MONEY9 GUJARATI: નોઈડામાં રહેતી હિરલનો પગાર તેના માસિક ખર્ચ (Monthly expenses)ને સરળતાથી કવર કરી લે છે… પરંતુ જ્યારે પણ તેને કોઈ મહત્વની મોંઘી વસ્તુ ખરીદવાની હોય છે ત્યારે તેને તેના પરિવારના સભ્યો પાસેથી પૈસા ઉછીના લેવા પડે છે… હવે તે ક્રેડિટ કાર્ડ (credit card) લેવાનું વિચારી રહી છે… જરુરી ખરીદી તે તેનાથી કરી લેશે..… પરંતુ તેને ક્રેડિટની વધુ એક સુવિધા વિશે જાણ નથી… આ સુવિધા સરળ છે અને તેઓ સરળતાથી તેનો લાભ પણ લઈ શકે છે… આ સુવિધાનું નામ છે UPI ક્રેડિટ (UPI Credit)…
વાસ્તવમાં, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ પર ક્રેડિટ લાઈન (Credit line) એટલે કે લોન (loan)ની સુવિધા મળી શકે છે.. RBIએ થોડા મહિના પહેલા આ સેવાને મંજૂરી આપી હતી… આ એક પ્રી-એપ્રૂવ્ડ ક્રેડિટ લાઇન છે… જે ગ્રાહક તે બેંકમાંથી મેળવી શકે છે જેમાં તેનું સેવિંગ્સ એકાઉન્ટ છે.. મતલબ કે બેંકો તેમના ગ્રાહકોને UPI એકાઉન્ટ (UPI account) પર પણ લોનની સુવિધા આપી શકે છે… અત્યાર સુધી, UPI દ્વારા ફક્ત બેંક ખાતામાં જમા પૈસાથી જ ટ્રાન્ઝેક્શન કરી શકાતા હતા….
સપ્ટેમ્બરમાં RBIએ બેંકો માટે ગાઈડલાઈન્સ બહાર પાડી હતી અને તેમને આ સુવિધા શરૂ કરવાની મંજૂરી આપી હતી… આ સુવિધાનો હેતુ UPIનો વ્યાપ વધારવાનો છે… હવે ચાલો સમજીએ કે આ સુવિધા કેવી રીતે કામ કરે છે?
આ સુવિધા હેઠળ, શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક દ્વારા લોકોને આપવામાં આવેલી પ્રી-એપ્રૂવ્ડ લોન દ્વારા પેમેન્ટ કરી શકાય છે… UPI સિસ્ટમ દ્વારા લેવડ-દેવડમાં આ પેમેન્ટનો ઉપયોગ કરી શકાય છે.. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહકને 50,000 રુપિયાની પ્રી-એપ્રૂવ્ડ ક્રેડિટ લાઇન મળે છે… તો તે આ રકમનો ઉપયોગ વિવિધ વેપારીઓને UPI પેમેન્ટ માટે કરી શકે છે… આ લોન પર લાગનાર ઈન્ટરેસ્ટ, રિપેમેન્ટ સાઈકલ અને બીજા નિયમો અને શરતો તે બેંક નક્કી કરશે જે UPI દ્વારા ક્રેડિટ લાઇન પ્રદાન કરે છે.
UPI માત્ર ક્રેડિટ પેમેન્ટના માધ્યમ તરીકે જ કામ કરશે… ક્રેડિટ લિમિટને લઈને હજુ સુધી કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી… જેનાથી ગ્રાહકને વધુ ઝડપથી અને સરળતાથી પેમેન્ટ કરવામાં મદદ મળશે… તેને વધુ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ…
તો આ BNPL અથવા Buy Now Pay Laterની સુવિધા જેવી છે… જ્યાં ગ્રાહકો પોતાના લિંક્ડ બેંક એકાઉન્ટ/વોલેટમાં પૈસા ન હોય તો ક્રેડિટ લાઇન એટલે કે બેંકો દ્વારા આપવામાં આવેલી પ્રી-એપ્રૂવ્ડ લોનનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકે છે….
હવે સવાલ એ થાય છે કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો? દરેક UPI ખાતું કોઈ બેંકના સેવિંગ્સ એકાઉન્ટ સાથે લિંક્ડ હોય છે… આ નવી સુવિધાનો ઉપયોગ કરવા માટે, યૂઝરે તેની બેંકમાં અરજી કરવી પડશે… આ પછી, બેંક ગ્રાહકની નાણાકીય માહિતી,,જેવી કે તેની પાત્રતા, આવક, ક્રેડિટ સ્કોર અને રિપેમેન્ટ હિસ્ટ્રીની તપાસ કરશે… બેંકની જરૂરિયાત પ્રમાણે ગ્રાહકે આઈડેન્ટિટી પ્રૂફ, ઈનકમ સ્ટેટમેન્ટ સહિત જરૂરી દસ્તાવેજો આપવા પડશે..
જરૂરિયાતો અને પ્રક્રિયા દરેક બેંકમાં અલગ અલગ હોઈ શકે છે… આ પછી બેંક અરજી અને દસ્તાવેજોની સમીક્ષા કરશે… એકવાર અરજી મંજૂર થઈ જાય, બેંક ગ્રાહકને ક્રેડિટ લિમિટ અને તેની શરતો વિશે નોટિફાય કરશે… આ પછી ગ્રાહક આ સુવિધાનો લાભ લઈ શકશે.
અંતમાં, ચાલો એ પણ ચર્ચા કરીએ કે તેના ફાયદા અને ગેરફાયદા શું છે… બેન્કિંગ એક્સપર્ટ અમિત કુમાર તંવર આ વિશે કહે છે,, કે જ્યાં ક્રેડિટ કાર્ડની પોતાની મર્યાદાઓ હોય છે, ત્યાં UPI ક્રેડિટની સુવિધાનો ઉપયોગ કરવો સરળ બની શકે છે… ક્રેડિટ કાર્ડ્સનો ઉપયોગ ઓનલાઈન ખર્ચ માટે કરી શકાય છે.. અથવા ત્યાં જ્યાં PoS એટલે કે પોઈન્ટ ઓફ સેલ મશીન ઈન્સ્ટોલ કરેલ છે… તેનાથી વિપરિત, UPIનો ઉપયોગ અત્યારે લગભગ દરેક વ્યક્તિ કરી રહ્યો છે…
દરેક વ્યક્તિ પાસે ફોન છે, અને લોકો ગમે ત્યાં સરળતાથી પેમેન્ટ કરી શકે છે… તેથી, જો ક્રેડિટની સુવિધા મળશે તો UPIનો ઉપયોગ વધુ વધી શકે છે… ખાસ વાત એ છે કે આ સેવા હજુ પણ મર્યાદિત છે… તે હજી લોકપ્રિય બની નથી… યૂઝર અને બેંક,,બંને તરફે તેની સ્વીકાર્યતા એટલી વ્યાપક નથી… તેથી તેના ઉપયોગને વેગ મળે,,તેમાં સમય લાગશે… એકંદરે આ સુવિધા સારી છે. …
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો