MONEY9 GUJARATI: આજકાલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર થ્રીફ્ટ સ્ટોર્સની ઘણી બધી જાહેરાતો આવી રહી છે.. થ્રીફ્ટ સ્ટોર એટલે એટલે એવા માર્કેટ જ્યાંથી તમે જૂની વસ્તુઓ ખરીદી શકો છો… બીજા દેશોમાં, ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં ફિઝિકલ થ્રીફ્ટ સ્ટોર ઘણા સમયથી કાર્યરત છે અને ખૂબ જ પૉપ્યુલર પણ છે.. પરંતુ ભારતમાં આ એક ઇમર્જિંગ કન્સેપ્ટ છે.. આ પ્રકારના સ્ટોરમાંથી તમે ઘરેણાં, કપડાં, પગરખાં, ફર્નિચર સહિતની તમામ વસ્તુઓ ખરીદી શકો છો..
એવી ઘણી બધી ઈ-કોમર્સ સાઇટ્સ પણ છે જે પ્રોડક્ટ સ્પેસિફિક સેકન્ડ હેન્ડ સામગ્રી વેચે છે… જો કે ભારતમાં હજુ પણ સેકન્ડ હેન્ડ સામગ્રીમાં વિશ્વાસનો અભાવ છે…જો કે સેકન્ડ હેન્ડ સામગ્રી ખરીદવી એ હવે ઝડપથી ટ્રેન્ડમાં આવી રહ્યું છે. ખાસ કરીને કોવિડ પછી લોકોની વિચારસરણીમાં બદલાવ આવ્યો છે. જેના ઘણા કારણો છે જેમ કે પર્યાવરણ સંરક્ષણ અંગે વધતી જાગૃતિ, સસ્તી ખરીદી વગેરે..
સેકન્ડ હેન્ડ વસ્તુઓનું માર્કેટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યું છે… માર્કેટ રિસર્ચ કંપની ટ્રાન્સપરન્સી માર્કેટ રિસર્ચના રિપોર્ટ પ્રમાણે 2022માં સેકન્ડ હેન્ડ ચીજવસ્તુઓનું વૈશ્વિક બજાર 405 બિલિયન ડૉલરથી વધુ હતું અને તે 2031 સુધીમાં 1,300 બિલિયન ડૉલર સુધી પહોંચી જવાની અપેક્ષા છે.
સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી ફ્રિજ, ટીવી, એસી, વૉશિંગ મશીનથી લઈને બાઇક, સાયકલ, કાર, બુક્સ, સ્માર્ટફોન, ફર્નિચર જેવી તમામ વસ્તુઓ ખરીદી શકાય છે. બરાબર ચકાસીને ખરીદી કરવાથી સારી ગુણવત્તાનો સામાન સસ્તામાં મળી શકે છે.
Quikr, Olx, ebay, Allindiabazaar.in, Maxdeal.in, secondhandbazaar.in જેવી ઘણી સાઇટ્સ અને એપ્સ છે જ્યાં તમે તમામ પ્રકારની સેકન્ડ હેન્ડ વસ્તુઓને ખરીદી શકો છો. કેટલીક વસ્તુઓ માટે ખાસ એપ્સ અને સાઇટ્સ છે… ઉદાહરણ તરીકે, જો તમારે યૂઝ્ડ કાર ખરીદવાની હોય, તો CarDekho, Cars24, CarWale જેવા વિકલ્પો છે. જ્યારે સેકન્ડ હેન્ડ ફોન ખરીદવા માટે Cashify, Amazon Refurbished, Digify અને Refurboffers જેવી એપ્સ અથવા સાઇટ્સ છે… એ જ રીતે રિફર્બિશ્ડ ગેજેટ્સ જેવા કે લેપટોપ અને ટેબ્લેટ ખરીદવા માટે Budli, RefurbOffers, ઇલેક્ટ્રોનિક્સ બજાર અને ShopClues જેવી ઘણી એપ્સ છે. આમાંની કેટલીક એપ્સ એવી પણ છે જ્યાં તમે જૂના ડિજિટલ કેમેરા, પ્રિન્ટર, હેડફોન અને અન્ય ઘણા ગેજેટ્સ ખરીદી શકો છો.
સેકન્ડ હેન્ડ ચીજવસ્તુઓથી બચત તો થાય જ છે, સાથે સાથે તમે ઓછી કિંમતે વિન્ટેજ કાર, લક્ઝરી બેગ, મોંઘી ઘડિયાળો વગેરે ખરીદી શકો છો.
જો કે સેકન્ડ હેન્ડ વસ્તુઓ સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ છે, જેમ કે મોટા ભાગના સામાન પર કોઈ ગેરેંટી-વોરંટી નથી મળતી.. ઉપરાંત, જુની વસ્તુઓ લાંબા સમય સુધી કામ ન કરી શકે તેવું પણ બને.. બીજી વાત એ છે કે સેકન્ડ હેન્ડ ચીજવસ્તુઓ હોય તો તેમાં કોઈ આંતરિક ખરાબી હોય, તો શક્ય છે કે તમને તે ખરીદતી વખતે ખબર ન હોય… અને જ્યારે સમસ્યા પછીથી ખબર પડે, તો પછી તમે કશું કરી શકશો નહીં.
અંતે, આપણે કહી શકીએ કે સેકન્ડ હેન્ડ સામાન ખરીદવો એ નફાકારક સોદો છે, પરંતુ સામાન ખરીદતી વખતે કેટલાક પાસાઓનું ધ્યાન રાખવું જરૂરી છે.. આટલું કર્યા પછી, તમારી જરૂરિયાત અને બજેટ પ્રમાણે ખરીદીનો નિર્ણય કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો