Money9: પ્રોપર્ટી માર્કેટમાં તેજી છે… જમીન હોય, મકાન હોય કે કોમર્શિયલ પ્રોપર્ટી… દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે…રેસિડેન્સિયલ પ્રોપર્ટી એટલે કે ઘર અને ફ્લેટના રેન્ટલ યીલ્ડમાં પણ તેજી આવી છે…
ખાસ કરીને દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલુરુ જેવા મેટ્રો શહેરોમાં… આનાથી ભાડૂઆતોની સમસ્યાઓ વધી છે…
આવો જાણીએ રેન્ટલ યીલ્ડ શું છે? રેન્ટલ યીલ્ડ કેટલી વધી છે? યીલ્ડ વધવાથી મકાનમાલિકો અને ભાડૂઆતો પર કેવી રીતે અસર પડી છે?
રેન્ટલ યીલ્ડએ પ્રોપર્ટીમાં રોકાણ પર મળતું વાર્ષિક રિટર્ન છે… જે ટકાવારી એટલે કે પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે છે. રેન્ટલ યીલ્ડ એ દર્શાવે છે કે એક પ્રોપર્ટી તેની ખરીદ કિંમતની તુલનામાં કેટલી કમાણી કરી રહી છે.
સાદી ભાષામાં કહીએ તો પ્રોપર્ટીમાં રોકાણ પર ભાડાથી કમાણીને રેન્ટલ યીલ્ડ તરીકે દર્શાવવામાં આવે છે… તે પ્રોપર્ટીના પર્ફોર્મન્સનું ઇન્ડિકેટર છે…
રેન્ટલ યીલ્ડના બે પ્રકાર છે -ગ્રોસ અને નેટ રેન્ટલ યીલ્ડ
રેન્ટલ યીલ્ડને એક ઉદાહરણથી સમજીએ…
ધારો કે તમે 50 લાખ રૂપિયામાં પ્રોપર્ટી ખરીદી છે… તેને ભાડે આપીને, તમને દર મહિને 20 હજાર રૂપિયા એટલે કે વાર્ષિક 2,40,000 રૂપિયા ભાડું મળે છે… તો ગ્રોસ રેન્ટલ યીલ્ડ 4.8 ટકા થશે…એટલે કે 50 લાખ રૂપિયાની પ્રોપર્ટીના રોકાણ પર ભાડામાંથી વાર્ષિક 4.8 ટકા રિટર્ન મળી રહ્યું છે.
ગ્રોસ રેન્ટલ યીલ્ડને કેલ્ક્યુલેટ કરવા માટે વાર્ષિક ભાડાને પ્રોપર્ટીની ખરીદ કિંમતથી ભાગીને તેને 100 વડે ગુણાકાર કરવામાં આવે છે…
આ જ રીતે, નેટ રેન્ટલ યીલ્ડની ગણતરી કરવા માટે, વાર્ષિક ભાડામાંથી વાર્ષિક ખર્ચને બાદ કરીને તેને પ્રોપર્ટીની ખરીદ કિંમત દ્વારા ભાગવામાં આવે છે… પછી તેનો 100 વડે ગુણાકાર કરવામાં આવે છે…
નેટ રેન્ટલ યીલ્ડમાં પ્રોપર્ટીની મેઇન્ટેનન્સ કોસ્ટ સહિત બીજા ખર્ચનો સમાવેશ થાય છે. જેનાથી રોકાણ પરનું ચોક્કસ ચિત્ર મળે છે.
પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોકનો તાજેતરનો અહેવાલ દર્શાવે છે કે દેશના ટોચના શહેરોમાં હાઉસિંગ પ્રોપર્ટીની રેન્ટલ યીલ્ડમાં નોંધપાત્ર વધારો થયો છે…
2024ના પ્રથમ ક્વાર્ટરમાં, IT સિટી બેંગલુરુમાં રેન્ટલ યીલ્ડ વધીને 4.45 ટકા થઈ, જે વર્ષ 2019 માં 3.6 ટકા હતી. રેન્ટલ યીલ્ડ મુંબઈમાં 4.15 ટકા, ગુરુગ્રામમાં 4.1 ટકા, પુણેમાં 3.85 ટકા, પુણેમાં 3.85 ટકા થઈ ગઈ. કોલકાતામાં તે વધીને 3.8 ટકા અને નોઈડામાં 3.7 ટકા થઇ ગઇ છે.
દેશભરમાં રેસિડેન્સિયલ પ્રોપર્ટીની રેન્ટલ યીલ્ડ લાંબા સમયથી સરેરાશ 2 થી 3 ટકાની વચ્ચે રહેતી આવી છે.
કોવિડ પછી ઓફિસ, સ્કૂલ-કોલેજ અને કોમર્શિયલ એક્ટિવિટીઝ ફરી શરુ થતા ભાડાના મકાનોની માંગમાં વધારો થયો… આ સાથે, ડિમાન્ડ-સપ્લાયમાં મિસમેચ જોવા મળી.
વાસ્તવમાં, કોવિડ દરમિયાન કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ ઠપ્પ રહી. જેના કારણે બજારમાં ડિમાંડ અનુરુપ નવા મકાનોનો પુરવઠો ન હતો…
વધુમાં, મકાનમાલિકોએ મહામારી દરમિયાન ભાડામાં વધારો કર્યો ન હતો… જેને ઓફિસો ખુલ્યા બાદ એકદમ વધારી દેવામાં આવ્યો.
આ કારણોસર, આઈટી સિટી બેંગલુરુ સહિત ગુરુગ્રામ, પૂણે, નોઈડા અને મુંબઈ જેવા મોટા શહેરોમાં ઘરના ભાડામાં ભારે વધારો જોવા મળ્યો છે… ભાડામાં આ વધારો હજુ પણ ચાલુ છે…
એનારોકના અહેવાલ મુજબ… NCRની વાત કરીએ તો, નોઈડા સેક્ટર 150માં 2BHK ફ્લેટનું ભાડું જે 2023ના અંતમાં રૂ. 22,000 હતું… 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે જાન્યુઆરી-માર્ચ દરમિયાન 9 ટકા વધીને રૂ. 24,000 થઇ ગયું છે. દ્વારકામાં ભાડું રૂ. 25,800થી વધીને રૂ. 27,400 થયું… ગોલ્ફ કોર્સ રોડનું ભાડું રૂ. 41,500થી વધીને રૂ. 43,000 અને ન્યુ ગુરુગ્રામમાં ફ્લેટનું ભાડું રૂ. 25,500થી વધીને રૂ. 26,500 થયું… , બેંગલુરુમાં સરજાપુર રોડ અને વ્હાઇટ ફિલ્ડમાં, ભાડું રૂ. 31,600 અને રૂ. 30,200 થી વધીને 34,000 અને રૂ. 32,500 થયું છે… આ સમયગાળા દરમિયાન, ભાડામાં 8 ટકાનો વધારો થયો છે.
દેશના 7 મોટા શહેરોના મહત્વના લોકેશન પર વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળાની વચ્ચે ઘરના ભાડામાં સરેરાશ 4 થી 9 ટકાનો વધારો થયો છે.
ઘરના ભાડામાં વધારાને કારણે રેન્ટલ યીલ્ડ એટલે કે ભાડાની આવક પણ વધી છે… જે મકાનમાલિકો માટે સારી નિશાની છે કારણ કે તેમની રેન્ટલ ઇનકમ વધી છે…
જ્યારે ભાડૂઆતો માટે આ ચિંતાનો વિષય છે… ભાડાના ફુગાવાના કારણે તેમનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે…
એટલું જ નહીં, કોર્પોરેટ ઓફિસો પાસે બજેટમાં ઘર મળવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે.
મકાન ભાડામાં આ વધારો માત્ર મેટ્રો કે મોટા શહેરો પૂરતો મર્યાદિત નથી.
નાના શહેરોમાં પણ ભાડા વધ્યાં છે… એટલે કે મકાનમાલિકોની રેન્ટલ યીલ્ડ વધી છે…
રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે, વર્ષ 2024માં પણ ઘરના ભાડામાં વધારો થવાની સંભાવના છે…
જો તમે પણ ભાડાનું ઘર શોધી રહ્યા છો, તો વધારે ભાડું ચૂકવવા માટે તૈયાર રહો…
ભાડાની મોંઘવારીમાંથી થોડી રાહત મેળવવા માટે તમે શહેરના સારા વિસ્તાર એટલે કે Prominent Locationથી થોડે દૂર ભાડેથી ઘર લઈ શકો છો…જો કે ઓછા ભાડાના ચક્કરમાં એટલે દૂર પણ ઘર ન લો કે આવવા-જવામાં ભાડું અને સમય બંને વધારે થઇ જાય.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો