MONEY9: દેશભરમાં તહેવારોની મોસમ ચાલી રહી છે… હવે દિવાળીનો વારો છે અને લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે દિવાળી એટલે પણ ખાસ છે કે તેમાં સળંગ ચાર દિવસ રજા પડવાની છે. આ ઉપરાંત ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને બોનસ ભેટ આપે છે. આ તહેવાર ભેટોની આપ-લે માટે પણ જાણીતો છે. દીપાવલીના અવસરે લોકો પોતાના સંબંધીઓ, મિત્રો, સહકર્મીઓ વગેરેને વિવિધ પ્રકારની ભેટો આપો…
ભેટ અને બોનસ કોને ના ગમે? દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને બોનસ મળે અને તેનું અટવાયેલું કામ પૂરું કરી શકે કે કોઈ શોખ પૂરો કરી શકે… એ જ રીતે દરેકને ભેટ પણ ગમે છે… જો કે, અતિશય આનંદ ન કરો… ટેક્સ ડિપાર્ટમેન્ટ બોનસ અને ગિફ્ટ્સ પર પણ ટેક્સ વસૂલે છે…તમને મળતા બોનસ અને ગિફ્ટ્સ પર ટેક્સ કેવી રીતે વસૂલવામાં આવે છે…ક્યા સંજોગોમાં ગિફ્ટ કરપાત્ર નથી બનથી અને ઇન્કમ ટેક્સની નોટિસથી બચવા તમારે શું કરવાની જરૂર છે તેના પર આજે વાત કરીશું.
ભેટ સંબંધિત શું છે નિયમો ?
આવકવેરાના નિયમો અનુસાર, રૂ. 50,000 થી વધુની રકમ ચેક, ડ્રાફ્ટ અથવા રોકડમાં મળે, જમીન અથવા ઇમારતો જેવી સ્થાવર મિલકતો કે જેની સ્ટેમ્પ ડ્યુટી રૂ. 50,000 થી વધુ હોય…આ ઉપરાંત, ઝવેરાત, શેર, વાહનો અને અન્ય મોંઘી વસ્તુઓ કે જેની કિંમત 50,000 રૂપિયાથી વધુ છે, તેના પર તમારે ટેક્સ ચૂકવવો પડશે.
ક્યારે અને કયા પ્રસંગે મળેલી ભેટ કરમુક્ત હશે?
એક ક્ષણ રાહ જુઓ, એવું જરૂરી નથી કે 50,000 રૂપિયાથી વધુની ભેટ પર હંમેશા ટેક્સ લાગે.. ‘સંબંધીઓ’ પાસેથી મળેલી ભેટ પર બિલકુલ ટેક્સ લાગતો નથી, ભેટની રકમ 50,000 રૂપિયાથી વધુ હોય તો પણ… સંબંધીઓમાં પતિ કે પત્ની, ભાઈ કે બહેન, માતા-પિતા, પતિ કે પત્નીના માતા-પિતા અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. વધુ એક વાત જાણી લો, દિવાળી જેવા તહેવારો પર કે સામાન્ય દિવસોમાં સગાંસંબંધીઓ તરફથી કોઇ પણ ભેટ મળે તેના પર કોઇ ટેક્સ લાગતો નથી. બીજું, લગ્ન એકમાત્ર એવો પ્રસંગ છે, જેમાં તમને કોઈ વ્યક્તિ તરફથી ભેટ મળે છે, પછી ભલે તે ગમે તેટલી મોંઘી હોય તો પણ, તેના પર કોઈ ટેક્સ લાગતો નથી… પછી તે મિત્ર તરફથી હોય કે સહકર્મચારી તરફથી હોય કે પછી સંબંધી પાસેથી મળી હોય….
શું કંપની તરફથી મળતા દિવાળી બોનસ પર ટેક્સ લાગશે?
હવે વાત કરીએ દિવાળી બોનસની… મોટાભાગની કંપનીઓ અને સરકારી વિભાગો તેમના કર્મચારીઓને દિવાળી બોનસ આપે છે, જેથી તહેવાર આનંદપૂર્વક પસાર થાય. બોનસ મેળવીને કર્મચારીઓના ચહેરા પર પણ ખુશી આવી જાય છે પરંતુ શું તમને ખબર છે કે દિવાળીના બોનસ તરીકે મળેલી રકમ ટેક્સના દાયરામાં આવે છે?
કરવેરા અને રોકાણ નિષ્ણાત બળવંત જૈન જણાવે છે કે દિવાળી એ રોશની, ખુશીઓ અને અનેક ભેટોનો તહેવાર છે. આવી સ્થિતિમાં ઘણા એમ્પ્લોયરો તેમના કર્મચારીઓને બોનસ આપે છે. આ બોનસ તમારા પગારનો ભાગ માનવામાં આવે છે અને તે કરના દાયરામાં આવશે. જ્યારે, નોકરીદાતાઓ પાસેથી મેળવેલા ગિફ્ટ વાઉચર્સ માત્ર એક મર્યાદા સુધી જ કરમુક્ત છે… એક નાણાકીય વર્ષમાં 5,000 રૂપિયા સુધીના મેળવેલા ગિફ્ટ વાઉચર કરપાત્ર નથી… ગિફ્ટ વાઉચરની રકમ 5000 કરતાં વધી જાય તો એમ્પ્લોયર TDS કાપે છે…
ઉદાહરણ તરીકે, જો તમને દિવાળી પર એમ્પ્લોયર તરફથી લગભગ 5000 રૂપિયાની ગિફ્ટ અને ક્રિસમસ પર 3,000 રૂપિયાની ગિફ્ટ મળે છે, તો તમારે 3,000 રૂપિયાની ગિફ્ટ પર ટેક્સ ચૂકવવો પડશે, જે 5000 રૂપિયાની મર્યાદાથી વધુ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો