Money9: મુદિતની હમણાં જ નવી નોકરી લાગી છે. સેલેરી મળી રહી છે 20 હજાર રૂપિયા. નવા ઘરમાં પણ શિફ્ટ થયો. વિચાર્યું કે જરુરિયાતનો સામાન ખરીદવા માટે ક્રેડિટ કાર્ડ યોગ્ય રહેશે. એટલે કાર્ડ માટે એપ્લાય કરી દીધું. હવે નોકરી નવી છે તેથી સ્વાભાવિક છે કે તેની કોઇ ક્રેડિટ હિસ્ટ્રી હતી નહીં અને લો એટલેકે પગાર પણ ઓછો હતો. બેંકે 100 સવાલ પૂછ્યા. થોડીક મથામણ બાદ કાર્ડ મળ્યું. પરંતુ કાર્ડનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની મુદિતને ખબર ન્હોતી પડતી.
પ્રીમિયમ ક્રેડિટ કાર્ડની સાથે જ ફિચર્સ મળે છે તે તેના એન્ટ્રી લેવલના કાર્ડમાં નહોતા મળતા. મુદિત હજુ સુધી નથી સમજ્યો કે કાર્ડનો ફાયદો કેવી રીતે ઉઠાવવો. તો શું આવા એન્ટ્રી લેવલના કાર્ડ લેવાના કોઇ ફાયદા નથી. મુદિત જેવા બીજા નવા યુઝર્સ જેમની સેલેરી ઓછી છે તે શું કરે. કયા ફિચર્સ પર ધ્યાન આપે કે કાર્ડનો તેમને કંઇક ફાયદો થાય. આવો સમજીએ..
સૌથી મહત્વનું ફિચર છે કાર્ડની ક્રેડિટ લિમિટ. જો તમે એન્ટ્રી લેવલના કાર્ડ માટે એલિજિબલ છો તો જે ક્રેડિટ લિમિટ મળશે તે ઓછી હોઇ શકે છે. જો તમારી પાસે ઘણાં કાર્ડના ઓપ્શન છે તે બધાની સાથે મળનારી ક્રેડિટ લિમિટની તુલના કરો. અને જ્યાં લિમિટ વધારે મળે તે કાર્ડ લો. આવું એટલા માટે કારણ કે ક્રેડિટ લિમિટ તમારા આખા મહિનાના કાર્ડના ઉપયોગની ક્ષમતા પર અસર કરે છે. ત્યારબાદ રિવોર્ડ પ્રોગ્રામ પર ધ્યાન આપો. કાર્ડ પર દરેક સ્વાઇપ પર કેટલા રિવોર્ડ પોઇન્ટ મળી રહ્યા છે તે પોઇન્ટનો તમે ક્યાં ઉપયોગ કરી શકો છો, કયા ટ્રાન્ઝેક્શન પર પોઇન્ટ મળશે કોના પર નહીં, રિવોર્ડ પ્રોગ્રામમાં આ ચીજો ચેક કરી લો.
ઇન્ટરેસ્ટ રેટ અને ફી પર પણ ધ્યાન આપો. કેમકે હજુ તમે કમાવાનું શરુ જ કર્યું છે એવું પણ બની શકે કે ઘણીવાર તમે તમારા ક્રેડિટ કાર્ડના ડ્યૂનો નાનકડો હિસ્સો જ પે કરો. આવી સ્થિતિમાં વ્યાજ દર વધારે હોવા પર દરેક બિલિંગ સાયકલ સાથે તમારું બાકી બેલેન્સ ઘણું વધી શકે છે. વ્યાજ દર ઉપરાંત બીજા ઘણાં ચાર્જ પણ છે જે તમારી કાર્ડની કોસ્ટને વધારી શકે છે. આના માટે કાર્ડનો એન્યુઅલ પર્સન્ટેજ રેટ એટલે કે એપીઆર ચેક કરો. જેમાં બધા ચાર્જની એક જ જગ્યાએ માહિતી મળી જશે. ઓફર્સ અને બેનિફિટ અંગે પણ જાણવું જરુરી છે. તેમાં જોઇનિંગ બોનસ, ફ્યુઅલ સરચાર્જ વેવર, ઇન્સ્યોરન્સ કવર, ઓનલાઇન અને ઓફલાઇન ખરીદારી, ડિસ્કાઉન્ટ વગેરે સામેલ છે.
ક્રેડિટ કાર્ડના બેનિફિટ અને ઓફર્સનો યોગ્ય ઉપયોગ કરીને તમે પૈસા બચાવી શકો છો. અને કાર્ડનો ભરપુર ફાયદો ઉઠાવી શકો છો. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડનું એક વધુ ફિચર છે જે કામમાં આવી શકે છે. જે છે ઇએમઆઇ. જેની મદદથી તમે ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા તમારા ટ્રાન્ઝેક્શન્સને સરળ ઇએમઆઇમાં ફેરવી શકો છો. એટલે એવું કાર્ડ પસંદ કરો જેમાં ઇએમઆઇ પર પ્રોસેસિંગ ફી ઓછી હોય. તો હવે તમે સમજી ગયા હશો સેલેરી ઓછી હોય તો પણ કેટલાક ફિચર્સ છે જેને ધ્યાનમાં રાખીને એન્ટ્રી લેવલ ક્રેડિટ કાર્ડનો પૂરો ફાયદો ઉઠાવી શકો છો. ક્રેડિટ કાર્ડ ખર્ચ અને બચત સાથે જોડાયેલી આવી જ માહિતી માટે તમે જોતા રહો મની9.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો