Money9: આજકાલ બજારમાં એક્સચેન્જ ઓફરની ધૂમ છે. ખાસ કરીને ઓલ્ડ ફોન એક્સચેન્જ કરીને નવો ફોન ખરીદવામાં મોટી ઓફર કંપનીઓ આપી રહી છે. આ સિવાય અલગ-અલગ ઇલેક્ટ્રોનિક પ્રોડકટ્સ પર પણ ભારેખમ એક્સચેન્જ પ્રાઇસ ઓફર કરવામાં આવી રહી છે. જો તમે પણ તમારુ જુનુ એસી, ટીવી, ફ્રિઝ વગેરે એક્સચેન્જ કરી નવુ એપ્લાયન્સ ખરીદવા માંગો છો તો તે પહેલા અમારો આ આર્ટિકલ જરૂર વાંચો અને એક્સચેન્જનું પૂરુ ગણિત સમજો. સાથે જ તેના ફાયદા નુકસાન પણ જાણો.
એક્સચેન્જનો ફાયદો
ભારતમાં ઇન્ટરનેટના વધતા ઉપયોગ અને ઇ-કોમર્સ કંપનીઓના વધતા બિઝનેસની સાથે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સનું એક્સચેન્જ સરળ અને ફાયદાકારક થઇ ગયું છે. ઉદાહરણ તરીકે જો તમે 17 હજારનો સ્માર્ટફોન ખરીદવા માંગો છો તો ફ્લિપકાર્ટ કે એમેઝોન પર પોતાના 1 થી 2 વર્ષ જુના ફોનને એક્સચેન્જ કરીને 10 હજાર રૂપિયા સુધી પ્રાપ્ત કરી શકો છો. આવા સંજોગોમાં તમે ફક્ત 7 હજાર રૂપિયામાં નવો ફોન લઇ શકો છો. આ જ રીતે તમે તમારુ જુનું ટીવી પણ નવાના બદલે એક્સચેન્જ કરી શકો છો. પરંતુ એક્સચેન્જમાં મળનારી કિંમત તમારી જુની પ્રોડક્ટ્સના ઉપયોગ પર આધાર રાખશે.
ઇ-કોમર્સની સાથે લોકલ સ્ટોરની પણ ઓફર
ઇ-કોમર્સ સાઇટ સિવાય લોકલ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સ સ્ટોર્સ કે ચેઇન પણ એક્સચેન્જ ઓફર આપે છે. જ્યાં તમે સ્માર્ટફોન, ટીવી, એસી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી તમામ પ્રોડક્ટસ એક્સચેન્જ કરી શકો છો. કેટલીક ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સ કંપનીઓ તેમની સાઇટ પરથી ખરીદી કરવા પર એક્સચેન્જની સુવિધા આપે છે. આ કંપનીઓની સાઇટ પર તેમની જ જુની પ્રોડકટ્સનું એક્સચેન્જ કરો તો તેના પર તમને વધુ ફાયદો થાય છે. કંપનીઓ પોતાની જુની પ્રોડકટ્સની વધુ વેલ્યૂ તમને આપે છે.
ક્યાંથી કરશો એક્સચેન્જ
હવે એક્સચેન્જ ક્યાંથી કરવું..લોકલ સ્ટોર્સથી કે કોઇ ઇ કોમર્સ સાઇટથી..આ પણ એક મોટો સવાલ છે. બન્નેના પોતાના ફાયદા-નુકસાન છે. ઓનલાઇન એક્સચેન્જમાં તમારે ક્યાંય જવાની જરુરિયાત નથી હોતી. સાથે જ નવી પ્રોડક્ટની પુરી કિંમત ન ચુકવી શકો તો તેને EMIમાં પણ ફેરવી શકો છો. તો લોકલ એપ્લાયન્સ સ્ટોર્સ પર તમે પ્રાઇસ બાર્ગેન કરી શકો છો. આ ઉપરાંત નવી પ્રોડક્ટના ફિચર્સ તમારી નજર સામે જોઇને નિર્ણય લઇ શકો છો.
કોના માટે ફાયદાકારક
હવે તમારા માટે એક્સચેન્જ ફાયદાનો સોદો છે કે નહીં તે પણ તમારી જરુરીયાત પર નિર્ભર કરે છે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે, અને તે એ કે ટેક્નોલોજીની બદલાતી દુનિયામાં દરેક વ્યક્તિ અપડેટેડ રહેવા માંગે છે. સ્માર્ટફોનથી લઇને લેપટોપ જેવા ગેઝેટ અને વોશિંગ મશીનથી લઇને રેફ્રિઝરેટર જેવા હોમ એપ્લાયન્સ વેચતી કંપનીઓ નવી નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહી છે. હવે તમારી પાસે પૈસા હોય અને નવી ટેક્નોલોજીની ઇચ્છા હોય તો પછી એક્સચેન્જ ફાયદાકારક ડીલ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો