Money9: અભય ઘણા સમયથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યો છે… ઘરમાં બસ તેની પાસે જ ક્રેડિટ કાર્ડ છે… અભયના પુત્ર અંકિતે હમણાં જ કોલેજ જવાનું શરૂ કર્યું છે… અને હવે તે પોતાના માટે ક્રેડિટ કાર્ડ લેવાની જીદ કરી રહ્યો છે… અભય એક નવા કાર્ડની ઝંઝટ લેવા નથી માંગતો… અને પછી બીલ તો તેણે જ ભરવાનું છે…ડર છે કે ક્યાંક દીકરો ક્રેડિટ કાર્ડનો આડેધડ ઉપયોગ કરવા ન લાગે. . શું કરવું?
અભયની આ સમસ્યાનું સમાધાન છે અમારી પાસે…
આ સોલ્યુશનનું નામ છે એડ-ઓન ક્રેડિટ કાર્ડ… આ કાર્ડ શું છે? તે કેવી રીતે કામ કરે છે? આવો સમજીએ…
Add-on Credit Cardને સપ્લીમેન્ટરી કાર્ડ અથવા સેકન્ડરી કાર્ડ પણ કહેવામાં આવે છે… જે વાસ્તવમાં તમારા પ્રાઇમરી ક્રેડિટ કાર્ડનું એક્સ્ટેંશન છે… એટલે કે, તમે તમારા ક્રેડિટ કાર્ડ સાથે બીજું એક કાર્ડ લઈ શકો છો… અને તે જ કાર્ડને – Add-on Credit Card કહે છે.
કાર્ડ હોલ્ડર આ કાર્ડ દ્વારા પરિવારના સભ્યો સાથે તેમની ક્રેડિટ લાઇન શેર કરી શકે છે…એકસ્ટ્રા કાર્ડમાં મુખ્ય કાર્ડ જેટલી જ ક્રેડિટ લિમિટ હોય છે. આ એક રીતે, તે બેંકના જોઇન્ટ એકાઉન્ટ જેવું હોય છે.
તેનો સૌથી મોટો ફાયદો એ છે કે એડ-ઓન ક્રેડિટ કાર્ડથી તમારા ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં સરળતા રહે છે. આમાં ક્રેડિટ લિમિટ શેર કરવામાં આવતી હોવાથી, તેમાં મલ્ટીપલ ક્રેડિટ કાર્ડ એકાઉન્ટની જરૂરિયાત વિના ક્રેડિટ કાર્ડના ખર્ચને મેનેજ કરવામાં મદદ મળે છે.
આ ઉપરાંત, ઇન્ડિવિઝ્યુઅલ સ્પેન્ડિંગ લિમિટ સેટ કરવામાં પણ મદદ મળે છે.
આ સુવિધા ખાસ કરીને એવા પેરન્ટ્સ માટે ફાયદાકારક છે જેઓ તેમના બાળકને ખર્ચ કરવા માટે પૈસા આપે છે પરંતુ તે ખર્ચને નિયંત્રિત કરવા માંગે છે.
તમે દરેક એડ-ઓન ક્રેડિટ કાર્ડ પર સ્પેન્ડિંગ લિમિટને કસ્ટમાઇઝ કરાવી શકો છો… એટલે કે, તમે તેને તમારી પસંદગી મુજબ સેટ પણ કરી શકો છો…
આનાથી એ ઇન્સ્યોર થશે કે પરિવારમાં કોઈ વ્યક્તિ જરૂરિયાત કરતાં વધુ ખર્ચ ન કરે.
તમે દરેક ટ્રાન્ઝેક્શનને ટ્રૅક કરી શકો છો… ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટમાં તમને ખબર પડશે કે કોણ ક્યાં અને કઈ વસ્તુ પર ખર્ચ કરી રહ્યું છે…
સેકન્ડરી યૂઝર માટે ક્રેડિટ સ્કોર બનાવવામાં પણ મદદ મળે છે…
કાર્ડનો યોગ્ય ઉપયોગ અને સમયસર પેમેન્ટથી પ્રાઇમરી અને સેકન્ડરી બન્ને કાર્ડ હોલ્ડર માટે ક્રેડિટ સ્કોર પર પોઝિટિવ અસર થઇ શકે છે.
ખાસ કરીને તે એવા યૂઝર્સ માટે ફાયદાકારક છે કે જેઓ પ્રથમ વખત ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છે અથવા તેમની ક્રેડિટ હિસ્ટ્રીમાં સુધારો કરવા માગે છે.
કોઈપણ પ્રકારની ઇમરજન્સીની સ્થિતિમાં તે એક લાઈફલાઈન તરીકે કામ કરી શકે છે…પરિવારના સભ્યો અલગ અલગ રહેતા હોય અથવા ક્યાંક મુસાફરી કરતા હોય…અને જો અચાનક કટોકટીની સ્થિતિ ઊભી થાય, તો આ કાર્ડ તમને એક ફાઇનાન્સિયલ કવરેજ આપે છે…
હવે એ જાણીએ કે આ કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી? તો તેની પ્રક્રિયા એકદમ સરળ છે.
બેંકની સાઇટ પર જાઓ અને ક્રેડિટ કાર્ડ સેક્શનમાં આ કાર્ડ માટે અરજી કરો… એપ્લિકેશન ફોર્મમાં પ્રાઇમરી અને સેકન્ડરી કાર્ડ હોલ્ડરની માહિતી ભરો… સેકન્ડરી કાર્ડ હોલ્ડર માટે જરૂરી દસ્તાવેજો સબમિટ કરો. આપો..પ્રોસેસિંગ અને એપ્રુવલ બાદ કાર્ડ તમારા સરનામા પર મોકલી દેવામાં આવશે…
તો આ રીતે તમે તમારા પરિવારની જરૂરિયાત મુજબ Add-On Credit Card લઈ શકો છો… આવી જ અન્ય માહિતી મેળવવા માટે જોતા રહો Money9…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો