Money9: નિશાંતના ક્રેડિટ કાર્ડની લિમિટ પૂરી થઈ ગઈ… મહિનો પૂરો થવા આવ્યો હતો. પગાર પણ પૂરો થઈ રહ્યો હતો. પણ હજુ કેટલાક ખર્ચ કરવાના બાકી હતા..બેંકની એપ પર ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ ચેક કરી રહ્યો હતો ત્યારે જોયું કે તેને ઓવર લિમિટની સુવિધા મળી રહી છે. તેના માટે તે એલિજિબલ છે.
ઓવર લિમિટનો અર્થ એ છે કે ક્રેડિટ કાર્ડની લિમિટ પૂરી થઇ ગયા પછી પણ તમે એક ચોક્કસ રકમ સુધી ખર્ચ કરી શકો છો. નિશાંતને જરૂર હોવાથી, તેણે તરત જ આ સુવિધાનો લાભ લીધો. એ જાણવા કે સમજવાનો પ્રયાસ પણ ન કર્યો કે તેની સાથે કઇ ટર્મ્સ એન્ડ કંડિશન્સ જોડાયેલી છે. જે ચાર્જ ભરવો પડશે તેના વિશે પણ ન વાંચ્યું.
તો શું નિશાંતે કોઈ ભૂલ કરી કે આ સુવિધા તેના માટે યોગ્ય હતી..આને સમજવા માટે આપણે ક્રેડિટ કાર્ડ ઓવર લિમિટ વિશે સારી રીતે જાણવું પડશે.
ક્રેડિટ કાર્ડ લિમિટથી ક્રેડિટ કાર્ડની સ્પેન્ડિંગ કેપેસિટી એટલે કે ખર્ચ કરવાની ક્ષમતા નક્કી થાય છે. તમે કાર્ડથી એટલો જ ખર્ચ કરી શકો છો જેટલાની લિમિટ તમને મળી છે. આ લિમિટ તમારી આવકના હિસાબે નક્કી કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર તમે આ મર્યાદા કરતા વધુ ખર્ચ કરી શકો છો અને આવું ક્રેડિટ કાર્ડની સાથે મળતી ઓવર લિમિટની સુવિધા દ્વારા થાય છે.
વાસ્તવમાં, ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરતી બેંકો અને NBFCએ ક્રેડિટ કાર્ડ પર ઓવર લિમિટની સુવિધા શરૂ કરી છે.આ સુવિધાથી યૂઝર્સને પોતાની ક્રેડિટ લિમિટથી વધુ ખર્ચ કરવામાં મદદ મળે છે. આનાથી ઇમરજન્સી કે ઘણાં જ જરૂરી સમયમાં યૂઝરને એક બફર મળે છે.
આવો આને એક ઉદાહરણથી સમજીએ. માની લઈએ કે તમારી ક્રેડિટ કાર્ડની લિમિટ દોઢ લાખ રૂપિયા છે. સામાન્ય રીતે તમે તમારા ખર્ચને આ મર્યાદામાં રાખો છો… પરંતુ બેન્કોની ઓવર-લિમિટની સુવિધા સાથે તમે ક્રેડિટ લિમિટથી એક લિમિટ સુધી આગળ વધી શકો છો. આ ઓવર લિમિટ કાર્ડની સાથે ઉપલબ્ધ ક્રેડિટ લિમિટના 10 થી 20 ટકા હોઈ શકે છે…આ રીતે જો 1.5 લાખની ક્રેડિટ લિમિટવાળા કાર્ડ પર જો તો 20 ટકા ઓવર લિમિટની સુવિધા મળે છે તો તમે તમારા ક્રેડિટ કાર્ડથી 1 લાખ 80 હજાર રૂપિયાનો ખર્ચી શકો છો.
બેંકો સામાન્ય રીતે ઓવર લિમિટ રકમ પર 2.5 થી 5 ટકા ચાર્જ કરે છે. આ ચાર્જ કાર્ડ, ક્રેડિટ હિસ્ટ્રી, કાર્ડ ઇશ્યૂઅરની પોલિસી વગેરેના આધારે અલગ અલગ હોઇ શકે છે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમારે તમારી બેંકને આ મંજૂરી આપવી પડશે. બેંક પોતે પણ વધુ સારી સેવા આપતા તમને આ સુવિધા આપી શકે છે.
પરંતુ જો તમારો ક્રેડિટ સ્કોર એવરેજથી ઓછો છે અને તમારી પેમેન્ટ હિસ્ટ્રી ખરાબ છે, તો બેંક તમને આ સુવિધા આપવાનો ઇનકાર કરી શકે છે. આ સુવિધાનો ઉપયોગ ફક્ત ખાસ પરિસ્થિતિઓમાં જ કરવો જોઈએ. બેંકો એવી પણ અપેક્ષા રાખે છે કે યૂઝર ઓવર લિમિટની સુવિધાનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખે અને તેના પર નિર્ભર ન રહે.
વારંવાર ઓવર લિમિટની સુવિધાનો ઉપયોગ કરવાથી તમારા ક્રેડિટ સ્કોર પર પણ અસર થાય છે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે આ સુવિધા એવા યુઝર્સ માટે યોગ્ય છે જેમને અચાનક ક્યાંકથી પૈસાની જરૂર પડે છે. આ સુવિધામાં ફ્લેક્સિબિલિટી મળે છે. પરંતુ તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. નહીંતર તમે નકામા ચાર્જ ચૂકવતા રહેશો. તેથી, ઓવર લિમિટની સુવિધાની શરતો અને ફી અંગે સારી રીતે જાણ્યા-સમજ્યા બાદ જ તેનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવો જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો