Money9: પ્રગતિએ ક્યારેય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નથી કર્યો. પરંતુ દોસ્તો અને કલીગને યૂઝ કરતા દેખ્યા જરૂર છે. વિચારી રહી છે કે એક ક્રેડિટ કાર્ડ લઇ જ લે. પરંતુ પ્રગતિ તેના કાર્ડના ઉપયોગના આધારે કાર્ડ લેવા માંગે છે.
આવા લોકો માટે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ એક સારો વિકલ્પ છે. તો આ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ શું છે અને તેને કેવી રીતે પસંદ કરવા? આવો સમજીએ.
પ્રગતિથી કહાનીની શરૂઆત થઇ છે, તો સૌ પ્રથમ જાણી લઇએ કે તેણે કેવા પ્રકારનું કાર્ડ લેવું જોઈએ. કારણ કે પ્રગતિ મનમૂકીને શોપિંગ કરે છે.
તેમાં પણ સૌથી વધુ ઓનલાઈન શોપિંગ. તેથી, તેણે તે એવી ઈ-કોમર્સ સાઇટનું કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લેવું જોઈએ જેના પર તે સૌથી વધુ શોપિંગ કરે છે.
જો તમે પણ તમારી જરૂરિયાત અનુસાર ક્રેડિટ કાર્ડ લેવા માંગો છો. તો તમે જે વસ્તુ પર સૌથી વધુ ખર્ચ કરો છો. તેની સાથે જોડાયેલું કો-બ્રાન્ડેડ કાર્ડ લઈ શકો છો.
કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ વાસ્તવમાં કાર્ડ કંપની અને બિઝનેસ બંને સાથે મળીને બહાર પાડે છે.
કાર્ડ કંપનીઓ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ, ટ્રાવેલ સાઇટ્સ, ફ્યુઅલ કંપનીઓ, હોટેલ્સ, ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્સ વગેરે સાથે ભાગીદારીમાં આવા કાર્ડ બહાર પાડે છે.
આ કાર્ડ્સનો ફાયદો એ છે કે તે લોકોની જરૂરિયાત મુજબ રિવોર્ડ ઓફર કરે છે.
ઉદાહરણ તરીકે એરલાઇન બ્રાન્ડેડ કાર્ડથી માઇલેજ રિવોર્ડ, લાઉન્જ એક્સેસ, ફ્લાઇટ અપગ્રેડ અથવા બોર્ડિંગમાં પ્રાયોરિટી જેવા બેનિફિટ્સ મળે છે.
તેવી જ રીતે, હોટેલ ચેઈન્સના બ્રાન્ડેડ કાર્ડ દ્વારા, રૂમ ડિસ્કાઉન્ટ, રૂમ અપગ્રેડ, એકોમોડેશનમાં પ્રાયોરિટી જેવી સુવિધાઓ મળી શકે છે.
મોટાભાગના કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડની સાથે પ્રથમ વર્ષમાં એન્યુઅલ ફી વેવર. કાર્ડ લેવા પર વેલકમ બેનિફિટ અને બોનસ પણ મળે છે.
જો આપણે ફાયદાઓને બાજુ પર રાખીને જોઈએ તો કાર્ડ એવું લો જે તમારી લાઇફસ્ટાઇલને સૌથી વધુ શ્યૂટ કરતું હોય.
જો તમે વારંવાર ટ્રાવેલ કરો છો, તો કોઇ એરલાઇન અથવા હોટેલનું કો-બ્રાન્ડેડ કાર્ડ લો. આ જ રીતે, જો તમે તમારી કાર દ્વારા વધુ ટ્રાવેલ કરો છો, તો ફ્યુઅલ કો-બ્રાન્ડેડ કાર્ડ લો.
ક્યારેય એવું કો-બ્રાન્ડેડ કાર્ડ ન ખરીદશો જે તમારા કામનું નથી. આનાથી ક્રેડિટ કાર્ડના ફાયદા તો મળશે પરંતુ કો-બ્રાન્ડેડના જે એડિશનલ ફાયદા મળે છે તે નહીં મળે. ધારો કે તમે ઈ-શોપિંગ બિલકુલ નથી કરતા. તો ઈ-કોમર્સ સાઈટનું કાર્ડ લેવાનો શું અર્થ? જો તમે તમારી કારથી ટ્રાવેલ નથી કરતા તો ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ લેવાનો શું ફાયદો?
હવે કાર્ડ પણ એ જ લો જેનો ઉપયોગ કરવામાં તમને સરળતા રહે.
ધારો કે તમે ભારત પેટ્રોલિયમનું ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ લઇ લીધું પરંતુ તમારો સૌથી નજીકનો પેટ્રોલ પંપ ઈન્ડિયન ઓઈલનો છે. તો પછી તમે કાર્ડનો મેક્સિમમ બેનિફિટ નહીં લઇ શકો.
તે જ રીતે, તમે ફ્લિપકાર્ટ પરથી વધુ ખરીદી કરો છો અને કાર્ડ લઇ લીધું એમેઝોન પેનું તો પછી કાર્ડથી તમને શું ફાયદો થશે?
આ સિવાય તમે જે પણ કાર્ડ લો. કાર્ડ લેતી વખતે, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, પર્ચેજ પ્રોટેક્શન, એક્સટેન્ડેડ વોરંટી કવરેજ અને ફ્રોડ લાયબિલિટી જેવા એડિશનલ ફિચર્સ ચેક કરી લો. આવા બેનિફિટ મળવાથી કાર્ડની વેલ્યૂ ઘણી વધી જાય છે. એટલે કે, કો-બ્રાન્ડેડ કાર્ડના લાભો ઉપરાંત પણ એડિશનલ બેનિફિટ મળે છે.
બીજી એક વાત એ છે કે કાર્ડ લેતી વખતે ક્રેડિટ કાર્ડ કંપની અથવા બેંક અને કો-બ્રાન્ડ પાર્ટનર બંનેની રેપ્યુટેશનનું પણ ધ્યાન રાખો.
કારણ કે બ્રાન્ડની વેલ્યુથી વધુ સારી કસ્ટમર સર્વિસ, વિશ્વાસ અને કાર્ડની વધુ સ્વીકૃતિ જેવા લાભો મળે છે.
તેથી, જો તમારે ક્રેડિટ કાર્ડ લેવું હોય, તો તમે તમારી જરૂરિયાત મુજબ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લઈ શકો છો. જેથી ક્રેડિટ કાર્ડમાં મળતા ફાયદા તો મળે જ સાથે, એ બ્રાન્ડના પણ એડિશનલ ફાયદા મળે જેનું કાર્ડ તમે લઈ રહ્યા છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો