાં એસી છે, તમારા ઘરમાં વોશિંગ મશીન છે તો તમે એવુ માનજો કે તમે ભારતના એવા પરિવારમાં છો જે લક્ઝરીથી એટલે કે ઘણી સારી રીતે પોતાનું જીવન જીવી રહ્યાં છો..
અડધા પરિવારની બેઝિક લાઇફ
શું તમે જાણો છો કે ભારતના અડધા પરિવાર બેઝિક જીવન જીવી રહ્યા છે.. જી હાં, મની9ના આ સર્વેમાં એક્સક્લૂઝિવ વિગતો બહાર આવી છે. એટલે કે, ભારતમાં માત્ર 44 ટકા પરિવારો એવા છે, જેમની પાસે ચાર બેઝિક એસેટ્સ છે. ભારતનાં અડધા એટલે કે, 50 ટકાથી પણ ઓછા 44 ટકા પરિવારો એવા છે જેમની પાસે માત્ર 4 એસેટ્સ છે. તે બેઝિક એસેટ્સ છે. તેમના ઘરમાં ગેસની સગડી, ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન, પંખો અને એક બેઝિક સ્માર્ટફોન અથવા તો એક ફિચર ફોન છે, એવું માની લો.. ભારતમાં 53 ટકા લોકો એવા છે જે બેઝિકની સાથે સાથે કમ્ફર્ટ ઝોનમાં આવે છે. એટલે કે, બેઝિક કેટેગરી વાળા 44 અને કમ્ફર્ટ કેટેગરી વાળા 53 એમ કુલ 97 ટકા લોકો એવા છે જેમની પાસે 7 એસેટ્સ છે.. અને ભારતના ફક્ત 3 ટકા પરિવાર એવા છે જેમના ઘરમાં 10 કે તેથી વધુ એસેટ્સ છે. જી હાં, ફક્ત 3 ટકા પરિવાર..
અડધા કરતાં વધુ ભારત માત્ર બેઝિક જરૂરિયાત સાથે જીવી રહ્યું છે. પરંતુ આ તો ભારતની વાત થઇ. તમને તો એ જાણવામાં રસ હશે કે, મારા રાજ્યમાં શું છે. મારા જિલ્લાની શું સ્થિતિ છે. મારી આસપાસના પરિવારોની શું સ્થિતિ છે.. તો તમે એ પણ જાણી શકશો, મની નાઈના આ ખાસ સરવેમાં.. માટે જોડાયેલા રહો મની9ની સાથે. કારણ કે આ તો ખર્ચની વાત થઇ, આપણે તો, હજુ બચતની વાત કરવાની છે, રોકાણની કરવાની છે. અને હાં, ખર્ચ ક્યારે કરશો જ્યારે કમાણી અને આવક થશે. તો આવક ક્યારે થશે, આવક કેટલી થશે, આ તમામ વિગત સમજવા મળશે અમારા ખાસ પ્રોગ્રામમાં. આવા અન્ય વીડિયો જોવા માટે ડાઉનલોડ કરો મની નાઈનની એપ.
ભારતનો કન્ઝ્યુમર ક્લાસ
આ 53 ટકા પરિવાર કે 44 ટકા પરિવાર, જેઓ બેઝિક અને કમ્ફર્ટ જીવન જીવી રહ્યા છે એટલે જ ભારતની આટલી મોટી વસતીમાં પણ જે કન્ઝ્યુમર ક્લાસ છે તે માત્ર 8 કે 10 કરોડનો માનવામાં આવી રહ્યો છે. એટલે જ તો, ભારતમાં મોટી મોટી બ્રાન્ડ્સ માત્ર મેટ્રો સુધી સીમિત રહી જાય છે. ભારતની મોટી બ્રાન્ડ્સ નાના શહેરો સુધી નથી પહોંચતી, તેની પાછળનું કારણ કદાચ આ જ છે. ભારતનો એક મોટો વર્ગ હજુ માત્ર બેઝિક અને કમ્ફર્ટ વચ્ચે જ ઝોલા ખાઇ રહ્યો છે. આ વર્ગ અનેક પડકારોનો સામનો કરે છે અને જીવન જીવવા માટે સતત સંઘર્ષ કરે છે. લકઝરીનો હિસ્સો તો ફક્ત 3 ટકાનો જ છે. આ જ કારણ છે કે 135 કરોડની વસતીમાં કન્ઝ્યુમર ક્લાસ ફક્ત 10 કરોડનો જ છે..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો