Money9: નવી કાર લેવી કે યૂઝ્ડ કાર લેવી તેને લઇને ઘણાં લોકોના મનમાં મુંઝવણ હોય છે. જો તમે નવી કાર, જુની કાર, ઓછા બજેટ જેવી ચીજોને લઇને કન્ફ્યૂઝ રહો છો તો આ રિપોર્ટ તમારા માટે છે.
યૂઝ્ડ કારના ફાયદા
સેકન્ડ હેન્ડ કાર સાથે સૌથી મોટો ફાયદો એ છે કે તે સસ્તી હોય છે. જો તમે મર્યાદિત આવકવાળા વ્યક્તિ છો તો પોતાની લાઇફ સેવિંગને નવી કારમાં લગાવવી યોગ્ય વસ્તુ નથી. સેકન્ડ હેન્ડ કારની સાથે સારી ડીલ મળી જશે. આને એક ઉદાહરણથી સમજીએ. જો તમે નવી મારુતિ સ્વિફ્ટ લેવા માંગો છો તો તેની એક્સ શોરૂમ પ્રાઇસ અંદાજે 6 લાખ રૂપિયા છે. પરંતુ સેકન્ડ હેન્ડ માર્કેટમાં આ કાર તમને અડધી કિંમતે મળી જશે. થોડુક વધુ કોમ્પ્રોમાઇઝ કરશો તો તમે વધુ સારુ બાર્ગેન પણ કરી શકો છો.
યૂઝ્ડ કારનું વધુ ડેપ્રિસિએશન નહીં થાય
તમે એવી યૂઝ્ડ કાર શોધી શકો છો જેના એક્સટીરિયર નવા જેવા જ દેખાતા હોય. તેનાથી તમારો ખર્ચ ઘટી જશે અને કારના એક્સટીરિયરને લઇને કોઇ કોમ્પ્રોમાઇઝ પણ નહીં કરવું પડે. સાથે જ કારની સર્વિસ કરાવીને તેને નવા જેવી જ બનાવી શકાય છે. નવી કારની વેલ્યૂ ઝડપથી ઘટે છે. કારની આખી લાઇફમાં જે ડેપ્રિસિએશન થાય છે, તેના 20 થી 30 ટકા ખરીદીના પહેલા વર્ષમાં જ થઇ જાય છે. પરંતુ કેટલાક વર્ષો બાદ ડેપ્રિસિએશન અટકી જાય છે.એટલે જેમ જેમ વર્ષ વીતતા જાય છે ડેપ્રિસિએશન રેટ ઘટતો જાય છે. એટલે સારી વાત એ છે કે યૂઝ્ડ કારનું વધુ ડેપ્રિસિએશન નહીં થાય.
આ છે યૂઝ્ડ કારના ફાયદા
કાર ખરીદતી વખતે ઇન્સ્યોરન્સનો ખર્ચ એક જરૂરી ફેક્ટર છે જેની પર ધ્યાન આપવું જોઇએ. મોટાભાગના કેસમાં નવી કારનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જુની કારોની તુલનામાં વધુ હોય છે. આવું એટલા માટે કારણ કે નવી કારની માર્કેટ પ્રાઇસ વધુ હોય છે. યૂઝ્ડ કારો માટે એવરેજ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં તમારે વધુ પૈસા નહીં ચૂકવવા પડે.
તમારી પાસે હંમેશા સર્ટિફાઇડ યૂઝ્ડ કાર ખરીદવાનો ઓપ્શન રહે છે. એટલે જે સેકન્ડ હેન્ડ કાર તમે ખરીદો છો તેનું પહેલેથી ઇન્સ્પેક્શન થતું હોય છે. Certified Pre-Owned car કે CPO ઘણી સુવિધાઓ સાથે આવે છે જેમ કે તેને રિટર્ન કરવાનો ઓપ્શન, મેન્યુફેક્ચરર વોરંટી અને રોડસાઇડ આસિસ્ટન્સ.
જૂની કારમાં વોરંટી પણ મળે છે
એક ફાયદો વોરંટી સાથે પણ જોડાયેલો છે. સેકન્ડ હેન્ડ કારને લઇને બજારમાં સંપૂર્ણ ટ્રાન્સપરન્સી જોવા મળે છે. તમે જે કાર ખરીદવા માંગો છો તેની સર્વિસ હિસ્ટ્રી જાણી શકો છો. તમે જે ડીલરશિપ પાસેથી કાર ખરીદો છો તે તમને ફુલ કે પાર્શિયલ વોરંટી આપી શકે છે. વોરંટીમાં મોટાભાગે એન્જિન ડેમેજ સામેલ હોઇ શકે છે. સાથે જ ડીલર જો તમારી કાર રિપેર ન કરી શકે તો તેનું રિપ્લેસમન્ટ પણ કરાવી શકાય છે. સેકન્ડ હેન્ડ કાર પર 3 વર્ષ સુધીની જ વોરંટી મળી શકે છે.
સેકન્ડ હેન્ડ કારના ગેરફાયદા
હવે સવાલ એ ઉભો થાય કે શું સેકન્ડ હેન્ડ કાર ખરીદવી દરેક પ્રકારે યોગ્ય છે…તો એવું નથી..જુની કારને લઇને કેટલીક મુશ્કેલીઓ પણ છે..જેમ કે સેકન્ડ હેન્ડ કારની સાથે એક મુશ્કેલી માઇલેજની છે. નવી કારની તુલનામાં સેકન્ડ હેન્ડ કારમાં એવરેજ માઇલેજ હંમેશા ઓછી હશે. મેન્ટેનન્સ પર થનારો ખર્ચ પણ વધુ આવશે. સાથે જ નવી કારમાં જે ફિચર્સ મળે છે તે જુની કારના એ મોડલમાં નહીં મળે.
તો તમે આ તમામ પાસા અને પોતાના બજેટ પર ધ્યાન આપીને સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનો નિર્ણય કરી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો