Money9: મિનિમલિઝમનો અર્થ ઓછા ખર્ચ સાથે નથી પરંતુ એવો જ ખર્ચ કરવા સાથે છે જે ઘણો જરૂરી છે. ગૌરવ એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. સારોએવો પગાર છે તો પણ વધારે સેવિંગ નથી કરી શકતો. કારણ ફક્ત એટલું છે કે તેને શોપિગની લત છે. મોલ, ઇ-કોમર્સ સાઇટ્સ, ડ્યૂટ ફ્રી શોપ્સ દરેક જગ્યાએ તે નંબર વન કસ્ટમર છે. પરંતુ મોટાભાગનો સામાન કેટલાક દિવસના ઉપયોગ બાદ ઘરના ખૂણામાં પડ્યો રહે છે. પૈસાનો ખર્ચ પણ થઇ રહ્યો છે અને ઘરમાં અલગથી જગ્યા પણ ભરાઇ રહી છે. વોર્ડરોબમાં કપડા તો કિચનમાં ડઝનબંધ ઇલેક્ટ્રિક ડિવાઇસ, કોફી મેકરથી લઇને બ્લેન્ડર સુધી. હવે ગૌરવ આ બધાથી પરેશાન પણ છે પણ બીજીબાજુ શોપિંગનો મોહ પણ નથી છૂટી રહ્યો. જો ગૌરવની જેમ તમે પણ આ પ્રકારની પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો અમે તમને જણાવી દઇએ કે આ બીમારીની સરવાર અમારી પાસે છે. આ બીમારીની એક દવા છે જેનું નામ છે મિનિમલિઝમ..હવે આ મિનિમલિઝમ વળી શું છે, કેવી રીતે તે છે તમારા કામની ચીજ? આ અમે બતાવીશું આ રિપોર્ટમાં..
મિનિમલિઝમનો અર્થ
સરળ શબ્દોમાં કહીએ તો મિનિમલિઝમનો અર્થ ઓછા ખર્ચ સાથે નથી પરંતુ એવો જ ખર્ચ કરવા સાથે છે જે ઘણો જરૂરી છે. મિનિમલિસ્ટ અને સિમ્પલિસ્ટમાં અંતર છે. આને એક ઉદાહરણથી સમજીએ..મિનિમલિસ્ટ કોઇપણ વસ્તુનો સંગ્રહ નથી કરતો. તે કોઇ ખરાબ જીવન નથી જીવતો. પરંતુ જીવનને પોતાની જરુરિયાતને હિસાબે જીવે છે. એટલે કે મોંઘા અને સારી બ્રાન્ડના જુતા ખરીદવા છે તો બેથી ત્રણ ખરીદો, 10 જૂતા નહીં. બે જૂતા મિનિમલિઝમ છે, 10 જૂતા મટિરિયલિઝમ..
તમારે મિનિમલિસ્ટ બનવા માટે આ થિયરીને સમજવી પડશે..એક ટાઇમ ફ્રેમ હોય છે, જેમાં જો તમે સામાનનો ઉપયોગ નથી કર્યો તો એ સમજી લો કે તે બેકારની ખરીદી હતી. ઉદાહરણ તરીકે જો તમે 3 મહિના કોઇ જુતા, કપડા, ઇલેક્ટ્રિક ડિવાઇસ કે કોઇ વાસણ વગેરેનો ઉપયોગ નથી કર્યો તો તે સામાન તમારા કામનો નથી. તો બેઝિક મિનિમલિસ્ટ ફંડા એ છે કે તમે ઓછા સામાન સાથે પણ સારુ જીવન જીવી શકો છો. તો હવેથી શોપિંગ કરતી વખતે આ વાતને ધ્યાનમાં રાખીને જ ખરીદી કરો.
ઇ-શોપિંગ સાઇટ્સ તમને લલચાવે છે, શોપિંગ કરવા માટે મજબૂર કરી દે છે. ત્યાં મોટાભાગે સેલ લાગે છે તો સેલના ચક્કરમાં બેકાર ચીજો ન ખરીદો. મોલમાં પણ શોપિંગ ફેસ્ટ હોય છે જ્યાં અલગ-અલગ બ્રાન્ડ્સ પણ જાતે સેલ લગાવે છે. તો કોઇ ખાસ સામાનની જરુરિયાત ઉભી ન થાય ત્યાં સુધી આવી જગ્યાએ પણ ન જાઓ.
મિનિમલિસ્ટ કેવી રીતે બની શકાય
મિનિમલિસ્ટ કેવી રીતે બની શકાય તેની રીત તો અમે તમને શિખવાડી દીધી..હવે એ પણ જાણી લઇએ આ મિનિમલિઝમના ફાયદા શું છે..આનો મોટો ફાયદો એ છે કે તમારુ સેવિંગ વધશે. 10 સામાનના બદલે બે સામાન ખરીદશો તો 8 સામાનનો ખર્ચ બચશે. બીજો ફાયદો એ કે તમે તમારુ ઇન્વેસ્ટમેન્ટ વધારી શકો છો. સેવિંગ વધશે તો ઇન્વેસ્ટમેન્ટ પણ વધી શકે છે..જે પૈસા શોપિંગમાં ખર્ચ કરો છો તેને ક્યાંક ઇન્વેસ્ટ કરી દો.
ત્રીજો ફાયદો એ કે તમે કપડા-જૂતા વગેરેમાં જે ખર્ચ કરો છો, તે જ ખર્ચ તમે કોઇ એક્સપીરિયન્સમાં કરી શકો છો..જેમ કે ટ્રાવેલિંગ પર…ચોથો ફાયદો એ કે તમે તમારા ઘરમાં સારીએવી સ્પેસ બનાવી શકો છો. વધુ સામાન એટલે ઘરમાં વધુ જગ્યા ઓક્યુપાઇ થશે. ઓછો અને સારો સામાન ઘરની શોભા વધારવાની સાથે જ વધારે સ્પેસ ક્રિએટ કરશે, પછી તે તમારો વોર્ડરોબ હોય કે પછી કિચનનો સ્લેબ..વળી અલગથી માનસિક શાંતિ પણ મળશે કારણ કે ઘણાબધા સામાનમાં તમને જેની જરુર હશે તે સામાન શોધવામાં સરળતા રહેશે..તો આ પણ એક ફાયદો જ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો