MONEY9: ઘર બનાવતી વખતે ઘણીબધી સાવધાની રાખવાની જરૂર પડે છે. તેમાંનું એક હોય છે ઇલેક્ટ્રિકનું કામ. જો કેટલીક વાતોને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિકનું કામ કરાવવામાં આવે તો પૈસાની બચતની સાથે સાથે ઘર પણ સુરક્ષિત રહે છે. જો ઇલેક્ટ્રિકનું કામ બરોબર રીતે કરવામાં નથી આવ્યું તો આગ લાગવાનું જોખમ રહે છે અને મોંઘી ઇલેક્ટ્રિક આઇટમ્સ પણ ખરાબ થઇ શકે છે…તો આવો જાણીએ કે લાઇટ ફિટીંગ કરતી વખતે કઇ વાતોનું રાખવું જોઇએ ધ્યાન…
વાયરિંગ બે રીતે થાય છે. પહેલું કન્સીલ્ડ કે અંડરગ્રાઉન્ડ વાયરિંગ અને બીજું ઓપન કે કેસિંગ વાયરિંગ..હવે મોટાભાગના લોકો અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરાવવાનું પસંદ કરે છે..જો કે આ ઓપન વાયરિંગની સરખામણીમાં મોંઘું પડે છે. આવા સંજોગોમાં તમે ઇચ્છો તો ખર્ચ ઘટાડવા ઓપન વાયરિંગની સાથે જઇ શકો છો.
વાયરિંગનો કોઇપણ સામાન ખરીદતી વખતે ક્વોલિટી સાથે સમજૂતી ન કરો. એ વાતનું ધ્યાન રાખો કે કોપરના તારનો જ ઉપયોગ થાય. જેટલી જરૂરિયાત હોય તે જ હિસાબે ઘરમાં ઇલેક્ટ્રિક બોર્ડ લગાવો. ફેન્સી સામાનના બદલે ઉપકરણની ક્વોલિટી પર ધ્યાન આપો. જો તમે ક્વોલિટી સાથે સમજૂતી કરો છો તો તમારે વીજળીના સામાનને વારંવાર રિપ્લેસ કરવાની જરૂરિયાત પડી શકે છે. જેનાથી ખર્ચ વધશે.
ઇલેક્ટ્રિકનું કામ શરૂ કરાવતા પહેલાં તમારે તમારા ઇલેક્ટ્રીશિયનને જણાવી દેવું જોઇએ કે વાયરિંગનું જે પણ કામ થવાનું છે તેનું એક લે-આઉટ કે બ્લૂપ્રિન્ટ બનાવીને તમને આપી દે. ભવિષ્યમાં વાયરિંગ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આ લે-આઉટ ઘણો કામમાં આવે છે.
સ્વિચ અને સૉકેટ આ બે વસ્તુ વાયરિંગમાં ઘણી મહત્વની હોય છે. તો તેને લગાવતા પહેલા ઇલેસ્ટ્રિશિયન પાસેથી ચેક કરાવી લો કે ઘરમાં ઉપયોગમાં આવતી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ જેવી કે ફ્રિજ, ટીવી અને AC વગેરે કેટલો લોડ ઉઠાવે છે. જો લોડના હિસાબે યોગ્ય સ્વિચ અને સૉકેટ નથી લગાવતા તો શોર્ટ સર્કિટ થઇ શકે છે. જેનાથી ઘરમાં આગ પણ લાગી શકે છે.
ઘરમાં ફ્રિજ, ટીવી, AC, વૉશિંગ મશીન, ગીઝર જેવા ઘણાં ઇલેક્ટ્રિક સાધનો ઉપયોગમાં આવતા હોય છે. ત્યારે ઇલેક્ટ્રોનિક આઇટમ ખરીદતી વખતે રેટિંગ પર જરૂર ધ્યાન આપો. કોશિશ કરો કે 5 સ્ટાર રેટિંગવાળા ઉપકરણ ખરીદો. આ થોડાક મોંઘા જરૂર પડશે પરંતુ વીજળીનો ખર્ચ બચશે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક ગીઝરના બદલે ગેસ ગીઝર લગાવી શકો છો. સોલાર પેનલનો ઉપયોગ પણ કરી શકો છો.
ઇલેક્ટ્રિક કૉન્ટ્રાક્ટર સંતોષ પંવાર જણાવે છે કે ઘર બનાવવામાં ઇલેક્ટ્રિક કામનું કોસ્ટિંગ 5 થી 10 ટકા થાય છે. ઇલેક્ટ્રિક કામ કરાવતી વખતે MCB લોડ ડિસ્ટ્રિબ્યૂશન જરૂર કરાવો. આ બોર્ડમાં બધી MCB લાગેલી હોય છે. જેનાથી ફાયદો એ થાય છે કે જો કોઇપણ તાર પર વધારે લોડ આવશે તો તે લોડ ડિસ્ટ્રીબ્યૂટ થઇ જશે. અને કોઇપણ પ્રકારનું નુકસાન નહીં થાય. આ ઉપરાંત, ઘણાં લોકો ઇલેક્ટ્રિક પોઇન્ટની જગ્યા ખાલી છોડી દે છે. જેનાથી કરંટ ફેલાવાનું જોખમ રહે છે. આવા સંજોગોમાં જો તમે બોર્ડ નથી લગાવી રહ્યા તો GI બોક્સ લગાવીને તે જગ્યાને કવર કરી લો.
વીજળીનું કામ કરાવતી વખતે જૈ સૌથી મહત્વની ચીજ છે તે છે અર્થિંગ. આ કામને ક્યારેય નજરઅંદાજ ન કરો. આનાથી વોલ્ટેજ વધવાની સાથે સાથે ઇલેક્ટ્રિક શોક અને આકાશી વીજળી સામે પણ તમારી સુરક્ષા થાય છે. જેથી થોડા પૈસા બચાવવા માટે થઇને અર્થિંગને નજરઅંદાજ ન કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો