MONEY9: મોંઘી લોન અને વધતા જતા ઉત્પાદન ખર્ચને કારણે મંદીમાં સપડાયેલું ભારતનું રિયલ એસ્ટેટ સેક્ટર વધુ એક કારણસર ચર્ચામાં છે. આ કારણ છે શેરબજારમાં રિયલ એસ્ટેટ કંપનીઓના શેરનું પ્રદર્શન. છેલ્લા એક મહિનામાં નેશનલ સ્ટોક એક્સ્ચેન્જના રિયલ્ટી ઇન્ડેક્સમાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ કરનારાઓને સારી કમાણી થઇ. પરંતુ સવાલ તે છે કે, શું કમાણીનો આ દોર આગળ પણ ચાલું જ રહેશે? કે પછી મોંઘવારીના ડાકલા સામે રિયલ્ટી સેક્ટરની તેજી ધીમી પડી જશે?
શેરબજારની રોશનીમાં રિયલ એસ્ટેટ સેક્ટરને જોતા પહેલાં જાણી લઇએ પ્રોપર્ટી માર્કેટની સ્થિતિ. કોવિડ બાદ મકાનોના વેચાણમાં જેવી થોડી તેજી જોવા મળી કે તુરંત જ મોંઘી લોન અને ઉંચા ઉત્પાદન ખર્ચની નજર લાગી ગઇ. બજારના નિષ્ણાતો માની રહ્યા છે કે, આ બંને કારણ પ્રોપર્ટી માર્કેટની તેજીને આંચકો આપી શકે છે. બાંધકામ ખર્ચનો બોજ ઓછો કરવા માટે કંપનીઓ પહેલેથી જ મકાનના ભાવમાં વધારો કરી ચુકી છે. લોન મોંઘી થવાને કારણે ખરીદારોની એફોર્ડિબિલિટી પર અસર થવાની આશંકા છે. જોકે, આ ધારણા શોર્ટ ટર્મ હોઇ શકે છે, કારણકે નિષ્ણાતો માની રહ્યા છે કે, કોવિડના બે વર્ષના સમયગાળા બાદ આવેલી માગ યથાવત રહેશે. કારણકે તે એન્ડ યુઝર ડિમાન્ડ છે. એટલે કે આ માંગ સીધી ઘર ખરીદનારો તરફથી આવી રહી છે.
આ ઉપરાંત હાઇબ્રિડ વર્ક કલ્ચરને કારણે માગ નાના શહેરો એટલે કે ટિયર-2 અને ટિયર-3 શહેર તરફ શિફ્ટ થઇ છે. આવો હવે જાણીએ રિયલ એસ્ટેટ કંપનીઓના શેરોમાં કોવિડ બાદ શું હલચલ ચાલી રહી છે. અને આવનારો સમય તેમના માટે કેવો રહેશે.
સૌથી પહેલા વાત નિફ્ટી રિયલ્ટીની. ચાર્ટ મારફતે આપણે રિયલ એસ્ટેટ શેરોની ચાલને સમજવાની કોશિષ કરીએ. નિફ્ટી રિયલ્ટી પોતાની 52 સપ્તાહની ટોચથી લગભગ 20 ટકા નીચે ચાલી રહી છે. પરંતુ છેલ્લા એક મહિનાના પ્રદર્શન પર નજર નાખીએ તો, સ્થિતિ થોડી બદલાયેલી છે. એક મહિનામાં નિફ્ટી રિયલ્ટીમાં લગભગ 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કેટલી કંપનીઓના શેર તો તેનાથી પણ ઉપર ચાલી રહ્યા છે.
ચોઇસ ઇક્વિટી બ્રોકિંગના ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ આસિફ ઇકબાલ જણાવે છે કે, વ્યાજ દર વધવાને કારણે માગ પર થોડી અસર પડી શકે છે. ફોકસ જેવું મોંઘવારીથી ગ્રોથ તરફ શિફ્ટ થશે ત્યારે વ્યાજ દર સ્થિર થઇ જશે. આવામાં ડિમાન્ડ ફરીથી જોર પકડશે, જેને કારણે કંપનીઓનો નફો વધશે. લોન્ગ ટર્મની દૃષ્ટિએ પસંદગીના રિયલ્ટી શેરમાં રોકાણ સારો ફાયદો અપાવી શકે છે.
તેઓ જણાવે છે કે, સારા રિટર્ન માટે પસંદગીના શેરમાં રોકાણ કરવું જોઇએ જેમકે, ગોદરેજ પ્રોપર્ટીઝ, DLF, પ્રેસ્ટિજ, શોભા ડેવલપર્સ.
નાના કંપનીઓથી દૂર રહેવું જોઇએ. માર્કેટમાં ત્યારે જ ટકી શકાય છે જ્યારે કંપની પાસે મૂડી હોય, પ્રોજેક્ટની ડિલિવરી સમયસર થાય અને સારું બ્રાન્ડ નેમ હોય. રિયલ્ટી સેક્ટર પર વ્યાજ દર વધવાનું પ્રેસર છે તે, બેથી ત્રણ ક્વાર્ટર સુધી યથાવત રહી શકે છે. 2 વર્ષ કે તેનાથી વધુ સમય માટે રોકાણ કરવાથી સારું રિટર્ન મળી શકે છે. ઘટતા બજારે થોડા થોડા શેર ખરીદો, સારું રિટર્ન મળશે.
ગોદરેજ પ્રોપર્ટીઝના શેર વર્તમાન સમયે 1,500 રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે. દર મહિને થોડા થોડા શેર ખરીદી શકો છો. જો તમે તેને એક વર્ષ કરતા વધુ સમય માટે રાખો છો તો તે 2200થી 2400 સુધી જઇ શકે છે. આવા રીતે તમને 40 ટકા જેટલું રિટર્ન મળી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો