Money9: ગગન વીકેન્ડ પર તેના મિત્રના ઘરે ગયો અને બીજા દિવસે પોતાના ઘરે પાછો ફર્યો..ઘરે પહોંચ્યો તો ખબર પડી કે તેનું આઇફોનનું ચાર્જર તો મિત્રને ત્યાં જ ભૂલી ગયો છે. હવે તેના ફોનની બેટરી ડાઉન થઇ રહી હતું અને તેના ટેન્શનનું મીટર અપ થઇ રહ્યું હતું. તેણે મિત્રને ફોન કર્યો અને કહ્યું..યાર હવે શું કરું..તારા ઘરે આવવા-જવામાં જ 2 થી 3 કલાક થઇ જશે. દોસ્તે કહ્યું ટેન્શન ના કરીશ..એક ઉપાય છે..બસ એક કલાક રાહ જોવી પડશે..ચાર્જર તારી પાસે પહોંચી જશે..મારી પાસે એક એપ છે જેના દ્વારા તારુ ચાર્જર તારી પાસે પહોંચી જશે અને તે પણ ફોનની બેટરી ડેડ થતા પહેલાં…
શું છે પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ એપ
તો ગગનની આ મુશ્કેલી તેના દોસ્તે જે એપની મદદથી ઉકેલી…તેને કહેવાય છે પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ એપ..આજકાલ એવી ઘણી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ એપ્સ છે જે ટેક્નોલોજીની મદદથી તમારા જીવનમાં સુવિધાઓ વધારી રહી છે. કોઇ જગ્યાએ સામાન મોકલવાનો હોય કે પછી મંગાવવાનો હોય. ડોક્યુમેન્ટ હોય કે દવાઓ, લંચ બોક્સ હોય કે કરિયાણાનો સામાન.. તે તમામ પ્રકારનો સામાન પહોંચાડવાનું કામ કરે છે.. ડુંઝો, બોરઝો, સ્વિગી જેની, વીફાસ્ટ, પોર્ટર અને પીજ જેવી ઘણી એપ્સ આ પ્રકારની સર્વિસ આપે છે. કોવિડ અને તેની સાથે આવેલા લોકડાઉને, આ એપ્સના બિઝનેસને વધારવામાં ઘણી મદદ કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ તરફથી ઘણું રોકાણ પણ મળ્યું છે. આ એપ્સના વધતા વ્યાપની સાથે હવે ઘણાં લોકો દુકાન જઇને ખરીદી કરવાને બદલે પ્રોડક્ટ્સની હોમ ડિલીવરી કરાવી રહ્યાં છે.
આ એપ્સ તમારી જરૂરિયાત સંતોષવા ઉપરાંત પાર્સલની ઝડપી ડિલીવરી કરાવીને તમારો ઘણો સમય પણ બચાવી રહી છે. આ એપ્સની મદદથી કોઇ નાનકડી બેકરી શોપ કે હોમ કિચનનો વેપાર વધ્યો છે.
પોસાય તેવી છે
આ એપ્સ પોસાય તેવી પણ છે, જો તમે જાતે જઇને સામાન લેશો તો ઘણીવાર તેનો ખર્ચ વધારે આવશે. અહીં ગગનના ઉદાહરણમાં, જો તે જાતે જઇને તેનું ચાર્જર પિક કરત, તો તેને આવવા-જવાનો ખર્ચ થાત, જે એપથી ડિલીવરી કરાવવાના ખર્ચથી વધારે જ થાત..
આ એપ્સની સર્વિસ કોસ્ટ પર નજર નાંખીએ તો per kilometerના હિસાબે ચાર્જ કરે છે. જો તમે નવા કસ્ટમર છો તો તમને વધારે ડિસ્કાઉન્ટ અલગથી મળે છે..સાથે જ મોટાભાગે આ ડિસ્કાઉન્ટ કૂપન્સ અને રિવોર્ડ પોઇન્ટ્સ વગેરે ઓફર કરતા રહે છે…
એક બીજો ફાયદો એ છે કે તમે તમારુ પાર્સલ લાઇવ ટ્રેક કરી શકો છો..એટલે સામાન ક્યાં પહોંચ્યો છે અને તમારા સુધી પહોંચવામાં બીજો કેટલો સમય લાગશે? તમે બધુ જાણી શકો છો..એટલે કે સમયની બચતની સાથે સાથે સામાનની સેફ્ટી પણ ઇન્શ્યોર થાય છે..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો