MONEY9 GUJARATI: મોટાભાગે કારનું મહત્તમ આયુષ્ય 10 થી 15 વર્ષ હોય છે… ઉપરાંત, કાર ખરીદ્યા પછી, તેની કિંમત પણ ઘટવા લાગે છે… દરેક વ્યક્તિ બદલાતી ટેક્નોલોજી સાથે અપડેટ થવા માંગે છે… એટલે જ જો નવા ફિચર્સ જોઈએ છે તો કાર પણ નવી લેવી પડશે… આવી સ્થિતિમાં મનમાં એક સવાલ ઉઠે છે કે શું કોઈ ઉપાય છે જેનાથી કાર પણ નવી મળી જાય અને તેને ઈચ્છીએ ત્યારે બદલી પણ શકીએ? જીહાં.. એક ઉપાય છે.. અને તે ઉપાયનું નામ છે કાર લીઝિંગ..
તમને જાણીને નવાઈ લાગશે કે કાર ખરીદવા સિવાય તમે કારને લીઝ પર પણ લઈ શકો છો… જો તમે કાર લીઝિંગ વિશે સાંભળ્યું નથી, તો અમારો આ અહેવાલ તમને તે સમજવામાં મદદ કરશે.
Olx, Quikr Cars, Avis Lease, OLA Car Lease, Uber Car Lease અને REVV જેવા કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મ છે જેના દ્વારા તમે કાર લીઝ પર લઈ શકો છો.
ભારત હંમેશા ઓનરશીપ માર્કેટ રહ્યું છે જ્યાં લોકો સંપૂર્ણ રકમ ચૂકવીને અથવા તો લોન લઈને કાર ખરીદે છે…પરંતુ આજકાલ ઘણા લોકો નૉન ઓનરશિપના વિકલ્પોનો ઉપયોગ કરી રહ્યા છે.. કાર લીઝિંગ પણ આમાંથી એક છે… કાર લીઝિંગ એ પણ ભાડા જેવું છે, જ્યાં તમને કારનો ઉપયોગ કરવાનો અધિકાર મળે છે.
કાર ખરીદવાની સાથે તમારે મોટી રકમનું વન-ટાઇમ ડાઉન પેમેન્ટ કરવું પડે છે અને લોનની ચુકવણી કરવી પડે છે.. EMIની સાથે સાથે કારના મેન્ટેનન્સનો ખર્ચ પણ તમારો જ હોય છે. તેનાથી ઉલટું તમે લોનની EMIના બરાબર અથવા તો તેનાથી પણ ઓછી કિંમત દર મહિને ચૂકવીને લીઝ પર કાર લઈ શકો છો. કાર સાથે મંથલી પેમેન્ટ ફિક્સ્ડ હોય છે.એટલું જ નહીં, તેમાં મેન્ટેનન્સ કૉસ્ટ એટલે કે કારનું રિપેરીંગ, એક્સેસરીઝ બદલવા જેવા ખર્ચનો પણ સમાવેશ થાય છે.
જ્યારે તમારી કાર જૂની થાય છે, ત્યારે તમે તેને રીસેલ એટલે કે ફરીથી વેચો છો, પછી ફરી નવી કાર ખરીદો છો…જ્યારે કાર લીઝ પર આપવાના કિસ્સામાં તમે થોડા વર્ષો પછી જ નવી કાર લઈ શકો છો…આ ઉપરાંત, સંપૂર્ણ કિંમત ચૂકવ્યા વિના મોંઘી અને પ્રીમિયમ કાર પણ ચલાવી શકો છો.
લીઝિંગમાં કૉસ્ટ,, કારનું મૉડલ, ટેન્યોર વગેરે પર આધાર રાખે છે.. તમે બેથી ચાર વર્ષ અને વધુમાં વધુ પાંચ વર્ષ માટે લીઝ પર કાર લઈ શકો છો. કેટલીક કંપનીઓ એકથી ત્રણ વર્ષ માટે લીઝ પર કાર પણ આપે છે.
જો કે, કાર લીઝિંગમાં માઈલેજ પર રિસ્ટ્રિક્શન હોય છે. એટલે કે, તમે એક વર્ષમાં ચોક્કસ મર્યાદા સુધી જ કાર ચલાવી શકો છો. આ સાથે કારને લીઝ પર લેવા માટે સિક્યોરિટી ડિપોઝીટ પણ ભરવી પડશે… આ સિક્યોરિટી ડિપોઝીટ 20,000થી 30,000 રૂપિયા સુધીની હોઈ શકે છે…મોટાભાગે આ રકમ લીઝ પર લેવાનારી કાર પર ડિપેન્ડ કરે છે… આ ઉપરાંત વન-ટાઇમ નૉન-રિફંડેબલ ચાર્જ ચૂકવવો પડે છે જે 4,000 થી 5,000 રૂપિયા હોઈ શકે છે… આ રકમ કારના મોડલ પર પણ નિર્ભર છે.
જો તમે લાંબા સમય સુધી એટલે કે 8 થી 10 વર્ષ સુધી કારની માલિકી રાખવા માંગતા હોવ અને તમને લાગે કે તે તમારી પોતાની જ વસ્તુ હોવી જોઈએ તો કાર ખરીદવી યોગ્ય છે… પરંતુ જો તમે કાર જેવી એસેટ ઓન નથી કરવા માંગતા અને વહેલા કે મોડા જો તમે કાર બદલવા માંગો છો અથવા તમારું કામ એવું છે કે તે ઘણીવાર નવી જગ્યાએ ટ્રાન્સફર થયા કરે છે, તો કારને લીઝ પર લેવી વધુ સારું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો