Money9: અનામિકા ઓફિસેથી થાકેલી-પાકેલી ઘરે આવી. ઘરે આવતા જ ચાની ઇચ્છા થઇ તો રસોડામાં ગઇ પરંતુ જોયું કે દૂધ અને ચા બન્ને ખલાસ થઇ ગયા છે. ફટાફટ એક ક્વિક કોમર્સ એપ ખોલી અને દૂધ, ચા, કાર્ટમાં એડ કરી લીધી પરંતુ તેની પર 30 રૂપિયાનો ડિલીવરી ચાર્જ પણ લાગી રહ્યો હતો અને આ ડિલીવરી ચાર્જ તો ઠીક પરંતુ તેની સાથે 16 રૂપિયાની હેવી ડિમાંડ સર્જ પ્રાઇસ, 15 રૂપિયાની સ્મોલ કાર્ટ ફી અને 4 રૂપિયાનો હેડલિંગ ચાર્જ પણ એડ થઇ ગયો. એટલે કે જેટલો સામાન આવી રહ્યો છે તેના અડધા પૈસા તો અલગ-અલગ ચાર્જમાં ભરવા પડી રહ્યા હતા. અનામિકાએ આ ચાર્જિસ જોયા બાદ ઓર્ડર ન કર્યો, જાતે બિલ્ડિંગની નીચે જઇને સામાન ખરીદી લાવી.
અનામિકા જેવો એક્સપીરિયન્સ ક્વિક કોમર્સ એપ્સનો ઉપયોગ કરનારા લગભગ દરેક યૂઝરનો છે. આ એપ્સ જ્યારે નવી નવી બજારમાં આવી હતી ત્યારે તો તેની પર મોટાપાયે ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું પરંતુ એક ચોક્કસ સમય બાદ જ્યારે તમે તેની પર હદથી વધુ નિર્ભર થઇ ગયા ત્યારે તેની પર અનેક ચાર્જિસ લાગવા લાગ્યા. હવે તબક્કાવાર સમજીએ કે આ એપ્સ જે ચાર્જિસ લગાવી રહી છે તે શું છે અને કેવી રીતે વસૂલવામાં આવી રહ્યા છે. સાથે જ એ પણ જાણીશું કે તેનાથી તમે કેવી રીતે બચી શકો છો.
તો સૌથી પહેલા વાત સર્જ પ્રાઇસિંગની….અત્યાર સુધી ઓલા અને ઉબર જેવા એગ્રીગેટર એપ્સ જ સર્જ પ્રાઇસ લગાવતી હતી. પીક અવર્સમાં તમને રાઇડ મોંઘી મળતી હતી. પરંતુ હવે ક્વિક કોમર્સ સાઇટની તો માનો તે પર્યાય બની ગઇ છે. ક્યારેક પીક અવર્સ તો ક્યારેક હાઇ ડિમાંડ તો ક્યારેક નાઇટ ચાર્જના નામે કિંમતો વધી જાય છે. ક્યારેક વરસાદ થયો તો અલગ હાઇ સર્જ પ્રાઇસ જોડાઇ જાય છે. આ પ્રકારે કુલ મળીને 20 રૂપિયાથી લઇને 100 રૂપિયા સુધીની સર્જ પ્રાઇસ આપવી પડી રહી છે. Blinkit, Zepto, Big Basket, Instamart જેવી તમામ એપ્સ આ ચાર્જ વસૂલી રહી છે.
હવે વાત કરીએ હેન્ડલિંગ ચાર્જની. તમે 10 રૂપિયાનો સામાન મંગાવો કે પછી 1,000 રૂપિયાનો..દરેક ઓર્ડરની સાથે આ ચાર્જ લાગે છે. આ ચાર્જ એક પ્રકારની પેકેજિંગ ફી છે. લગભગ દરેક ક્વિક કોમર્સ એપ્સ આ ચાર્જ લગાવે છે. અલગ-અલગ પ્લેટફોર્મ પર આ ચાર્જ અલગ-અલગ હોઇ શકે છે.
ત્યારબાદ આવે છે સ્મોલ કાર્ટ ફી. જે તમારે 50 કે 100 રૂપિયાનો સામાન મંગાવવા પર આપવી પડે છે. આ ફી 10 થી 15 રૂપિયા સુધીની હોઇ શકે છે એટલે ઓછી આઇટમ ઓર્ડર કરવાથી તમારી તાત્કાલિક જરૂરિયાતને તો પૂરી કરી શકે છે, સાથે જ તમારા ખિસ્સા પર કાતર પણ ફેરવે છે.
આ બધા સિવાય લોંગ ડિસ્ટન્સ ચાર્જ પણ લાગે છે. જે 5 થી 20 રૂપિયા હોઇ શકે છે. આ એપ્સ તમારા ઘરથી વધુ ડિસ્ટન્સ હોવાનું કારણ બતાવીને આ ચાર્જ લગાવે છે. તો આ તે અલગ-અલગ ચાર્જિસ છે જે ક્વિક કોમર્સ એપ્સ કે ઇન્સટન્ટ ડિલીવરી એપ્સ તમારી પાસેથી વસૂલે છે. જે રીતે આ કંપનીઓની બિઝનેસ સ્ટ્રેટેજી બદલાઇ રહી છે. તે તમારી પાસેથી ભવિષ્યમાં પણ નવા પ્રકારના ચાર્જિસ વસૂલી શકે છે.
છેવટે સવાલ એ ઉભો થાય કે આવા ચાર્જિસથી કેવી રીતે બચશો?
કેટલાક સૂચનો છે જેનાથી તમે આટલા પ્રકારના ચાર્જિસથી બચી શકો છો. કેટલીક એપ્સ પર એક મિનિમમ એમાઉન્ટના આઇટમ ઓર્ડર કરવા પર તમે ડિલીવરી ચાર્જથી બચી શકો છો. ક્યાંક આ મિનિમમ એમાઉન્ટ 199 રૂપિયા છે તો ક્યાંક 250 રૂપિયા. તો નાની વેલ્યૂના ઓર્ડર કરવાથી બચો. આ ઉપરાંત ડિસ્કાઉન્ટ અને પ્રોમો કોડને જરૂર જુઓ. આ એપ્લાય કરવા પર કોઇ ઇ-વોલેટ પર કેશબેક, ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ મળી શકે છે. પીક અવર્સમાં ઓર્ડર કરવાથી બચો, જેનાથી તમારે સર્જ પ્રાઇસ નહીં આપવી પડે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો