Money9: ઇલેક્ટ્રોનિક્સ, ગેજેટ્સ અને ફર્નિચર જેવા સામાનને ખરીદ્યા બાદ ખામી નીકળે તો કંપનીઓ પોતાના હાથ ખંખેરી નાંખે છે. અને સાથે જ પોતાના જ સર્વિસ સેન્ટર પર સર્વિસ કરાવવા માટે ફરજ પાડે છે. ઘણાં લોકો સાથે એવું થયું છે કે તેમની ગાડીની વોરંટી એટલે સમાપ્ત થઇ ગઇ હોય કારણ કે તેમણે લોકલ મિકેનિક પાસે તેને રિપેર કરાવી હોય.પરંતુ હવે આવું નહીં થાય. કેન્દ્ર સરકાર રાઇટ ટૂ રિપેર કાયદો લાવી છે. જેનાથી ગ્રાહકોને રાહત મળશે. હવે ટીવી-ફ્રિજ જેવો ઇલેક્ટ્રિક સામાન હોય કે કાર-બાઇક, તમે તેનું રિપેરિંગ કોઇપણ જગ્યાએ કરાવી શકો છો. જો તમે આવુ કરશો તો પણ વોરંટીનો બેનેફિટ મળતો રહેશે.
રાઇટ ટૂ રિપેરમાં ચાર સેક્ટર સામેલ
ફાર્મિંગ ઇક્વિપમેન્ટ્સ મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ ઓટોમોબાઇલ ઇક્વિપમેન્ટ્સ
આ પોલિસી હેઠળ કંપનીઓ માટે જરૂરી છે કે તે પોતાની પ્રોડક્ટ્સની ડિટેલ્સ લોકોની સાથે શેર કરે જેથી પ્રોડક્ટ્સને લોકો લોકલ દુકાનો પર રિપેર કરાવી શકે.
આ પ્રોડક્ટ્સ છે સામેલ
રાઇટ ટૂ રિપેર હેઠળ મોબાઇલ, ટેલબેટ, વાયરલેસ હેડફોન, ઇયરબર્ડ, લેપટોપ, યૂનિવર્સલ ચાર્જિંગ પોર્ટ, યૂનિવર્સલ ચાર્જિંગ કેબલ, બેટરી, સર્વર અને ડેટા સ્ટોરેજ, પ્રિન્ટર જેવા ડિવાઇસ પર ફાયદો ઉઠાવી શકાય છે.
આ ઉપરાંત તેમાં વોટર પ્યુરિફાયર, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, ટેલિવિઝન, ઈન્ટિગ્રેટેડ/યુનિવર્સલ રિમોટ, ડીશવોશર, માઈક્રોવેવ, એર કંડિશનર, ગીઝર, ઇલેક્ટ્રિક કેટલ, ઇન્ડક્શન કૂકટોપ, મિક્સર ગ્રાઇન્ડર અને ઇલેક્ટ્રિક ચીમની, કાર, બાઇક જેવા ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે.
પોર્ટલ પર મળશે જાણકારી
જાગો ગ્રાહક જાગો મિશન હેઠળ પોર્ટલ પર પ્રોડક્ટની સર્વિસ, વોરંટી, ટર્મ અને કંડીશન જેવી જાણકારી મળશે. આ સ્કીમ સાથે જોડાયેલી કંપનીઓના કસ્ટમર કેર નંબરનું લિસ્ટ પણ અહીં મળશે. યૂઝર્સ કંપનીની પ્રોડક્ટનું નામ સર્ચ કરીને જરૂરી જાણકારી પ્રાપ્ત કરી શકે છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે રાઇટ ટૂ રિપેર પોર્ટલને તાજેતરમાં લોન્ચ કર્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો