Money9: વિદેશ યાત્રા માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ અનિવાર્ય હોય છે. પરંતુ દેશની અંદર યાત્રા કરતી વખતે આપણે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ નથી લેતા. જેના ઘણાં કારણો છે. એક તો મોટાભાગના લોકોને ખબર જ નથી કે ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ નામની કોઇ ચીજ હોય છે, બીજું મોટાભાગના લોકોને લાગે છે કે ટ્રાવેલ ઇન્સ્યોરન્સનો અર્થ માત્ર એક્સીડેન્ટ થાય ત્યારે મળનારા ક્લેમ સાથે છે. જો કે બિલકુલ એવું પણ નથી. ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સમાં મેડિકલ ઇમરજન્સી ઉપરાંત લગેજ લોસ, પાસપોર્ટ લોસ, ટ્રિપ કેન્સલેશન વગેરે કવર થાય છે.
જ્યારે તમે ડોમેસ્ટિક ટ્રાવેલ પ્લાન લેતા હોવ ત્યારે તમે વીમા કવર માટે જે પૈસા આપો છો તે વધારે નથી હોતા. પરંતુ કમનસીબે કોઇ મેડિકલ ઇમરજન્સી આવી ગઇ કે સામાન ખોવાઇ ગયો તો તમારા નુકસાનની ભરપાઇ થાય, તે આ વીમો જરૂર સુનિશ્ચિત કરે છે.
ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સમાં મેડિકલ ઇમરજન્સી, એક્સીડન્ટ, ટ્રાવેલ રૂટ સાથે જોડાયેલી સમસ્યાઓ, ફ્લાઇટ ડિલે, ડેમેજ, કેન્સલેશન, બેગેજનું નુકસાન વગેરે સામેલ હોય છે.
ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સના લાભ
ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેવો ઘણાં કારણોથી યોગ્ય રહે છે. જો તમારી પાસે આ ઇન્સ્યોરન્સ છે તો તમને ઘણાં લાભ મળે છે. જેમ કે-
– કોઇ નવી જગ્યાએ ટ્રાવેલ કરતી વખતે યાત્રા સાથે જોડાયેલી કોઇ હેલ્થ ઇમરજન્સી ઉભી થાય તો સારવારના ખર્ચમાં મદદ મળે છે. – સામાન ચોરી થવા કે લૂંટફાટની કોઇ ઘટના થાય તો ઇન્સ્યોરન્સ કંપની તરફથી સંપૂર્ણ કવરેજ મળે છે – કોઇ અપ્રિય સ્થિતિ અને નાણાકીય નુકસાનની ચિંતા કર્યા વગર તમે યાત્રાની યોજના બનાવી શકો છો – ડિલે કે ટિકિટ કેન્સલેશન વગેરેની સ્થિતિમાં વીમા કંપની તમને રિફંડ આપે છે – પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ વગેરે ખોવાઇ જાય તો તેની ડુપ્લીકેટ કોપી બનાવવાનો ખર્ચ કવર થાય છે – ઘણાં પ્લાનમાં યાત્રા દરમિયાન કાર કે ટેક્સી ખરાબ થાય તો આસિસ્ટન્સ સર્વિસ આપવામાં આવે છે. એમ્બ્યુલન્સ સંબંધી મદદ, મેડિકલ ઇવેક્યુએશન વગેરે મળે છે.
આટલી કંપનીઓ આપે છે આ વીમો
કેટલાક અગ્રણી ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પ્લાન્સની વાત કરીએ તો બજારમાં ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીની સુહાના સફર પોલિસી, ફ્યૂચર જેનરલીની શુભ યાત્રા પોલિસી, બજાજ આલિયાંઝની ભારત ભ્રમણ પોલિસી, ટાટા એઆઇજી ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી વગેરે ઉપલબ્ધ છે. આ પ્લાન માઇક્રો પ્લાન પણ છે અને મહિના, છ મહિના, વર્ષના અને તેથી લાંબા ગાળાના પણ છે.
શું કવર થાય છે?
આ પોલિસીઓમાં અલગ-અલગ ચીજો કવર થાય છે. કેટલાકમાં ટ્રાવેલ દરમિયાન ઇમરજન્સી ફેમિલી ટ્રાવેલ જેવું કવર પણ સામેલ હોય છે. એટલે જો તમે એકલા છો અને લાંબા સમય માટે હોસ્પિટલમાં ભરતી થવું પડ્યું છે તો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ આપનારી કંપની તમને મળવા આવતા તમારા પરિવારજનોના આવવા-જવાનું ભાડું પણ આપશે.
જો તમારી ફ્લાઇટ કે ટ્રેન મિસ થઇ ગઇ છે તો ઇન્સ્યોરન્સ કંપની તમારી ટિકિટની કિંમતની ભરપાઇ કરશે. તો કેટલાકમાં પર્સનલ લાયબિલિટી સામેલ છે. ઉદાહરણ તરીકે જો તમારાથી કોઇ એક્સીડેન્ટ થઇ જાય અને તેનાથી કોઇને જાનમાલનું નુકસાન થાય તો ઇન્સ્યોરન્સ કંપની તેની ભરપાઇ કરે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો